તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
રાજકોટ મનપાની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે. ત્યારે ગઈકાલે ભાજપ દ્વારા રાજકોટના 18 વોર્ડના 72 ઉમેદવારો જાહેર કરવામાં આવ્યાં છે. જ્યારે કોંગ્રેસના 22 ઉમેદવારો જાહેર કરવામાં આવ્યાં છે. આ તમામ ઉમેદવારોએ આજે બપોર 12.39 વાગ્યે પોતાની ઉમેદવારી નોંધાવી હતી. ભાજપ-કોંગ્રેસની સાથે સાથે આ વર્ષે NCP અને AAP પણ ચૂંટણી મેદાનમાં ઉતર્યુ છે. જેથી આ વખતે ભાજપ, કોંગ્રેસ, આપ અને NCP વચ્ચે ચૂંટણીનો જંગ જામશે.
ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી
ભાજપ દ્વારા ગઇકાલે 18 વોર્ડ માટે પોતાના 72 ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી હતી. આજે ભાજપના 72 ઉમેદવારો બહુમાળી ભવન ચોક ખાતે એકઠા થયા હતા. બાદમાં 12.39 વાગ્યે પોતાનું ઉમેદવારી પત્રક ભર્યુ હતું. જ્યારે કોંગ્રેસ પક્ષ દ્વારા પ્રથમ યાદીમાં 22 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. કોંગ્રેસના 22 ઉમેદવારો ત્રિકોણ બાગ ખાતે એકઠા થયા હતા અને ઉમેદવારી ફોર્મ ભર્યુ હતું.
વિકાસના કામોને આગળ વધારવાનું સપનું છે- પુષ્કર પટેલ
પાર્લામેન્ટ્રી બોર્ડના નિર્ણયથી અનેક સિનિયરોની ટિકિટ કપાય ગઈ છે. ગત ટર્મમાં ચૂંટાયેલા સભ્યો પૈકી માત્ર 12 ઉમેદવારોને રિપીટ કરવામાં આવ્યા છે. ત્યારે પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન અને રિપીટ ઉમેદવાર પુષ્કર પટેલે નિવેદન આપતા કહ્યું કે ગત ટર્મમાં અધૂરા રહી ગયેલા કામ પૂરા કરવા અને વોર્ડ નંબર-9નાં વધુ વિકાસના કામો આગળ વધારવાનું સપનું છે. ગત ટર્મમાં વોર્ડ નંબર-9માં અદ્યતન લાઈબ્રેરી, મહિલાઓ સંચાલિત મહિલાઓ માટે સ્વિમિંગ પુલ, કોમ્યુનિટી હોલ સહિતના કામો કર્યાનો સંતોષ છે. કાર્યકાળ દરમિયાન કાર્પેટ એરિયા મુજબ મિલકત વેરાની વસૂલાત શરૂ કરી દેવાનો પણ આનંદ છે. કોઇ નારાજગી નથી. ભાજપ કાર્યકર્તા બેઝ પાર્ટી છે. હું નહીં તુંની ભાવનાથી તમામ લોકો કામ કરે છે. પરિવર્તન સંસારનો નિયમ છે. કોઇ સિનિયરની જગ્યાએ હું ચૂંટાયો અને મારી જગ્યાએ કોઇ બીજા આવશે.
પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.