• Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • In Rajkot, A Case Has Been Registered Against 5 Persons For Making Bogus Documents In The Name Of The Deceased And Committing Fraud Of Rs 35 Lakh.

લેન્ડ ગ્રેબિંગ:રાજકોટમાં મૃતકના નામે બોગસ દસ્તાવેજ બનાવી 35 લાખની છેતરપીંડી આચરનાર 5 શખ્સો સામે લેન્ડ ગ્રેબિંગ હેઠળ ગુનો દાખલ, 3ની કરી ધરપકડ

રાજકોટ4 મહિનો પહેલા
પોલીસે ગુનો દાખલ કરી આરોપીઓની ધરપકડ કરી
  • 2001માં મુત્યુ પામેલા વ્યક્તિની બોગસ સહીઓ કરી જમીન પચાવી પાડી

રાજકોટમાં ફરી લેન્ડગ્રેબિંગની ફરિયાદ સામે આવી છે. જેમાં ફરિયાદી પિતા 2001માં મુત્યુ પામ્યા હતા તેમની માલિકીની મોટા મવા ગામમાં આવેલી કિંમતી જમીન પચાવી બોગસ દસ્તાવેજ બનાવી 35 લાખની છેતરપિંડી આચરનાર 5 શખ્સો સામે તાલુકા પોલીસમાં લેન્ડ ગ્રેબિંગ હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જે અન્વયે પોલીસે ગુનો દાખલ કરી 3 આરોપીઓની ધરપકડ કરી છે.

લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો દાખલ
રાજકોટ તાલુકા પોલીસે નાના મવા રોડ પર ગોવિંદ પાર્ક-1 પંચશીલ કોમ્પલેક્ષ ફલેટ નં. 301 માં રહેતાં મુળ ઉપલેટાના સાજડીયાળી ગામના વતની કાંતિભાઇ ભુરાભાઇ બાણગોરીયાની ફરિયાદ પરથી પોપટપરા રઘુનંદન સોસાયટી પોસ્ટ ઓફિસ સામે શિવ લહેરી ખાતે રહેતાં મિલન ખોડાભાઇ મકવાણા, દોલુભા દેવાભા સુમાણીયા, જીતેન્દ્ર રમેશભાઇ ગજેરા,હરસુખભાઇ મગનલાલ તથા ફરિયાદી કાંતિભાઇના પિતાજી ભુરાભાઇ ભાણજીભાઇનું ખોટુ નામ ધારણ કરનાર શખ્સ સામે IPCની કલમ 465, 467, 468, 471, 406, 419, 420, 120-બી તેમજ લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને ત્રણ શખ્સોની ધરપકડ કરી છે.

પોલીસે ગુનો દાખલ કરી આરોપીઓની ધરપકડ કરી
પોલીસે ગુનો દાખલ કરી આરોપીઓની ધરપકડ કરી

પિતાની ખોટી બોગસ સહીઓ કરી જમીન પચાવી પાડી
આ અંગે કાંતિભાઇ પટેલે ફરિયાદમાં જણાવ્યા મુજબ તેમના પિતા ભુરાભાઇ માણજીભાઇ બાણુગોરીયાની માલિકીનો પ્લોટ રાજકોટ તાલુકાના મોટા મવા ગામ ખાતે આવેલ છે. તેમના પિતાનું તારીખ 21 નવેમ્બર 2001ના રોજ અવસાન થયું છે. આમ છતાં આરોપીઓએ એકસંપ કરી પુર્વયોજીત કાવત્રુ રચી કોઇ અન્ય વ્યકિતને ભુરાભાઇ ભાણજીભાઇ પટેલનું નામ ધરાણ કરાવી મારા પિતાની ખોટી બોગસ સહીઓ કરી અમારી મોટા મવાની જમીનનો પ્લોટ પચાવી પાડવા તેનો વેંચાણ દસ્તાવેજ ઉભો કરી મિલન મકવાણના નામે કરી અપાયો હતો. જેમાં સાક્ષી તરીકે મારા પિતાની ખોટી ઓળખ દોલુભા સુમાણીયા, જીતેન્દ્ર ગજેરાએ આપી સાક્ષીમાં સહઓ કરી હતી.

ફાઈલ તસ્વીર
ફાઈલ તસ્વીર

35 લાખની છેતરપીંડી કરી
આ ઉપરાંત યુએલસીના સોંગદનામામાં હરસુખભાઇ મગનલાલે મારા પિતાની ખોટી ઓળખ આપી એકબીજાને મદદ કરી બોગસ દસ્તાવેજ ઉભો કરી લીધો હતો. તેમજ આ બોગસ દસ્તાવેજનો ખરા તરીકે ઉપયોગ કરી રાજીબેન દિલીપભાઇ ગોઢાણીયાને વેંચાણ દસ્તાવેજ 24-01-2019 ના રોજ કરી આપી રૂપિયા 35 લાખ તેમની પાસેથી મેળવી લઇ છેતરપીંડી વિશ્વાસઘાત કર્યો છે.