તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
રાજકોટમાં કોરોનાના કેસની સંખ્યા સતત ઘટી રહી છે અને જેથી દૈનિક કેસનો કુલ આંક 100ની નીચે આવી રહ્યો છે. મંગળવારે પણ શહેર અને ગ્રામ્ય વિસ્તાર બંને સહિત નવા કુલ કેસ 91 જ આવ્યા છે. શહેરી વિસ્તારમાં 67 અને ગ્રામ્ય વિસ્તારમાં 24 કેસ આવ્યા છે. શહેરમાં કેસની સંખ્યામાં વધઘટ થઈ રહી છે જ્યારે ગ્રામ્યમાં 20થી 30ની વચ્ચે કેસ નોંધાઈ રહ્યા છે.
હાલની સ્થિતિએ રાજકોટ જિલ્લામાં કુલ કોરોના કેસની સંખ્યા 19793 થઈ છે અને સપ્તાહ પૂરું થતા પહેલા 20000 સુધી પહોંચી જાય તેવી શક્યતા છે. બીજી તરફ કેસની સંખ્યા ઘટવાની સામે ડિસ્ચાર્જ રેશિયો વધી રહ્યો છે. હાલ રાજકોટ શહેરના 377 અને ગ્રામ્ય વિસ્તારના 222 સહિત કુલ 599 દર્દી સારવાર હેઠળ છે. તંત્રે જાહેર કરેલા આંક મુજબ મંગળવાર સવારની સ્થિતિએ રાજકોટમાં 3 દર્દીનાં મોત નીપજ્યા છે. સોમવારે જે 3 દર્દીનાં મોત નીપજ્યા હતા તેમાંથી 1 દર્દીનાં મોત પાછળ કોવિડ કારણભૂત હોવાનું ડેથ ઓડિટ કમિટીએ રિપોર્ટ આપ્યો છે.
રાજકોટ શહેરમાં હાલ 43 એકટિવ માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોન છે. તેમાં આનંદ પાર્ક મોરબી રોડ, સ્વાતિ પાર્ક કોઠારીયા રોડ, મેઘમાયાનગર નાના મૌવા રોડ, ખોડીયાર સોસાયટી સહકાર મેઈન રોડનો પણ સમાવેશ થાય છે. બીજી તરફ ગ્રામ્ય વિસ્તારમાં 96 ઝોન છે જેમાં ગોંડલ, જેતપુર, ઉપલેટા, જામકંડોરણાના અમુક વિસ્તારો ઉમેરાયા છે.
પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.