• Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • In Rajkot, 7 Drunken Anti social Elements Brutally Attacked With Stones And Pipes, Attempted Murder By Strangulation, Uni. Police Arrived At The Scene

ગર્ભવતી મહિલાનો આક્ષેપ:રાજકોટમાં નશામાં ધૂત 7 અસામાજિક તત્વોએ પથ્થર અને પાઇપથી ઘાતકી હુમલો કર્યો, ગળું દબાવી હત્યાનો પ્રયાસ,યુનિ. પોલીસ ઘટના સ્થળે પહોંચી

રાજકોટ5 મહિનો પહેલા
હું ગર્ભવતી હોવા છતાં મને પાઇપ મારી ગળું દબાવવાનો પ્રયાસ કર્યો: પીડિતા
  • સ્થાનિકોના મતે માધાપર વિસ્તારમાં દારૂનું વેચાણ ખુલ્લેઆમ થઈ રહ્યું છે

ગાંધીના ગુજરાતમાં આમ તો દારૂબંધી છે તેમ છતાં અવારનવાર નશામાં ધૂત અસામાજિક તત્વોની પોલીસ ધરપકડ કરે છે ત્યારે રાજકોટ શહેરના માધાપર વિસ્તારમાં દારૂના નશામાં છાકટા બનેલા 7 અસામાજિક તત્વો દ્વારા ગર્ભવતી મહિલા દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે તેના પર પથ્થર અને પાઇપથી ઘાતકી હુમલો કરીને ગળું દબાવી હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ બનાવની જાણ થતા યુનિવર્સિટી પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

સ્થાનિકોના મતે માધાપર વિસ્તારમાં દારૂનું વેચાણ ખુલ્લેઆમ થઈ રહ્યું છે
સ્થાનિકોના મતે માધાપર વિસ્તારમાં દારૂનું વેચાણ ખુલ્લેઆમ થઈ રહ્યું છે

ચાકુ બતાવી ડરાવવા લાગ્યા
આ અંગે આક્ષેપ કરનાર મહિલા પ્રિયાંશીબા જાડેજાએ જણાવ્યું હતું કે, ગઈકાલે અમારા ઘર સામે 7 લોકો અભદ્ર ભાષામાં વાતચીત કરતા હતા. જેને લઈને મારા નણંદ ત્યાં ગયા હતા, અને ગાળો બોલવા માટે ના પાડી હતી. જેને લઈને ઉશ્કેરાયેલા આ શખ્સો તેઓને પણ માર મારવા લાગ્યા હતા. જેમાં પથ્થર અને પાઇપથી માર મારતા અમે પણ દોડી ગયા હતા. તેમ છતાં આ લોકો નાસી જવાને બદલે ચાકુ બતાવી ડરાવવા લાગ્યા હતા.

પથ્થર અને પાઇપથી ઘાતકી હુમલો કરવામાં આવ્યો
પથ્થર અને પાઇપથી ઘાતકી હુમલો કરવામાં આવ્યો

આરોપીઓ દારૂનું સેવન કરી લોકોને પરેશાન કરે છે.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, એટલું જ નહીં હું ગર્ભવતી હોવા છતાં મને પણ એક પાઇપ મારી ગળું દબાવવાનો પ્રયાસ કર્યો હતો. લાલો નામનાં શખ્સ સહિત સાતેક લોકો દ્વારા પથ્થરોનાં ઘા કરી મહિલાઓ સહિત બાળકોને પણ માર મારવામાં આવ્યો હતો આરોપીઓ લાંબા સમયથી દારૂ પીને આ વિસ્તારના લોકોને પરેશાન કરે છે.

યુનિવર્સિટી પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી
યુનિવર્સિટી પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી

પીડિતોને ન્યાય આપવા માંગ
નોંધનીય છે કે, સ્થાનિકોના મતે માધાપર વિસ્તારમાં દારૂનું વેચાણ ખુલ્લેઆમ થઈ રહ્યું છે. જેના કારણે અસામાજિક તત્વોનો ત્રાસ દિવસે અને દિવસે વધી રહ્યો છે. ત્યારે પીડિતો દ્વારા તાત્કાલીક અસામાજિક તત્વોની ધરપકડ થાય તેમજ પીડિતોને ન્યાય મળે તે પ્રકારની માંગણી કરવામાં આવી છે.