તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સર્વે:રાજકોટમાં 550 બાળકો કૂપોષિત અને 430 બાળકોમાં આયર્નની ખામી, આરોગ્ય વિભાગનો સર્વે

રાજકોટએક મહિનો પહેલા
પ્રતીકાત્મક તસ્વીર
  • ગ્રામ્ય વિસ્તારમાં 3 લાખ બાળકોનો સર્વે હજુ બાકી છે

હાલમાં કોરોનાકાળની સંભવિત પરિસ્થિતિને ધ્યાને લેતાં થર્ડ વેવમાં બાળકોમાં સંક્રમણ ફેલાવવાની સંભવના છે. જેને અટકાવવા માટે કલેકટર અરૂણ મહેશ બાબુની સૂચનાથી 0-5 વર્ષના 1,43,355 બાળકોનો સર્વે હાથ ધરાયો હતો. જેમાં ચોંકાવનારું તારણ સામે આવ્યું છે. આ સર્વે અનુસાર કુપોષણથી પીડિત 550 બાળકો, લોહતત્વની ખામી ધરાવતા 430 બાળકો,જન્મજાત ખામી ધરાવતા 142 બાળકો,અન્ય રોગ ધરાવતા 166 બાળકો અને વિકાસ દર ઓછો હોય તેવા 91 બાળકો સામે આવ્યા છે.

3 લાખ બાળકોનો સર્વે હજુ બાકી છે
આ સર્વેમાં 3965 બાળકોને તબીબી સારવાર માટે રીફર કરવામાં આવ્યા છે. જેમાંથી 3959 બાળકોને મેડિકલ ટીમ દ્રારા તપાસ હાથ ધરાઇ છે. આ પૈકી 2165 બાળકોને મેડિકલ ટીમ દ્રારા સ્થળ પર તપાસ હાથ ધરવામાં આવી છે અને 298 બાળકોને વધુ સારવાર માટે રાજકોટની અલગ અલગ હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે. આગામી દિવસોમામ 6-10 વર્ષનો કરવામાં આવશે. રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં 0-18 વર્ષના અંદાજિત 4 લાખની સંખ્યા છે જેમાંથી 3 લાખ બાળકોનો સર્વે હજુ બાકી છે.

કલેકટર અરૂણ મહેશ બાબુ
કલેકટર અરૂણ મહેશ બાબુ

બાળકોનાં સ્ક્રીનીંગની માર્ગદર્શિકા તૈયાર કરી
રાજકોટ જિલ્લાનાં 0થી 5 વર્ષનાં તમામ બાળકોનું આશા તથા આંગણવાડી વર્કરો મારફતે તેમના વિસ્તાર માં હાઉસ ટુ હાઉસ મુલાકાત કરી પ્રાથમિક સ્ક્રીનીંગ કરી ગંભીર લક્ષણોવાળા બાળકોને RBSK Dedicated ટીમ મારફતે જરૂરી સારવાર તથા હોસ્પિટલ ખાતે દાખલ કરાયા હતા. આ તમામ કામગીરીનું સુચારૂ અમલવારી માટે જરૂરી તાલીમ આપવામાં આવી છે. જે માટે ICDS વિભાગનાં CDPO તથા મુખ્યસેવિકા અને આરોગ્ય વિભાગના વિવિધ અધિકારીઓએ બાળકોનાં સ્ક્રીનીંગની માર્ગદર્શિકા તૈયાર કરી હતી.

ઘનિષ્ઠ સારવાર માટે સુચારુ આયોજન
માટે રાજકોટ જિલ્લાના 0થી 5 વર્ષના બાળકો તામામ બાળકોનું આશા તથા આંગણવાડી વર્કર મારફતે તેમના વિસ્તારમાં ડોર ટુ ડોર મુલાકત કરી સીન્ડ્રોમ એપ્રોચથી પ્રાથમિક સ્ક્રીનીંગ કરી ગંભીર લક્ષણો ધરાવતા બાળકોને મેડીકલ ટીમ પાસે રીફર કરવામાં આવ્યા હતા. આ મેડીકલ ટીમ તેમની ઘરે જઇ તપાસ કરી વધુ સારવાર અર્થે હાયર સેન્ટર પર રીફર કરાયા હતા. જ્યાં તેમને ઘનિષ્ઠ સારવાર મળી રહે તે મુજબનું સુચારૂ આયોજન કરી આ અભ્યાન હાથ ધરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...