તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:રાજકોટમાં 3.9 કરોડના દારૂ પર બુલડોઝર ફેરવી દેવાયું

રાજકોટ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

થર્ટી ફર્સ્ટની ઉજવણીના નામે પ્યાસીઓ મહેફિલ માણવા માટે અનેક ‘ખેલ’ કરતા હોય છે ત્યારે વર્ષના અંતિમ દિવસની પૂર્વ સંધ્યાએ રાજકોટ પોલીસે રૂ.3.09 કરોડના દારૂ-બિયરના જથ્થા પર બુલડોઝર ફેરવી દીધું હતું. રાજકોટ શહેર પોલીસે છેલ્લા છ મહિનામાં પ્રોહિબિશનના 502 કેસ કરીને રૂ.3,09,13,880ની કિંમતની 78646 દારૂ-બિયરની બોટલ જપ્ત કરી હતી.

આ ત્રણ કરોડથી વધુના દારૂ-બિયરના જથ્થાનો નાશ કરવા માટે પોલીસે મંજૂરી મેળવી બુધવારે સોખડા નજીક સરકારી ખરાબામાં તમામ દારૂ-બિયરનો જથ્થો રાખી તેના પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. દારૂ-બિયરના કરોડોના જથ્થાનો નાશ ડીસીપી ઝોન-2 મનોહરસિંહ જાડેજા અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ ચરણસિંહ ગોહિલના સુપરવિઝન હેઠળ કરવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

    વધુ વાંચો