તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
રાજકોટમાં 1 જિલ્લા પંચાયત, 11 તાલુકા અને 1 નગરપાલિકાની ચૂંટણી છે. જેમાં ફોર્મ પરત ખેંચવાની મુદ્દત પૂરી થઈ છે અને ત્યાં સુધીમાં 8 બેઠક બિનહરીફ થઈ છે જેમાં નગરપાલિકાની 3 અને તાલુકા પંચાયતની 5 બેઠક છે. ધોરાજી તાલુકા પંચાયતની ઝાંઝમેર બેઠક પરથી કોંગી ઉમેદવાર હરપાલસિંહ ચુડાસમા બિનહરીફ થયા છે. તેઓનો દાવો છે કે, સામા પક્ષે ફોર્મ ભરનાર તેમનો મિત્ર હતો અને ગામના વડીલોએ તેમને સમજાવતા ફોર્મ પરત ખેંચ્યું છે. અને બેઠક બિનહરીફ થઇ છે.
જામકંડોરણાની 3 બેઠકમાં કોંગ્રેસના દાવેદારો ભાજપમાં ભળી ગયા છે જ્યારે ગોંડલમાંથી પણ એક બેઠક ભાજપને મળી છે. આ સાથે 8માંથી ભાજપને 7 બિનહરીફ મળી છે, જ્યારે 1 પર કોંગ્રેસના ઉમેદવાર બિનહરીફ થયા છે.
જિ.પં.ની 36 બેઠક માટે 111, તાલુકામાં 586 હરીફ
ફોર્મ પરત ખેંચવાની મુદ્દત પૂરી થતા હરીફ ઉમેદવારોની યાદી તૈયાર કરી છે. જિલ્લા પંચાયતમાં 3 અપક્ષોએ ફોર્મ પરત ખેંચતા 36 બેઠક માટે 111 ઉમેદવાર મેદાને છે. 11 તાલુકાઓની પંચાયતો માટે 586 દાવેદાર છે તેમાં 29 દાવેદારે ફોર્મ પરત ખેંચ્યા છે અને 5 બેઠક બિનહરીફ થઈ છે. ગોંડલ પાલિકા માટે 103 ઉમેદવાર છે તેમા પણ 8 ફોર્મ પરત ખેંચાતા 5 બેઠક બિનહરીફ જાહેર કરી છે.
સૌરાષ્ટ્રમાં 27 પાલિકા અને 5 તા.પં.ની બેઠક બિનહરીફ, તમામ ભાજપને ફાળે
ગોંડલ પાલિકામાં વોર્ડ નં.2ની 3 બેઠક અને વોર્ડ નં.7ની 2 બેઠક એમ કુલ 5 બેઠક બિનહરીફ જાહેર થતા ભાજપે 5 બેઠક ચૂંટણી પહેલા પોતાના નામે કરી લીધી છે. જ્યારે દ્વારકા તાલુકા પંચાયતની 4 અને ઓખા નગરપાલિકાના વોર્ડ નં.9ની એક બેઠક બિનહરીફ જાહેર થતા જ તે ભાજપના ફાળે ગઇ છે. તેમજ ઉના નગરપાલિકામાં વોર્ડ નં.1માં ચાર, વોર્ડ નં.3માં બે, વોર્ડ નં. 5માં ચાર, વોર્ડ નં.6માં બે, વોર્ડ નં.7માં એક, વોર્ડ નં.8માં ચાર અને વોર્ડ નં.9માં ચાર મળી કુલ ભાજપના 21 સભ્યો બિનહરીફ જાહેર થયા છે. ત્યારે હવે 36 બેઠકમાંથી હવે માત્ર 15 બેઠક પર જ મતદાન થશે. ટંકારાની સાવડી બેઠક બિનહરીફ જાહેર થઇ છે. આમ સૌરાષ્ટ્રમાં 27 નગરપાલિકા અને તાલુકા પંચાયતની ચાર બેઠક બિનહરીફ જાહેર થઇ છે. આ તમામ બેઠક ભાજપના નામે નોંધાઇ છે.
કઈ બેઠકમાં કોણ બિનહરીફ થયું
સીટ | ઉમેદવાર | પક્ષ |
બરડિયા(જામકંડોરણા) | લીલાબેન ભૂત | ભાજપ |
ચાવંડી(જામકંડોરણા) | વિજય ગઢવી | ભાજપ |
જશાપર(જામકંડોરણા) | મેનાબેન બાબરિયા | ભાજપ |
ઝાંઝમેર(ધોરાજી) | હરપાલસિંહ ચુડાસમા | કોંગ્રેસ |
સુલતાનપુર(ગોંડલ) | મંજુલાબેન ગોંડલિયા | ભાજપ |
ગોંડલ ન.પા. વોર્ડ 2 | અનિતાબેન રાજ્યગુરુ | ભાજપ |
ગોંડલ ન.પા. વોર્ડ 2 | હર્ષદ વાઘેલા | ભાજપ |
ગોંડલ ન.પા. વોર્ડ 7 | પરિતાબેન ગણાત્રા | ભાજપ |
પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.