બળાત્કાર:રાજકોટમાં બે સંતાનના પિતાએ ફ્રીમાં ચોકલેટ આપી સગીરાને પ્રેમજાળમાં ફસાવી, દુષ્કર્મ આચરી કહ્યું- તું 18 વર્ષની થઈશ ત્યારે તારી સાથે લગ્ન કરીશ

રાજકોટ9 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
  • વેપારીએ પોતાના ઘરે ભાડુઆત તરીકે રહેતા સગીરાના મામીના ઘરે જ દુષ્કર્મ આચર્યું

રાજકોટના પરસાણાનગરમાં રહેતા અને મોચી બજારમાં દુકાન ધરાવતા પરિણીત વેપારીએ 16 વર્ષની સગીરા પર દુષ્કર્મ આચર્યાનું ફરિયાદ નોંધાઈ છે. વેપારીએ દુકાને વસ્તુ લેવા આવતી 16 વર્ષની સગીરાને મફતમાં ડેરી મિલ્ક આપી તેની સાથે મિત્રતા કેળવી હતી. બાદમાં વેપારીના મકાનમાં ભાડે રહેતા સગીરાના મામીના ઘરે બોલાવી તેની સાથે દુષ્કર્મ ગુજારતા એ ડિવીઝન પોલીસમાં ભોગ બનનારની માતાએ ફરીયાદ નોંધાવી છે. ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી વેપારીની ધરપકડ કરી વધુ તપાસ શરુ કરી છે. દુષ્કર્મ આચરી વેપારીએ સગીરાને કહ્યું હતું કે, તું 18 વર્ષની થઇ જઇશ ત્યારે હું તારી સાથે લગ્ન કરી લઇશ.

વેપારી મોચી બજારમાં દુકાન ધરાવે છે
પ્રાપ્ત વિગત મુજબ રાજકોટના મોચી બજારમાં રહેતા પરિવારની 16 વર્ષની સગીર વયની પુત્રી ઉપર મોચી બજારમાં દુકાન ધરાવતા અને પરસાણા નગરમાં રહેતા બે સંતાનોના પિતા પારસ ભરતભાઈ બેડીયા નામના વેપારીએ દુષ્કર્મ ગુજાર્યું હોવાની ફરિયાદ નોંધાઈ છે.

તું 18 વર્ષની થઈશ ત્યારે હું તારી સાથે લગ્ન કરી લઇશ તેવું વેપારીએ કહ્યું હતું
ફરિયાદમાં ભોગ બનનારની માતાએ જણાવ્યું હતું કે, તેમના વિસ્તારમાં ફરસાણની દુકાન ધરાવતા પારસનો પરિચય પુત્રી સાથે થયા બાદ પુત્રી જ્યારે પારસની દુકાને વસ્તુ લેવા જતી ત્યારે તે ડેરી મિલ્ક ફ્રિમાં આપતો અને આ રીતે તેને પુત્રી સાથે પરિચય કેળવી તેનો મોબાઈલ નંબર મેળવી વાતો શરુ કરી હતી. પારસે સગીરાને કપડા લઇ દેવાની લાલચ આપી પોતે પરિણીત હોય તેને સગીરવયની પુત્રીને તું 18 વર્ષની થઈશ ત્યારે હું તારી સાથે લગ્ન કરી લઇશ તેમ જણાવી તેની સાથે પ્રેમસંબંધ બાંધી પારસે સગીરાની મામી કે જે પારસના ઘરે ભાડેથી રહે છે તેના ઘરે બોલાવી તેની સાથે દુષ્કર્મ ગુજાર્યું હતું.

એ ડિવીઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી (ફાઇલ તસવીર).
એ ડિવીઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી (ફાઇલ તસવીર).

સગીરાએ થોડો સમય આ વાત ઘરે પરિવાજનોને જણાવી ન હતી
ભોગ બનનાર સગીરાએ થોડો સમય આ વાત ઘરે પરિવાજનોને જણાવી ન હતી. બાદમાં સગીરાએ સમગ્ર હકીકત જણાવતા પરિવાજનો ચોંકી ગયા હતા અને આ મામલે એ-ડિવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવતા પી.આઈ. સી.જી.જોશી અને તેમની ટીમે આ પ્રકરણમાં ગુનો નોંધી મોચી બજારમાં દુકાન ધરાવતા અને પારસાણાનગરમાં રહેતા બે સંતાનોના પિતા પારસની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...