તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સોની સમાજની ‘સોનેરી’ પહેલ:રાજકોટમાં વેક્સિનેશનને પ્રોત્સાહન આપવા 702 મહિલાને સોનાની નાકની ચૂંક ભેટમાં આપી, તો 531 ભાઈઓને હેન્ડ બ્લેન્ડર આપ્યું

રાજકોટ9 દિવસ પહેલા
રાજકોટના સોની અરવિંદભાઈ પાટડિયાએ 702 બહેનોને નાકની ચૂંક ભેટમાં આપી છે.
 • બે દિવસ કેમ્પ દરમિયાન વેક્સિનેશન માટે અરવિંદભાઈ પાટડિયાએ અનોખું પ્રોત્સાહન આપ્યું

ફેબ્રુઆરીના અંતથી ફરી એક વખત કોરોનાના કેસની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે કોરોનાના સંક્રમણને રોકવા માટે સરકાર વધારેમાં વધારે લોકોને વેક્સિન આપી રહી છે. એવામાં રાજકોટના સોની સમાજના અરવિંદભાઈ પાટડિયાએ વેક્સિનેશનને પ્રોત્સાહન આપતી એક નવી પહેલ કરી છે. આ વેક્સિનેશન કાર્યક્રમમાં જે મહિલાઓએ વેક્સિન લીધી એ દરેકને સોનાની નાકની ચૂંક ભેટમાં આપી છે. આ સાથે જ ભાઈઓને હેન્ડ બ્લેન્ડરની ભેટ આપવામાં આવી છે.

વેક્સિન લીધા બાદ મહિલાને સોનાની ચૂંક આપી.
વેક્સિન લીધા બાદ મહિલાને સોનાની ચૂંક આપી.

સોની સમાજે વેક્સિનેશન કેમ્પનું આયોજન કર્યું
સોની સમાજે શુક્રવાર અને શનિવાર બે દિવસ વેક્સિનેશન કેમ્પનું આયોજન કર્યું હતું. એમાં લોકોને રસી મુકાયા બાદ એક ખાસ ભેટ પણ આપવામાં આવી હતી. જે પણ મહિલા વૅક્સિન લઈ રહી છે તેને સોનાના દાગીનાની ભેટ આપવામાં આવી હતી, જેમાં મહિલાઓને નાકમાં પહેરવાની સોનાની ચૂંક અને પુરુષોને હેન્ડ બ્લેન્ડર ગિફ્ટમાં આપવામાં આવ્યાં હતાં. બે દિવસ કેમ્પ દરમિયાન અરવિંદભાઇ પાટડિયા દ્વારા કુલ 702 બહેનોને સોનાની ચૂંક ભેટમાં આપવામાં આવી છે, જ્યારે 531 ભાઇને હેન્ડ બ્લેન્ડરની ભેટ આપવામાં આવી હતી.

વેક્સિન લીધા બાદ ભાઈઓને હેન્ડ બ્લેન્ડરની ભેટ આપી.
વેક્સિન લીધા બાદ ભાઈઓને હેન્ડ બ્લેન્ડરની ભેટ આપી.

વેક્સિનેસનને પ્રોત્સાહન આપવા માટે ડિસ્કાઉન્ટની જાહેરાત કરાઈ
હાલ રાજ્ય તથા દેશના અનેક ભાગોમાં કોરોના પોઝિટિવ કેસોમાં ઉછાળો નોંધાયો છે, જેને લઇને હવે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો સતર્ક બની છે અને કોરોનાને નાથવા માટે યુદ્ધના ધોરણે પ્રયાસો શરૂ કરી દેવામાં આવ્યા છે. એક તરફ, સરકાર દ્વારા કોરોનાની વેક્સિન વધુ લોકો સુધી પહોંચાડવા માટે વય મર્યાદા ઘટાડીને 45 વર્ષ કે તેથી વધુ કરી દેવામાં આવી છે અને બીજી તરફ લોકોની ભીડ એકઠી ન થાય એ માટે ટીમો કાર્યરત કરવામાં આવી છે, ત્યારે વડોદરાના વેપારી દ્વારા વેક્સિનેસનને પ્રોત્સાહન આપવા માટે જાહેરાત કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો