PGVCLની ચેકીંગ ડ્રાઈવ:રાજકોટમાં વૈશાલીનગર સહિત 20થી વધુ વિસ્તારમાં 42 ટીમ ત્રાટકી, 130 કનેક્શનમાં વીજચોરી ઝડપાતા 27.45 લાખનો દંડ

રાજકોટ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
PGVCL દ્વારા વીજ ચેકિંગની મહા ઝુંબેશ ચલાવવામાં આવી - Divya Bhaskar
PGVCL દ્વારા વીજ ચેકિંગની મહા ઝુંબેશ ચલાવવામાં આવી
  • છેલ્લા 3 મહિના દરમિયાન કરોડો રૂપિયાની વીજચોરી સૌરાષ્ટ્ર-કચ્છમાંથી પકડાઈ છે.

એક સપ્તાહ બાદ રાજકોટ શહેરમાં આજે ફરી વીજ ચોરી ઝડપી લેવા PGVCLની ટીમો ઉતારી ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, કોર્પોરેટ ઓફિસની સૂચના બાદ આજે સવારે 8 વાગ્યાથી રાજકોટ સિટી ડિવિઝન 2 હેઠળ 20થી વધુ વિસ્તારોમાં 42 ટીમોએ દરોડા પાડ્યા હતા.. જેમાં 11 KV ના 6 ફીડરનો સમાવેશ કરવામાં આવ્યો હતો. 42 ટીમ દ્વારા આજે 1142 વીજ કનેક્શન ચેક કરવામાં આવ્યા હતા. જેમાં 130 વીજ કનેક્શનમાં વીજચોરી થયાનું માલુમ પડતા 27.45 લાખ રૂપિયાના બિલ ફટકારવામાં આવ્યા હતા.

11 KV ના 6 ફીડર નો સમાવેશ કરવામાં આવ્યો
11 KV ના 6 ફીડર નો સમાવેશ કરવામાં આવ્યો

આ વિસ્તારોમાં ચેકિંક કરવામાં આવ્યું
રાજકોટ શહેરમાં આજે ફરી PGVCL અંદાજે 14 જેટલા પોલીસ સ્ટાફ, એસઆરપી જવાનો ટીમો સાથે ચેકિંગ કરવામાં આવ્યું હતું. સૂત્રોના કહેવા મુજબ આજ રોજ 11 KVના કુલ 6 ફીડર આવરી લેવામાં આવ્યા હતા. જેમાં ગેલેક્સી અર્બન, સોસાયટી અર્બન, લોહાનગર અર્બન, ગુરુકુલ અર્બન, નિર્મલા રોડ અર્બન અને ચંદ્રેશનગર અર્બન ફીડરનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જે અંતર્ગત ચંદ્રેશનગર, લક્ષ્મીનગર, વૈશાલીનગર, તિરુપતિનગર, ઉદ્યોગનગર, કૃષ્ણનગર સહિત 20થી વધુ સોસાયટીનો સમાવેશ કરાયો હતો.

રાજકોટમાં વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.
રાજકોટમાં વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.

વીજ ચેકિંગની મહા ઝુંબેશ
એક સપ્તાહ બાદ આજે ફરી સવારથી રાજકોટ શહેર ડિવિઝન 2 હેઠળ વિસ્તારોમાં વીજ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે છેલ્લા 3 મહિનાથી PGVCL દ્વારા રાજકોટ શહેર સહિત સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તારમાં PGVCL દ્વારા વીજ ચેકિંગની મહાઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. અને છેલ્લા 3 મહિના દરમિયાન અધધ કરોડો રૂપિયાની વીજ ચોરી સૌરાષ્ટ્ર કચ્છમાંથી ઝડપી પાડવામાં આવી છે.