ચૂંટણીમાં આરોપ-પ્રત્યારોપની રાજનીતિ:રાજકોટમાં કોંગી નેતાએ કહ્યું- ભાજપના ઈશારે પોલીસ કાયદાનો દુરૂપયોગ કરી રહી છે

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી મહેશ રાજપૂતે પોલીસ પર આક્ષેપ કર્યા. - Divya Bhaskar
પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી મહેશ રાજપૂતે પોલીસ પર આક્ષેપ કર્યા.

આગામી વિધાનસભા ચૂંટણીને ધ્યાને લઈને રાજકીય પક્ષો દ્વારા જોરશોરથી પ્રચાર-પ્રસાર કરાઈ રહ્યો છે. ત્યારે રાજકોટ કોંગ્રેસના નેતા મહેશ રાજપૂતે પોલીસ પર ગંભીર આરોપ લગાવ્યા છે. જેમાં પોલીસે કોંગ્રેસનાં દિગ્ગજ નેતાઓને ચેપ્ટર કેસ કરવા માટેના ફોન કર્યા હોવાનું જણાવી પોલીસ ભાજપનાં ઈશારે કામ કરતી હોવાનું જણાવ્યું હતું. તેમજ આ મામલે પોલીસ કમિશનરને રજૂઆત કર્યા બાદ જો પોલીસનું વલણ આવું જ રહેશે તો હાઇકોર્ટમાં જવાની ચીમકી ઉચ્ચારવામા આવી છે. પોલીસ કાયદાનો દુરૂપયોગ કરી રહી હોવાનું પણ મહેશ રાજપૂતે જણાવ્યું હતું.

પ્રચાર શરૂ થતા જ આરોપ-પ્રત્યારોપ શરૂ
વિધાનસભાની ચૂંટણીના પ્રચાર પ્રસાર શરૂ થતાની સાથે જ વિખવાદ અને આરોપ પ્રત્યારોપની રાજનીતિ પણ શરૂ થઈ ચૂકી છે. પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી મહેશ રાજપૂતે રાજકોટ પોલીસ સામે કાયદાના દુરુપયોગનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

ચેપ્ટર કેસમાં રાજકીય નેતાઓને બાકાત રખાઇ છે
મહેશ રાજપૂતે જણાવ્યું હતું કે, ચૂંટણીને લઈને રાજકોટ પોલીસ કોંગ્રેસના નેતાઓને ફોન કરીને ચેપ્ટર કેસ કરવાની ધમકી આપી રહી છે. ચૂંટણી ઉપર ચેપ્ટર કેસ થાય છે પરંતુ એવા આરોપીઓ સામે કે જેઓ અવારનવાર ગેરકાયદે પ્રવૃત્તિ કરે છે. જેમાં દારૂ, જુગાર કે ચોરીના આરોપીઓ હોય તેના ઉપર થતા હોય છે. પરંતુ આ પ્રકારની કાર્યવાહીમાં રાજકીય નેતાઓને આમાંથી બાકાત રખાય છે.

ભાજપના ઇશારે કામ ન કરવા પોલીસ કમિશનરને રજૂઆત
મહેશ રાજપૂતે વધુમાં જણાવ્યું હતું કે, કોંગ્રેસના નેતાઓને ટાર્ગેટ રાખીને પોલીસ ફોન કરી કરીને પોલીસ મથકમાં હાજર થવા દબાણ કરી રહી છે. ભાજપના નેતાઓ ઉપર પણ પોલીસ કેસ છે. પરંતુ તેમને પોલીસ છાવરી રહી છે. આ સાથે આશંકા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, ચૂંટણીની અંદર મતદાનના આગલા દિવસે કોંગ્રેસના કાર્યકર્તાઓ અને નેતાઓને ઉઠાવી જવા માટે પણ ભાજપના નેતાઓના ઈશારે પોલીસે લિસ્ટ તૈયાર કર્યું છે અને તેના કારણે ચૂંટણી નિષ્પક્ષ નહીં થઈ શકે. માટે ભાજપના ઇશારે કામ ન કરવા પોલીસ કમિશનરને અમારી અપીલ સાથે રજૂઆત છે.

અન્ય સમાચારો પણ છે...