આપઘાત:રાજકોટમાં વેપારીઓએ ઘડામણ માટે 2 કિલોથી વધુ સોનું આપ્યા બાદ બંગાળી કારીગરે ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો

રાજકોટ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સોની બજારમાં બોધાણી શેરીની દુકાનમાં જ ગળાફાંસો ખાધો, વેપારીઓના શ્વાસ અધ્ધર
  • સોની વેપારીઓનો પોલીસ પર આક્ષેપ,'દુકાનની તિજોરીમાંથી પોલીસે સોનાના માલના પડીકા કાઢી લીધા'

રાજકોટ શહેરની સોની બજારમાં બંગાળી કારીગરના આપઘાત બાદ અફરાતફરી જેવો માહોલ સર્જાયો છે, કારણકે, મૃતક બંગાળી કારીગર પાસે સોની વેપારીઓનું બે કિલો સોનું ઘડામણ માટે આપેલું હતું. જેમાં પોલીસે તિજોરી ખોલાવી પંચનામું કરતા સૌ સોની વેપારીઓ પોતાનું સોનું પરત લેવા પહોંચ્યા હતા. પરંતુ સોનું અપાયું નહોતું જેથી મામલો ઉગ્ર બન્યો હતો.

અન્ય કારીગરો પણ કામ કરતા હતા
પ્રાપ્ત વિગત મુજબ ગઇકાલે સોની બજારની બોધાણી શેરીમાં સોનાના ઘરેણા બનાવવાનું મજુરી કામ કરતા મૂળ પશ્ચિમ બંગાળના કારીગર સાયન સુનિલભાઇ દુર્લની એ પોતાની દુકાનમાં જ રાત્રીના સમયે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. મૃતકને સંતાનમાં એક દીકરી છે. અમને પરિવાર સાને સાયન વર્ષોથી રાજકોટમાં જ રહેતો હતો. તેની દુકાનમાં અન્ય કારીગરો પણ કામ કરતા હતા.

દુકાનમાં સોની વેપારીઓનું કરોડોનું સોનું પડયું હતું
બનાવની જાણ થતા જ એ ડીવીઝન પોલીસ મથકના પીએસઆઇ જે.એમ. ભટ્ટ સહિતના અધિકારીઓ દોડી ગયા હતા અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. આ તરફ બંગાળી કારીગરની દુકાનમાં સોની વેપારીઓનું કરોડોનું સોનું પડયું હોવાની વાત વાયુ વેગે પ્રસરી જતા રાત્રે જ પોલીસ સ્ટાફ ફરી બંગાળી કારીગરની દુકાને આવી હતી.

આ ઘટનાએ સોની બજારમાં ભારે ચર્ચા જગાવી
આ તમામ ઘટના અંગે સોની આગેવાનોએ જણાવ્યા મુજબ પોલીસે કોઇ પંચો કે સોની આગેવાનોને બોલાવ્યા વગર જ મૃતક બંગાળી કારીગરની દુકાનમાં રહેલી તિજોરી ખોલી તેમાંથી સોનાના માલના પડીકા બહાર કાઢી લીધા હોવાનો આક્ષેપ કર્યો છે. આ ઘટનાએ સોની બજારમાં ભારે ચર્ચા જગાવી છે. ઉપરાંત સોની વેપારીઓને વિશ્વાસમાં લીધા વગર જ તિજોરીમાંથી સોનું કાઢવાની કામગીરી થઇ હોવાનો આરોપ પણ સોની વેપારીઓ લગાવી રહયા છે.

માલ પરત લેવા સોની વેપારીઓના પ્રયાસ
બનાવને પગલે ગત રાત્રે કોઠારીયા પોલીસ ચોકી ખાતે સોની આગેવાનો અને વેપારીઓ એકત્ર થયા હતા. અને થોડો હંગામો થયો હતો. આજે પણ બપોરના સમયે વેપારીઓ એકત્ર થયા હતા. સોની આગેવાનોના આક્ષેપ મુજબ પોલીસ આ રીતે કારીગરની તિજોરીમાંથી સોનાના પડીકા કાઢી કબ્જે કરી શકે નહીં. બંગાળી કારીગરને ઘરેણા ઘડવા માટે 10 થી વધુ વેપારીઓએ સોનું આપ્યું હોવાનું અત્યાર સુધીમાં સામે આવી ચુકયૂં છે. હજુ વેપારીઓની સંખ્યા વધી શકે છે. જોેકે, આ સોનું પરત લેવા સોની વેપારીઓ પ્રયાસ કરી રહયા છે.

અન્ય સમાચારો પણ છે...