દિવાળીના તહેવારોમાં રોગચાળો વકર્યો:રાજકોટમાં એક અઠવાડિયામાં ડેન્ગ્યુના 49, મેલેરિયાનો 1 અને ચિકનગુનિયાના 2 કેસ નોંધાયા, મચ્છર ઉત્પત્તિ માટે 1141 આસામીને નોટિસ

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પાણીના ટાંકામાં દવા નાખવામાં આવી અને ફોગિંગ કરવામાં આવ્યું. - Divya Bhaskar
પાણીના ટાંકામાં દવા નાખવામાં આવી અને ફોગિંગ કરવામાં આવ્યું.
  • 74,186 ઘરોમાં પોરાનાશક અને 6,143 ઘરોમાં ફોગિંગની કામગીરી કરાઇ

રાજકોટ મહાનગર પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકુનગુનિયા વગેરે જેવા રોગોને નિયંત્રિત કરવા માટે સતત પ્રયાસો થઈ રહ્યા છે. તેમ છતાં પણ શહેરમાં મચ્છરજન્ય રોગચાળાએ માથું ઊંચક્યું છે. 25થી 31 ઓક્ટોબર સુધીમાં એક જ અઠવાડિયામાં ડેન્ગ્યુના 49 અને મેલેરિયાનો 1 કેસ નોંધાયો છે. જ્યારે ચિકનગુનિયાના પણ 2 કેસ નોંધાયા છે. આ વર્ષમાં ડેન્ગ્યુના કુલ કેસ 273, મેલેરિયાના 45 અને ચિકનગુનિયાના 21 કેસ નોંધાયા છે. 1141 મચ્છર ઉત્પત્તિ સ્થળના આસામીને નોટિસ ફટકારી રૂ.40,2000નો દંડ વસૂલવામાં આવ્યો છે.

મચ્છર જન્ય રોગો

રોગનું નામઅઠવાડિક પોઝિટિવ કેસચાલુ વર્ષમાં નોંધાયેલા કેસ
ડેન્ગ્યુ49273
મેલેરિયા145
ચિકુનગુનિયા221

74,186 ઘરોમાં પોરાનાશક કામગીરી કરી આ રોગચાળા દ્વારા ઉભા થતા જાહેર આરોગ્ય પડકારને પહોંચી વળવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તમામ સ્તરે પ્રયાસો કરી રહ્યા છે. વાહક નિયંત્રણની કામગીરી હેઠળ 25થી 31 ઓક્ટોબર દરમિયાન પોરાનાશક કામગીરી હેઠળ 74,186 ઘરોમાં પોરાનાશક કામગીરી કરી છે તથા 6,143 ઘરોમાં ફોગિંગની કામગીરી કરી છે. રહેણાંક સહિત મચ્છર ઉત્પતિ સબબ 1141 આસામીને નોટિસ આપી રૂ.40,200નો વહિવટી ચાર્જ વસૂલાતની કામગીરી કરવામાં આવી છે.

પાણી ભરાયેલા હોય તેવી જગ્યા પર ચેકિંગ.
પાણી ભરાયેલા હોય તેવી જગ્યા પર ચેકિંગ.

શહેરના આ વિસ્તારોમાં ફોગિંગની કામગીરી કરાઇ મચ્છરની ઘનતા વધુ હોય તેવા વિસ્તારોને વ્હિકલ માઉન્ટેન ફોગિંગ મશીન ફોગિંગ કામગીરી કરવામાં આવે છે. આ કામગીરી હેઠળ મહાત્મા ગાંધી કો-ઓપરેટીવ સોસાયટી, વાંકાનેર સોસાયટી, વસુંધરા રેસિડેન્સી, લલુડી વોકળી કેનાલ રોડ, માસ્તર સોસાયટી, ગુલાબનગર, ગીતાંજલિ પાર્ક, અટિકા ઇન્ડસ્ટ્રીઝ એરિયા, કૃષ્ણનગર, શ્રમજીવી સોસાયટી, કરણ૫રા, મનહર પ્લોટ, લાલ બહાદુર શાસ્ત્રીનગર, ગીતાનગર, કોઠારીયા કોલોની વગેરે વિસ્તારો ફોગિંગ કામગીરી હેઠળ આવરી લેવામાં આવી છે.

6,143 ઘરોમાં ફોગિંગની કામગીરી કરી.
6,143 ઘરોમાં ફોગિંગની કામગીરી કરી.

હૂંફાળા અને ભેજવાળા વાતાવરણમાં મચ્છરનો ઝડપથી ફેલાવો થાય છે મચ્છર પ્રમાણમાં હૂંફાળા અને ભેજવાળા વાતાવરણમાં ઝડપથી ફેલાવો કરે છે. ચોમાસાની ઋતુ દરમિયાન તથા ચોમાસાની ઋતુ બાદ આવું વાતાવરણ લાંબા સમય સુધી રહેતું હોવાથી સિઝનમાં ડેન્ગ્યુ, મેલેરિયા કેસો જોવા મળે છે. મચ્છરનું જીવનચક્ર ટૂંકુ હોય છે અને પુનઃ ઉત્પત્તિ ઝડપી હોવાથી તેનો ફેલાવો થોડા સમયમાં ખૂબ ઝડપથી થાય છે. ખાસ કરીને શહેરી વિસ્તારોમાં લોકોમાં સાફસફાઈના અભાવ, પોતાના સ્‍વાસ્‍થ્ય પ્રત્‍યે બેદરકારી અને માનવીય બેદરકારીથી સહેલાઈથી મચ્છરને પ્રજનન માટે મળી રહેતા ચોખ્‍ખા પાણીના પાત્રોને કારણે મચ્‍છરની ઉત્પત્તિ ઘણી વધી જાય છે.

અન્ય સમાચારો પણ છે...