• Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • In Rajkot, A 15 year old Boy Was Admitted To The Hospital With Abdominal Pain, Diarrhea And Vomiting, And Tested Positive For HIV.

અજીબ કિસ્સો:રાજકોટમાં 15 વર્ષના તરુણને પેટમાં દુઃખાવો, ઝાડા-ઊલટી થતાં હોસ્પિટલમાં દાખલ થયો, તપાસ કરતા HIV પોઝિટિવ નિકળ્યો

રાજકોટ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • તરુણની સારવાર કરી રહેલા ડોક્ટર્સ પણ ચોંકી ઉઠ્યા

રાજકોટમાં આજે એક અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક 15 વર્ષીય તરુણને છેલ્લા ચાર-પાંચ દિવસથી પેટમાં દુઃખાવો, ઝાડા-ઊલટીની તકલીફ અને વજનમાં ઘટાડો થતાં તેને શહેરની વોકહાર્ટ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં તેનો ટેસ્ટ કરતા તરુણ HIV પોઝિટિવ નિકળ્યો હતો. જેથી તરુણની સારવાર કરી રહેલા ડોક્ટર્સ પણ ચોંકી ઉઠ્યા હતા.

પિતા પણ HIV પોઝીટીવ
આ અંગેવોકહાર્ટ હોસ્પિટલના નિષ્ણાત ગેસ્ટ્રોએન્ટ્રોલોજીસ્ટ ડો.પ્રફુલ કમાણીએ દિવ્યભાસ્કરને જણાવ્યું હતું કે, આ બાળકનો રિપોર્ટ પોઝીટીવ આવ્યા બાદ તેના પિતાનો પણ રિપોર્ટ જોયો હતો. જેમાં તેઓને HIV પોઝીટીવ હોવાનું જાણવા મળતા બાળકને વારસાગત હોવાનું સામે આવ્યું છે. જો કે આ સિવાય અન્ય કોઈપણ કારણ છે કે નહીં તે અંગે તપાસ કરવામાં આવી રહી છે.

ફાઈલ તસ્વીર
ફાઈલ તસ્વીર

તરુણ લાંબાસમયથી પેટની બિમારીથી પીડાતો હતો
ઉલ્લેખનીય છે કે મૂળ સુરત રહેતા તરુણ લાંબા સમયથી પેટની બિમારીથી પીડાતો હતો. અનેક તબીબો પાસે સારવાર કરાવ્યા બાદ પણ તેનું સચોટ નિદાન થયું ન હતું તેથી તેને વોકહાર્ટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં તેને ગેસ્ટ્રોએન્ટ્રોલોજીસ્ટ ડો.પ્રફુલ કમાણી પાસે લાવવામાં આવ્યો હતો. ડો.કામાણીએ બાળકના અન્ય રિપોર્ટની સાથે સાથે HIV નો રિપોર્ટ કરાવતાં તે રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો. જે નિહાળીને તેઓ પણ ચોંકી ઉઠ્યા હતા.