તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફરિયાદનો ઢગલો:રાજકોટમાં મનપાના વિરોધપક્ષના નેતાના ઓનલાઇન ડેસ્ક પર 24 કલાકમાં 63 ફરિયાદ મળી, 12 ખાડાની અને અન્ય 21 નોંધાઈ

રાજકોટ3 મહિનો પહેલા
વિપક્ષી નેતા ભાનુબેન સોરાણીએ ઓનલાઇન પ્લેટફોર્મ એક્ટિવ કર્યું
  • વિરોધ પક્ષના નેતાએ મ્યુ.કમિશનરને ફરિયાદ નિવારવા તાકીદ કરી

રાજકોટ મ્યુનિ. કોર્પોરેશનમાં વિપક્ષી નેતા ભાનુબેન પ્રવિણભાઇ સોરાણીએ ઓનલાઇન પ્લેટફોર્મ પર ‘વિરોધ પક્ષના નેતાનું ઓનલાઇન ડેસ્કબોર્ડ’ એક્ટિવ કર્યું હતું. જેમાં 24 કલાકમાં પાણી,રોડ-રસ્તા,ગંદકી અને અન્ય ફરિયાદો સહિત 63 ફરિયાદ મળી છે. ઉલ્લેખનીય છે કે, મેયર દ્વારા લોકોની ફરિયાદ ટૂંક સમયમાં ડેસ્ક બોર્ડ શરુ કરવામાં આવનાર છે ત્યારે વિપક્ષી નેતા ભાનુબેને મેયરની પહેલા જ લોકોની ફરિયાદ નિવારવાનું કામ શરૂ કર્યું છે.

24 કલાકમાં ફરિયાદનો ઢગલો થયો
24 કલાકમાં ફરિયાદનો ઢગલો થયો

મ્યુ.કમિશનરને ફરિયાદ નિવારવા તાકીદ કરી
જેમાં આજે પીવાના પાણીની 13, સફાઈ, ગંદકી, કચરાના ઢગલાની 05, રોડ-રસ્તામાં ખાડાની 12, સ્ટ્રીટ લાઈટ બંધ હાલતમાં હોવાની 04, ડ્રેનેજ-ગટરના પ્રશ્નોની 09 અને અન્ય 21 ફરિયાદો સહિત કુલ 63 ફરિયાદ મળી હતી. આ અંગે વિરોધપક્ષના નેતા ભાનુબેન સોરાણીએ રાજકોટ મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનરને આ ફરિયાદોને નિવારવા ગંભીરતાથી પગલા લેવા માટે તાકીદ કરી હતી.

સફાઇ સહિતના રોજિંદા પ્રશ્નનો લોકો અહીં રજુ કરી શકશે
સફાઇ સહિતના રોજિંદા પ્રશ્નનો લોકો અહીં રજુ કરી શકશે

લોકો ફોટોગ્રાફથી પણ ફરીયાદ કરી શકશે
મ્યુનિ. કોર્પોરેશનની જુદી જુદી સુવિધાઓ અને સેવાઓ હવે વધુને વધુ ડિજીટલ બનવા લાગી છે. લોકોને જુદા જુદા પ્રમાણપત્ર ઓનલાઇન મળવા લાગ્યા છે. હવે ફરિયાદ નોંધણીની કાર્યવાહી પણ સોશિયલ મીડિયા મારફત થઇ શકશે. આથી વિરોધ પક્ષ કોંગ્રેસ પણ લોકોને કોઇ પણ મુશ્કેલીમાં ફરિયાદ કરવામાં સરળતા રહે તે માટે આગળ આવી છે.ગુગલ પર વિરોધ પક્ષના નેતાનું ડેસ્કબોર્ડ ઉભુ કરવામાં આવ્યું છે. જેમાં જુદા જુદા વિભાગમાં ફરિયાદોની કેટેગરી તૈયાર કરવામાં આવી છે. રસ્તાથી માંડી પાણી, સફાઇ સહિતના રોજિંદા પ્રશ્નનો લોકો અહીં રજુ કરી શકશે. ફોર્મ ભરીને ફરિયાદ કરવાનો વિકલ્પ પણ આપવામાં આવશે. લોકો ફોટોગ્રાફથી પણ ફરીયાદ કરી શકે તે માટે સુવિધા છે.

વિરોધ પક્ષના નેતાનું ડેસ્કબોર્ડ ઉભુ કરવામાં આવ્યું
વિરોધ પક્ષના નેતાનું ડેસ્કબોર્ડ ઉભુ કરવામાં આવ્યું

1 GB સુધીની ફરિયાદ નાગરિક ઓનલાઇન નોંધાવી શકશે.
નગરજનો પોતાની ફરિયાદ https://forms.gle/Jv5EKZscFozciKTK7 લીંક ઉપર નોંધાવી શકશે. આ રીતે જુદી જુદી ફરિયાદો નાગરિકો કચેરીએ આવ્યા વગર મોબાઇલ ફોનમાંથી પણ કરી શકશે જેમાં 1 GB સુધીની ફરિયાદો દાખલ થઈ શકશે. આ ઓનલાઈન ડેસ્કબોર્ડનો લાભ લેવા જાહેર જનતાને વિરોધપક્ષના નેતા ભાનુબેન સોરાણીએ અપીલ કરી છે.

વિપક્ષી નેતા ભાનુબેન સોરાણીએ ઓનલાઇન પ્લેટફોર્મ એક્ટિવ કર્યું
વિપક્ષી નેતા ભાનુબેન સોરાણીએ ઓનલાઇન પ્લેટફોર્મ એક્ટિવ કર્યું