તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • In Rajkot, A Complaint Was Lodged Against 3 People Without Mentioning The Amount Of The Robbery, The Robbery Was Carried Out With A Knife.

ફરિયાદ:રાજકોટમાં લૂંટની રકમના આંકડાનો ઉલ્લેખ કર્યા વિના 3 લોકો વિરુદ્ધ ફરિયાદ દાખલ,છરીની અણીએ લૂંટ ચલાવામાં આવી હતી

રાજકોટએક મહિનો પહેલા
  • રોકડ રકમથી ભરેલો થેલો લૂંટાયો તેનો માલિક હાલ કોચીન

રાજકોટના ગોંડલ રોડ પર પી.ડી. માલવીયા કોલેજ નજીક વંદના ટ્રેકટર શો રૂમ પાસે આવેલી શ્રી બાલાજી કુરિયરમાં બનેલી લૂંટની ઘટનામાં અંતે માલવીયાનગર પોલીસે લૂંટનો ગુનો નોંધ્યો છે. જો કે ત્રણ લૂંટારૂ જે કાળો થેલો લૂંટી ગયા તેમાં કેટલી રોકડ હતી તેની વિગત પેઢી સંચાલકના ભાઇ કે જે હાલ કોચીન છે અને થેલામાં કેટલી રકમ હતી એ તેને ખબર હોઇ તે આવ્યા બાદ જાણી શકાશે. પોલીસે કુરીયર પેઢીના સંચાલક કાંગસીયાળીમાં રહેતાં હરજીભાઇ ગોવાભાઇ ભોગાયતાની ફરિયાદ પરથી ત્રણ અજાણ્યા શખ્સો સામે IPCની કલમ 394, 452, 342, 114, 135 (1) મુજબ FIR દાખલ કરી છે.ઉલ્લેખનીય છે કે લૂંટની રકમના આંકડાનો ઉલ્લેખ કર્યા વિના 3 લોકો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જેમાં છરીની અણીએ લૂંટ ચલાવામાં આવી હતી

ભાવનગરમાં કુરીયર મોકલવાનું કહી લૂંટ ચલાવી
હરજીભાઇએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, હું મુળ કુતિયાણાના ગઢવાણા ગામનો વતની છું. પાંચ્ વર્ષથી રાજકોટ રહુ છું અને એકાદ મહિનાથી જ ગોંડલ રોડ પર કુરિયરની ઓફિસ ચાલુ કરી છે. મેં તા ૫/૫ના સવારના નવેક વાગ્યે મારી ઓફીસ ખોલી હતી. સાંજના આશરે સાતેક વાગ્યાની આસપાસ બે અજાણ્યા શખ્સો આશરે ૨૫-૩૦ વર્ષની ઉંમરના મારી ઓફીસ ખાતે આવેલ અને મને પુછેલ કે, 'ભાવનગર એક કુરીયર મોકલવાનું છે, તો મોકલી આપશો?' જેથી મે કહેલ કે તમે પાંચ દસ મીનીટમા આવતા હોય તો કુરીયર મોકલી આપીશ. જેથી આ બંને જણાએ મને કહેલ કે, એક મોટર ભાવનગર મોકલવાની છે જે આશરે આઠ-દસ કીલો વજનની છે તો ચાર્જ શું થશે? આ વાત કર્યા પછી બંને શખ્સો મારી ઓફીસેથી જતા રહ્યા હતાં. આ બંને કયા વાહનમાં આવ્યા હતાં તેની મને ખબર નથી.

પાકીટમાંથી 7 હજાર રૂપિયા પણ લૂંટી લીધા
વધુમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે,ત્યારબાદ દસેક મીનીટ બાદ એ બંને ફરીથી મારી ઓફીસ ખાતે આવેલ અને મને કહેલ કે, અમારે પાર્સલ ભાવનગર મોકલવાનુ હતું તે કેન્સલ થયેલ છે અને હવે આવતીકાલે મોકલવાનું છે...તેમ વાતચીત ચાલુ હતી તે દરમ્યાન ત્રીજો એક અજાણ્યો આશરે ૨૫-૩૦ વર્ષની ઉમરનો શખ્સ મારી ઓફીસમાં આવેલ અને તેણે તુરત જ મારી ઓફીસનું શટર બંધ કરી દિધેલ અને નેફામાંથી છરી કાઢી મને કહેલ કે 'અવાજ કરતો નહી ચુપચાપ બેસી રેહેજે. એ દરમિયાન પહેલા આવેલા બે શખ્સોમાંથી પણ એક શખ્સે નેફા માંથી છરી કાઢી મને પેટના ભાગે રાખી કહેલ કે, 'તારી પાસે જેટલા પૈસા હોય તે અમને આપી દે'. જેથી મે કહેલ કે મારી પાસે કોઇ પૈસા નથી. આ ત્રણેયમાંથી એક શખ્સે મને એક તમાચો મારી મારા ખીસ્સામાંથી પાકીટ કાઢી લીધેલ અને તેમાંથી આશરે રોકડા રૂ. 7,000 જેટલા હતા તે કાઢી લીધા હતા

અન્ય સમાચારો પણ છે...