પેરન્ટસ એલર્ટ:રાજકોટમાં 4 વર્ષના બાળકના નાકમાં ઊંડે મેટલનો બોલ્ટ ફસાયો, માતા-પિતાના શ્વાસ અધ્ધર થઈ ગયા, ડોકટરે ઓપરેશન વગર બોલ્ટ કાઢ્યો

રાજકોટ15 દિવસ પહેલા
  • વાલીએ બાળકનું ધ્યાન રાખવું જોઈએ, બોલ્ટ સરકીને ગળામાં ફસાય જાય તો બાળકનું મૃત્યુ પણ થઈ શકે છે : ડો હિમાંશુ ઠક્કર

રાજકોટમાં 4 વર્ષીય બાળકના નાકમાં મેટલ બોલ્ટ ફસાયો હતો, જેને પગલે શહેરની એક ખાનગી હોસ્પિટલના તબીબે નાકમાં દૂરબીન વડે મેટલ બોલ્ટ શોધી બહાર કાઢી બાળકને દર્દમુક્ત કર્યો છે. મહત્ત્વની વાત એ છે કે આ જટિલ સર્જરી કોઇપણ જાતના ચહેરા પર વાઢકાપ વિના નાકના છીદ્રોમાંથી દૂરબીન દ્વારા મેટલ બોલ્ટને બહાર કાઢ્યો હતો.

તબીબે વાઢકાપ વિના નાકના છીદ્રોમાંથી દૂરબીન દ્વારા મેટલ બોલ્ટને બહાર કાઢ્યો.
તબીબે વાઢકાપ વિના નાકના છીદ્રોમાંથી દૂરબીન દ્વારા મેટલ બોલ્ટને બહાર કાઢ્યો.

તરત મેટલ બોલ્ટ કાઢવાનો પ્રયત્ન કર્યો
આ અંગે તબીબી ડો હિમાંશુ ઠક્કરે જણાવ્યું હતું કે મારી પાસે 4 વર્ષીય મોહિત જોશી નામના બાળકનો કેસ આવ્યો હતો, જેણે ઘરે રમતાં-રમતાં જમણી બાજુ નાકમાં મેટલ બોલ્ટ નાખી દીધો હતો. બાળકનાં માતા-પિતા જ્યારે મારી પાસે આવ્યાં એ સમયે તાત્કાલિક તપાસ કરી તો માલૂમ પડ્યું કે મેટલ બોલ્ટ નાકના ઊંડે ફસાઈ ગયો હતો, તેથી મેં કોઈપણ જાતનો વિલંબ કર્યા વિના બાળકને ઓપરેશન થિયેટરમાં લઇ દૂરબીન વડે નાકમાં જમણી બાજુ ફસાયેલા મેટલ બોલ્ટને દૂરબીન વડે ગણતરી ન મિનિટોમાં જ કાઢી આપ્યો હતો.

ડો.હિમાંશુ ઠક્કર.
ડો.હિમાંશુ ઠક્કર.

લોહી નીકળવાની સમસ્યા પણ ઉત્પન્ન થઈ હોત
તેમણે વધુમાં જણાવ્યું હતું કે મારી દરેક વાલીને અપીલ છે કે બાળકોનું ધ્યાન રાખો, આ કેસની વિકટ પરિસ્થિતિ એ હતી કે બાળકની ઉમર માત્ર 4 વર્ષ છે. નાકની ખૂબ જ સાંકડી જગ્યામાં ઊંડે ફસાયેલા મેટલ બોલ્ટ જો સરકીને ઊતરી જાય તો એ શ્વાસ નળીમાં ફસાય જાય અને જીવનું જોખમ ઊભું થાય. આ ઉપરાંત બોલ્ટને કાઢતી વખતે નાકમાંથી લોહી નીકળવાની સમસ્યા પણ ઉત્પન્ન થઈ હોત.

અન્ય સમાચારો પણ છે...