તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના મહામારી:રાજકોટમાં માત્ર 8 જ દિવસમાં 85 દર્દી ગંભીર બન્યા, દાખલ થવા સંખ્યા વધી

રાજકોટ5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • 7 નવેમ્બરે 2215 બેડ ખાલી હતા 14મીએ 2130 જ રહ્યા, કેર સેન્ટરના દર્દી અલગ
 • 6 નવેમ્બર સુધી ઘટાડાનો ટ્રેન્ડ રહ્યો ત્યારબાદ ફરીથી કેસમાં ઉછાળો આવ્યો

રાજકોટમાં દિવાળીના એક સપ્તાહ પહેલા કોરોનાના કેસમાં ઘણો ઘટાડો આવ્યો હતો. ખાનગી હોસ્પિટલ ખાલી થઈ રહી હતી તેમજ સિવિલમાં પણ માત્ર 80 દર્દી સારવાર લઈ રહ્યા હતા. સમરસ હોસ્ટેલમાં કાર્યરત હોસ્પિટલમાં દર્દીઓ ન રહેતા બંધ કરાઈ હતી. જો કે ફરીથી દર્દીઓની સંખ્યા વધી રહી હોવાનું હોસ્પિટલમાં ઉપલબ્ધ કોવિડ બેડના આંકડાઓ પરથી બહાર આવ્યું છે.

7 નવેમ્બરની સ્થિતિએ રાજકોટમાં 2215 કોવિડ બેડ ખાલી હતા પણ 14મી સુધીમાં 2130 જ વધ્યા છે એટલે કે માત્ર 7 જ દિવસમાં આવા 85 ગંભીર કેસ આવતા ખાલી બેડની સંખ્યા ઘટી છે. સામાન્ય રીતે ગંભીર દર્દીઓ કરતા હોમ આઈસોલેશનની સંખ્યા ત્રણ ગણી હોય છે જ્યારે કોવિડ કેર સેન્ટરમાં બમણા હોય છે. દિવાળી બાદ આ સંખ્યા હજુ વધે તેવી પૂરી શક્યતા તંત્રે વ્યક્ત કરી છે.

શહેરમાં શનિવારે બપોર સુધીમાં જ કોરોનાના 26 કેસ નોંધાયા
રાજકોટમાં શનિવારે બપોર સુધીમાં જ શહેરમાં કોરોનાના 26 કેસ નોંધાઈ ગયા છે અને રાત સુધીમાં આટલા જ બીજા કેસ આવે તેવી શક્યતા છે. આ સાથે માત્ર શહેરમાં જ કોરોનાના કેસની સંખ્યા 9500ની નજીક પહોંચી છે. દિવાળીના સમયે જ કોરોના કેસની સંખ્યામાં વધારો નોંધાયો છે આ કારણે તબીબી સ્ટાફની રજાઓ રદ કરવામાં આવી છે.

છેલ્લા 4 દિવસથી હોસ્પિટલાઈઝેશનમાં વધારો થયો છે જેથી દિવાળીની રજાઓમાં પણ સિવિલમાં તબીબો ફરજ પર જ રહેશે કારણ કે, આ દિવસો દરમિયાન વધુ પ્રમાણમાં કેસ આવે તેવી શક્યતા ખૂબ છે. દિવાળીની ખરીદી માટે લોકો મોટા પ્રમાણ બજારોમાં એકઠા થતાં કેસ વધી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો