રાજકોટના મોરબી રોડ પર રાધા મીરા પાર્કમાં રહેતા કૈંલાશભાઇ અવચરભાઇ રામોલીયા (ઉ.વ.49)એ ફરિયાદમાં દેવજીભાઈ છત્રોલા તેમનો પુત્ર વિમલ અને મનસુખ છત્રોલાનું નામ આપતા બી ડીવીઝન પોલીસમાં મનીલેન્ડ એકટ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
10 લાખ 2% વ્યાજે લીધા
કૈલાશભાઈએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, હું હાલમાં નિવૃત જીવન કે ગાળુ છુ. મને કેન્સરની બીમારી છે તથા મને છેલ્લા એકાદ માસ પહેલા મને પેરેલીસનો એટેક આવ્યો છે. જેની સારવાર હાલમા ચાલુમા છે. વર્ષ 2017 મા આસ્થા હોસ્પીટલની પાસે શક્તિ કાસ્ટીંગ નામની પેઢી ચલાવતો હતો અને તે વખતે મારે ધંધામા પૈસાની જરૂરીયાત ઉભી થતા મે દેવજીભાઇ રૂગનાથભાઇ છત્રોલા પાસેથી મે રૂ.10 લાખ 2% વ્યાજના દરે લીધેલ હતા. આ પૈસા દેવજીભાઇ મને મારી પેઢીએ આપી ગયા હતા. તે વખતે મારી પેઢી ઉપર મારા મીત્ર લલીતભાઇ અજાણી તથા ભાવેશભાઇ સાવકીયા હાજરમા હતા.
ત્રણ કોરા ચેક આપી દીધા
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, દેવજીભાઇ છત્રોલાએ મારી પાસેથી સીક્યોરીટી માંગેલ જેથી મે તેઓને કોટક મહીંદ્રા બેંક જામનગર બ્રાંચના ત્રણ કોરા ચેક આપેલ હતા. જે ત્રણેય ચેકમા મારી સહીઓ કરેલ હતી.આ નાણાંનું વ્યાજ હુ દેવજીભાઇ છત્રોલાને રેગ્યુલર પ્રકાશભાઈ મકનભાઇ ગડારા મારફતે આપતો હતો. અને આ રૂપીયાનુ વ્યાજ મે રૂ.7,00,000 જેટલુ આપી દીધેલ હતું.
નહી તો પેનલ્ટી ભરવી પડશે
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ત્યાર બાદ મને મોઢાનું કેન્સર થયેલ અને મારે દવાખાના વધુ ખચોં થયેલ જેથી હુ આ દેવજીભાઇ છત્રોલાને સમયસર વ્યાજ આપી શક્યો નહી. આ દેવજીભાઇ છત્રોલા તથા તેમનો દીકરો વીમલ છત્રોલા મારી પાસે વ્યાજના પૈસાની ઉઘરાણી કરતા હતા.તેઓ મને કહેતા હતા કે તમે જો સમયસર વ્યાજ નહી ભરો તો તમારે પેનલ્ટી પણ ભરવી પડશે. જેથી હું તેને કહેતો હતો કે તમે લોકો થોડો સમય રોકાય જાવ હાલમા મારે દવા ચાલુ છે અને મારી આર્થીક પરીસ્થીતી પણ સારી નથી.બાદ દેવજીભાઇ છત્રોલા તથા તેમનો દીકરો વીમલ છત્રોલા મારી ઘરે આવેલા અને અમને કહેલ કે તમે લોકો અમારા વ્યાજના તથા મુદલ રકમ આપી દો તે વખતે મારી ઘરે મારી પત્ની ઇદુબેન તથા દીકરો ભાર્ગવ તથા દીકરી ભુમી ઘરે હાજર હતા.
કટકે કટકે 11 લાખ ચૂકવ્યા
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, તે વખતે મે આ લોકોને કહેલ કે મને કેંસર થયેલ છે.તેમને કહ્યું કે હુ મારા મકાન ઉપર લોન કરાવી તમારા પૈસા ચુકવી આપીશ.આ લોકો મારી પાસે પૈસાની પઠાણી ઉઘરાણી કરતા હતા.ત્યારબાદ મે મારા મકાન ઉપર પચ્ચીસ લાખની લોન કરાવેલ અને આ દેવજીભાઇ છત્રોલા તથા તેમના દીકરા વીમલને મે કટકે કટકે રૂ.11 લાખ આપેલ હતા.
2 લાખ આપવાના બાકી છે
વધુમાં તેમણે જણાવ્યું હતું કે,મે આ લોકોને કહેલ કે મે તમને જે ત્રણ કોટક મહીંદ્રા બેંકના ચેક આપેલ છે તે પાછા આપી દો ત્યારે આ દેવજીભાઇ છત્રોલા તથા તેમનો દીકરો વીમલ નાઓએ મને કહેલ કે તમારે હજુ પણ અમને વ્યાજની પેનલ્ટીના રૂ.2 લાખ આપવાના બાકી છે તે આપો તે પછી અમો તમને ચેક પાછા આપશુ.ત્યાર બાદ આ લોકોએ મને મારા ચેક પાછા આપેલ નહીં જેથી મે મારા ખાતાનુ પેમેન્ટ સ્ટોપ કરાવ્યું હતુ. આ અંગે હાલ પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.
કોર્ટમા કેસ કર્યો
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આ દેવજીભાઇના છોકરા વીમલભાઇ એ મને ફોનમા મેસેજ કર્યો છે કે તમે મને પૈસા આપસો કે કેમ નહીતર હું તમે આપેલ ચેક બેંક મા નાખી રીટર્ન કરાવીશ તેવી ધમકી આપેલ હતી. બાદ 2022 એપ્રીલ માસમા દેવજીભાઇ છત્રોલા ના નાના ભાઇ મનસુખભાઇ છત્રોલાએ મારો એક ચેક જેમા રૂપીયા 4,90,000 જેટલી રકમ ભરી ચેક મારા ખાતામા નાખેલ પરંતુ મે મારા ખાતાનુ પેમેન્ટ સ્ટોપ કરાવેલ હોઇ જેથી ચેક રીટર્ન થયેલ હતો. અને મારા વીરુધમા આ મગનભાઇ રૂગનાથભાઇ છત્રોલા એ મારા ઉપર જામનગર કોર્ટમા નેગોસીયેબલ કેસ કરાવેલ હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.