વાઇરલ વીડિયોમાં કાર્યવાહી:રાજકોટમાં BRTS રૂટ પર નિયમો નેવે મૂકી ઘોડા પર ખેલ કરતા 5 યુવક ઝડપાયા

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કરતા 5 યુવકોની ગાંધીગ્રામ પોલીસે ધરપકડ કરી - Divya Bhaskar
નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કરતા 5 યુવકોની ગાંધીગ્રામ પોલીસે ધરપકડ કરી
  • BRTS રૂટ પર યુવાનોએ ઘોડા ઉપર ઉભા રહી જોખમી કરતબો કર્યા હતા

રાજકોટમાં ગઈકાલે 150 ફૂટ રિંગ રોડમાં BRTS રૂટ પર ઘોડેસવારી કરતા યુવાનોનો વીડિયો વાઇરલ થયો છે. જેમાં ઘોડા સાથે યુવાનોએ નિયમો નેવે મૂકી ઘોડેસવારી કરતા જોવા મળ્યા હતા. જેને પગલે નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કરતા 5 યુવકોની ગાંધીગ્રામ પોલીસે ધરપકડ કરી છે

વીડિયો બનાવવા યુવકોએ જોખમી સ્ટંટ કર્યા
ત્યારે હવે BRTS રૂટમાં ઘોડેસવારો ઘૂસી ગયાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો. વીડિયોમાં છ ઘોડા ઉપર છ ઘોડેસવારો હતા. હાલ ગાંધીગ્રામ પોલીસે આરોપી રાજ શિયાર, કેતન સોનારા, સુરેશ ડાંગર, જનક ડંબર, અને રાજેશ હુંબલની ધરપકડ કરી છે. જયારે હજુ એક યુવકની ધરપકડ કરવાની બાકી હોય તેવું સામે આવી રહ્યું છે. આ યુવાનોએ ઘોડા ઉપર ઉભા રહી જોખમી કરતબો કરતા પણ વીડિયોમાં કરતા હતા. જેમાં બે તો યુવકો ઘોડા પર ઉભા રહી કરી ઘોડેસવારી કરતા જોવા મળે છે.

BRTS રૂટ પર 6 શખ્સના ઘોડા પર ખેલ
BRTS રૂટ પર 6 શખ્સના ઘોડા પર ખેલ

નિયમો નેવે મૂકી વાહનચાલકો પણ ઘૂસે છે
મળતી વિગત મુજબ 150 ફૂટ રિંગ રોડ પર BRTS રૂટમાં અવાર-નવાર ધૂમ સ્ટાઇલ બાઈક, પૂરપાટ ઝડપે જતી કાર વગેરે જોવા મળે છે. આ કારણે ઘણી વખત નાના-મોટા અકસ્માત પણ થતા હોય છે. આવા વાહનો કે કોઈ વ્યક્તિ BRTS રૂટમાં ઘૂસી ન જાય તે માટે ખાસ સિક્યુરિટી ગાર્ડ પણ રખાયા છે. જોકે બધા નિયમો નેવે મૂકી કેટલાક લોકો BRTS રૂટમાં પોતાનું વાહન લઈ ઘૂસી જતા હોય છે.

અન્ય સમાચારો પણ છે...