તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વેક્સિનેશનનું સરવૈયું:રાજકોટમાં 74.55% રસીકરણ, 5.22 લાખ લોકોને બીજો ડોઝ બાકી, 2.5 લાખે એકેય ડોઝ લીધો નથી, લોકોની આળસ કે તંત્રની બેદરકારી?

રાજકોટ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
રાજકોટમાં  74.55% રસીકરણ. - Divya Bhaskar
રાજકોટમાં 74.55% રસીકરણ.
  • બંને ડોઝ લેનારા હજુ માત્ર 21.91 ટકા, વેક્સિન છૂટથી મળે તો રાજકોટ રાજ્યમાં ટોચ પર પહોંચી શકે

રાજકોટ મહાનગરમાં વેક્સિનની અછત ખેંચાયેલા વરસાદ જેવી બની ગઇ છે. રોજ આઠેક હજારની સરેરાશમાં ડોઝ મળે છે. ત્યારે આ હાલતમાં પણ શહેરમાં 74.55 ટકા નાગરિકોનું રસીકરણ થઇ ગયું છે. બીજી તરફ અઢી લાખ નાગરિકે હજુ એકેય ડોઝ લીધો નથી. આથી આ લોકોની આળસ કે તંત્રની બેદરકારી? તેવો સવાલ ઉઠ્યો છે. આ 25 ટકા જેટલા લોકોની બેદરકારી ભવિષ્યમાં કોઇને નુકસાન કરી શકે તેવી ભીતિ છે. અત્યાર સુધીમાં 7.40 લાખથી વધુ લોકોએ પહેલો અને 2.17 લાખથી વધુ લોકોએ બંને ડોઝ લઇને સુરક્ષિત બન્યા છે.

રાજકોટમાં આજ સુધીમાં બે વખત રસીની અછત ઉભી થઇ
મહાપાલિકાની આરોગ્ય શાખાએ તૈયાર કરેલા પત્રક મુજબ મહાનગરમાં 18 વર્ષ ઉપરના 993428 નાગરિકો રસીને પાત્ર હોવાનો પ્રાથમિક ડેટા તૈયાર કરવામાં આવ્યો હતો. આ પૈકી આજ સુધીમાં 740618 લોકોએ પ્રથમ ડોઝ લીધો છે. તો 217693 લોકોએ બંને ડોઝ લીધા છે. જાન્યુઆરીમાં 45 વર્ષ ઉપરના હેલ્થ વર્કર, બીમાર અને ફ્રન્ટલાઇન લોકોનું રસીકરણ શરૂ થયું હતું તો તા. 1મેથી 18 વર્ષ ઉપરના તમામ લોકોને રસી આપવાનું સરકારે મહાપાલિકા મારફત શરૂ કરાવી દીધુ હતું. આજ સુધીમાં બે વખત રસીની અછત ઉભી થઇ છે અને આ વખતે રેશનિંગની જેમ માંડ ડોઝ મળતા હોય ખૂબ ધીમી ગતિનું રસીકરણ રાજકોટમાં ચાલી રહ્યું છે.

યુવાનો વેક્સિનેશન તરફ પ્રેરિત થયા.
યુવાનો વેક્સિનેશન તરફ પ્રેરિત થયા.

740618 નાગરિકે પ્રથમ અને 217693એ બીજો ડોઝ લીધો
આ સ્થિતિમાં પણ રાજકોટ આંકડાની દ્રષ્ટિએ પુરા રાજ્યમાં ઘણી સારી સ્થિતિએ રહેલું છે. અત્યાર સુધીમાં 17415 હેલ્થ વર્કરે પ્રથમ અને 15378એ બીજો ડોઝ લીધો છે. કર્મચારીઓ અને અધિકારીઓના ફ્રન્ટલાઇન વકર્સમાં 29 હજારથી વધુ પ્રથમ અને 19 હજારથી વધુએ બીજો ડોઝ લીધો છે. સામાન્ય નાગરિકોના રસીકરણ પર નજર કરીએ તો 6.91 લાખથી વધુ લોકોએ પ્રથમ અને 1.80 લાખથી વધુએ બીજો ડોઝ લીધો છે. હેલ્થ, ફ્રન્ટલાઇન વર્કર, સિનિયર, 18 વર્ષ ઉપરના યુવા વર્ગ મળી આજ સુધીમાં 740618 નાગરિકે પ્રથમ ડોઝ લીધા છે. તો 217693એ બીજો ડોઝ લીધો છે.

કોવિશિલ્ડમાં બીજા ડોઝની મુદત 84 દિવસ છે
કુલ લક્ષિત વર્ગમાંથી હજુ 252810 લોકો એવા છે કે જેઓએ હજુ એકેય ડોઝ લીધો નથી. આ વાત પણ ચિંતા સાથે જોડાયેલી છે. કારણ કે વેક્સિન વગર સંક્રમિત થનાર વ્યકિત રસીના ડોઝ લેનારા વ્યકિત ઉપર પણ જોખમ સર્જી શકે છે. બીજા ડોઝમાં બાકી લોકોની સંખ્યા પણ 522925 છે. 25.45 ટકા લોકો પ્રથમ ડોઝથી અને 78.09 ટકા લોકો બીજા ડોઝથી હજુ દૂર રહેલા છે. જોકે, કોવિશિલ્ડમાં હવે બીજા ડોઝની મુદત 84 દિવસ થઇ ગઇ છે. આથી પણ મોટાભાગના લોકોને બીજો ડોઝ લેવામાં સમય છે.

સિનિયર સિટીઝનો બીજા ડોઝ માટે વલખા મારે છે.
સિનિયર સિટીઝનો બીજા ડોઝ માટે વલખા મારે છે.

કોવેક્સિનનો બીજો ડોઝ 28 દિવસે મળે છે
કોવેક્સિનનો બીજો ડોઝ 28 દિવસે મળી જાય છે અને અભ્યાસ, ધંધા જેવા મહત્વના કામે જતા લોકોને કોવિશિલ્ડના બંને ડોઝ પણ 28 દિવસમાં આપી દેવા મહાપાલિકાએ વ્યવસ્થા ગોઠવેલી છે. રાજકોટમાં કોરોના હાલ સંપૂર્ણ શાંત થઇ ગયો છે. આ સ્થિતિમાં મહાનગરમાં વેક્સિનેશન વધુમાં વધુ થઇ જાય તે સૌની સલામતિ માટે જરૂરી છે. પરંતુ આવા સમયે જ વેક્સિન ખૂટી પડી હોય લોકોને લાઇનમાં ઉભું રહેવું પડે છે. સરકાર વહેલાસર પુરતી રસી મોકલે તો રાજકોટમાં રસીકરણની કામગીરી પુરા રાજ્યમાં ટકાવારીની દ્રષ્ટિએ ટોચ પર પહોંચી શકે તેમ છે.

યુવાનોને રસીમાં રસ લાગ્યો.
યુવાનોને રસીમાં રસ લાગ્યો.

કોવેક્સિન ગતિશીલ! બીજો ડોઝ પણ દોડયો
લોકો વેક્સિન લેવા માટે ઉત્સાહી અને જવાબદાર હોવાનો પુરાવો કોવેક્સિન રસીના કારણે મળે છે. 28 દિવસ બાદ આ વેક્સિનનો બીજો ડોઝ લઇ શકાતો હોવાથી 75 ટકા જેટલા નાગરિકે બંને ડોઝ લઇ લીધાનું આંકડા કહે છે. કોવિશિલ્ડમાં 84 દિવસ પુરા થયા બાદ સેકન્ડ ડોઝ મળતો હોય છે. જ્યારે કોવેક્સિનમાં 28 દિવસનો નિયમ છે. રાજકોટમાં રસીની અછત વચ્ચે 18થી 44 વર્ષમાં યુવાનોને થોડા દિવસ કોવેક્સિન આપવી પડી હતી. તે બાદ 45 વર્ષ ઉપરના ઘણા નાગરિકને પણ કોવેક્સિનના નવા ડોઝ અપાયા હતા.

રાજકોટનાં કેટલું રસીકરણ થયું?

ડોઝહેલ્થ વર્કરફ્રન્ટલાઇન વર્કરનાગરિકોકુલ
પ્રથમ ડોઝ1741529736691075740618
બીજો ડોઝ1537819575180830217693
અન્ય સમાચારો પણ છે...