• Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • In Rajkot, 87% Of Black Fungus Patients Who Had Coronary Heart Disease, 62% Were Treated At A Private Covid Hospital; 63% Were Given Steroids

ભાસ્કર બ્રેકિંગ:રાજકોટમાં બ્લેક ફંગસના 87% દર્દીને કોરોનો થયો હતો; તેમાંથી 62%એ ખાનગી કોવિડ હોસ્પિટલમાં સારવાર કરાવી હતી, જ્યાં બેફામ સ્ટિરોઇડ અપાયું હતું

રાજકોટ8 મહિનો પહેલાલેખક: ઈમરાન હોથી
  • કૉપી લિંક
78 ટકા મ્યુકોરમાઇકોસિસના દર્દીઓ કો-મોર્બિડિટી ધરાવતા છે, જેમાંથી 71 ટકાને ડાયાબિટીસ. - Divya Bhaskar
78 ટકા મ્યુકોરમાઇકોસિસના દર્દીઓ કો-મોર્બિડિટી ધરાવતા છે, જેમાંથી 71 ટકાને ડાયાબિટીસ.
  • રાજકોટમાં મ્યુકોરમાઇકોસિસના 680 દર્દીની કેસ હિસ્ટ્રી સિવિલ હોસ્પિટલના તબીબોએ મેળવતાં ચોંકાવનારી હકીકત બહાર આવી
  • ખાનગી હોસ્પિટલમાં સ્ટિરોઇડના બેફામ ઉપયોગનો વધુ એક પુરાવો સામે આવ્યો
  • સિવિલમાં મર્યાદિત જ ઉપયોગ થતાં એની સંખ્યા ઓછી
  • 55 ટકા દર્દીને ઓક્સિજન અપાયો નથી, જે સાબિત કરે છે કે જેમને ઓક્સિજનની જરૂર ન પડી તેમને પણ સ્ટિરોઇડ અપાયાં

રાજકોટમાં હાલમાં સ્થિતિ એવી છે કે સિવિલ હોસ્પિટલમાં કોરોના કરતાં મ્યુકોરમાઇકોસિસના દર્દીઓ સૌથી વધુ દાખલ છે. મ્યુકોરમાઇકોસિસ થવા પાછળનાં કારણોમાં કોરોનાની સારવાર દરમિયાન સ્ટિરોઈડનો બેફામ ઉપયોગ મોટા ભાગના કેસમાં જવાબદાર છે એવું બહાર આવી રહ્યું હતું. આખરે કોણે દર્દીઓને મર્યાદા કરતાં વધુ સ્ટિરોઈડ આપ્યાં, ખરેખર સ્થિતિ શું છે એ જાણવા સિવિલ હોસ્પિટલના તબીબોને સાથે રાખીને કરાયેલા સરવેમાં બહાર આવ્યું છે કે રાજકોટ સિવિલમાં દાખલ મ્યુકોરમાઇકોસિસના 680 દર્દીમાંથી 61 ટકા કોરોનાની સારવાર માટે કોવિડ હોસ્પિટલમાં દાખલ હતા. આ દર્દીઓ પૈકી 62 ટકા ખાનગી, જ્યારે 38 ટકા સિવિલમાં હતા.

ખાનગી હોસ્પિટલોએ બેફામ સ્ટિરોઇડ આપ્યાં
રાજકોટ શહેરની તમામ ખાનગી હોસ્પિટલ ભેગી થાય તેટલાં બેડ એક સિવિલ હોસ્પિટલમાં હતા છતાં ત્યાં સારવાર લેનારને મ્યુકોરમાઇકોસિસ થયા એના કરતાં બમણા ખાનગી હોસ્પિટલમાં થયા છે, જે સાબિત કરે છે કે ખાનગીમાં બેફામ સ્ટિરોઈડ અપાઈ રહ્યાં છે. દર્દીઓએ પહેલા કોરોનાની સારવાર માટે લખલૂંટ ખર્ચ કર્યા અને હવે તે પૈકીના જ અમુક કાળી ફૂગથી પીડિત છે. 39 ટકા દર્દી હોમ આઈસોલેશનમાં હતા અને મ્યુકોરમાઇકોસિસનો ચેપ લાગ્યો છે, જોકે ઘણા લોકોએ કોઇ ને કોઈ ખાનગી હોસ્પિટલ પાસે માર્ગદર્શન લીધાનું કહ્યું હતું. આ પરથી સ્પષ્ટ થાય છે કે ખાનગી હોસ્પિટલમાં કોરોનાની સારવાર અંગેના પ્રોટોકોલની તપાસ જરૂરી છે, નહીંતર દર્દીઓ વધુ ને વધુ પિસાતા જશે.

કોરોનાની સારવાર પદ્ધતિમાં તફાવત
સિવિલ હોસ્પિટલ

  • પોઝિટિવ આવ્યાના સપ્તાહ બાદ ઓક્સિજન ઘટે તો સ્ટિરોઈડ આપવું
  • સ્ટિરોઈડનું પ્રમાણ 8 એમજી દિવસમાં ત્રણ વખત
  • ધીરે ધીરે આ પ્રમાણ ઘટાડીને દિવસમાં એક વખત આપવું
  • 8 દિવસ સુધી સ્ટિરોઈડની આ સારવાર ચાલુ રહે
  • ડેક્સામેથાઝોન સ્ટિરોઈડ વપરાય છે, કિંમતમાં સસ્તું
  • એજિથ્રોમાઈસિન, પેરાસિટામોલ જરૂર પડ્યે
  • મલ્ટીવિટામિન અને ઝિંક નિયમિત
  • સ્ટિરોઈડની સાથે એસિડિટીની ટેબ્લેટ

ખાનગી હોસ્પિટલ

  • ડેક્સામેથાઝોનને બદલે મિથાઈલપ્રેગ્નિસોલોન અપાય, જે ડેક્સા કરતાં અનેકગણું મોંઘું.
  • ક્યાં કેટલો જથ્થો અને કેવી રીતે અપાય એના કોઇ નિયમ નહિ.
  • સ્ટિરોઈડ અંગે એમ.ડી. તબીબનો નિર્ણય પણ ખાનગીમાં એ સિવાયના તબીબો પણ હોસ્પિટલ ચલાવે છે.

જાણો 680 દર્દી પૈકી ક્યા દર્દી કઈ શ્રેણીમાં આવ્યા

  • 61 ટકા દર્દીઓએ કહ્યું હતું, તેઓ કોરોના બાદ દાખલ થયા હતા, જ્યારે 39 ટકાએ કહ્યું ઘરે રહ્યા હતા
  • 62 ટકાએ ખાનગી હોસ્પિટલ તેમજ 38 ટકાએ સિવિલમાં સારવાર લીધી
  • 10 ટકા દર્દી એવા, જેમને કોવિડ પોઝિટિવ આવ્યાના સપ્તાહમાં મ્યુકોરમાઇકોસિસનો ચેપ લાગ્યો
  • 87 ટકા દર્દીઓને કોરોના થયા બાદ મ્યુકોરમાઇકોસિસનો ચેપ લાગ્યો, 15 ટકાને ખબર નથી કોરોના થયો કે નહિ
  • 45 ટકા દર્દીઓને ઓક્સિજનની જરૂર પડી હતી, 55 ટકાએ ઓક્સિજન વગર કોવિડની સારવાર લીધી
  • 63 ટકા દર્દીઓને કોવિડની સારવાર દરમિયાન સ્ટિરોઈડ અપાયાનું કહ્યું
  • 62 ટકા પુરુષ દર્દી, જ્યારે 38 ટકા મહિલા દર્દી મ્યુકોરમાઇકોસિસની સારવાર માટે દાખલ
  • 33 ટકા દર્દીઓની ઉંમર 50થી 60 વર્ષની વચ્ચે છે
  • 79 ટકા દર્દીઓ 40થી 70 વર્ષની વચ્ચેની વય ધરાવે છે

ઓક્સિજન ઘટે તો જ સ્ટિરોઈડ અપાય પણ એ નિયમ ન પાળ્યો
જે દર્દી કોરોનાગ્રસ્ત છે અને એક સપ્તાહ વીતી ગયું છે તેમજ ઓક્સિજનનું લેવલ ઘટી રહ્યું છે તેમને જ સ્ટિરોઈડ આપવાના હોય છે. ઓક્સિજન લેવલ નોર્મલ હોય તો જરૂર નથી. દર્દીઓ પાસેથી માહિતી લેતા 63 ટકાને સ્ટિરોઈડ અપાયાનું કહ્યું હતું. ઓક્સિજનનો પ્રશ્ન પુછાયો ત્યારે 55 ટકાએ ઓક્સિજનની જરૂર ન પડી હોવાનું કહ્યું હતું. આ બંને એકબીજા કરતાં વિરુદ્ધ આંક હોવાથી સ્પષ્ટ થાય છે કે ખાનગી હોસ્પિટલમાં ઓક્સિજન લેવલ ઘટ્યું ન હોય તોપણ સ્ટિરોઈડ આપવાનું ચાલુ કરી દીધું હતું.

અન્ય સમાચારો પણ છે...