તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • In Rajkot, 413 Patients Were Discharged One And A Half Times More Than The New 286 Cases, For The First Time In A Month, The Death Toll Was Less Than 40.

સારા સંકેત:રાજકોટમાં નવા 286 કેસ કરતા દોઢ ગણા 413 દર્દી થયા ડિસ્ચાર્જ, એક મહિનામાં પ્રથમ વખત મૃતાંક 40થી ઓછો

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • રાજકોટ જિલ્લાનો પોઝિટિવ કેસનો કુલ આંક 50000ને પાર થયો, ગ્રામ્ય વિસ્તારમાં ચિંતા યથાવત્, શહેરમાં રાહતનો શ્વાસ
  • શહેરમાં 286 અને ગ્રામ્યમાં 335 સહિત નવા 621 પોઝિટિવ, એક્ટિવ કેસની સંખ્યા 4417 થઈ, 24 કલાકમાં 38નાં મોત

રાજકોટમાં કોરોનાના કુલ કેસની સંખ્યા 50620 થઈ છે એટલે કે પચાસ હજાર કરતા આંક વધ્યો છે પણ હવે શહેરમાં ધીરે ધીરે રાહત થઈ રહી છે કારણ કે, મનપા વિસ્તારમાં નવા 286 કેસ સામે 413 ડિસ્ચાર્જ થયા છે એટલે કે દોઢ ગણો આંક છે. બીજી તરફ 12 એપ્રિલથી અત્યાર સુધીમાં મૃતાંક સતત વધારે આવ્યા છે અને પ્રથમ વખત મૃતાંક 38 જેટલો ઓછો નોંધાયો છે. બુધવારની સ્થિતિએ છેલ્લા 24 કલાકમાં 38 દર્દીના સારવાર દરમિયાન મોત નોંધાયા છે. આ આંક મોટો છે પણ છેલ્લા એક મહિનાથી સતત 45થી વધુ અને 87 સુધી મૃતાંક પહોંચી ગયો છે જેની સરખામણી કરતા પ્રથમ વખત 40 કરતા ઓછા મોત થયા છે.

શહેરમાં સુધી 500 કેસ નોંધાતા તેમાં ઘટાડો આવીને 286 થયા છે તેમજ ડિસ્ચાર્જ સંખ્યા તેનાથી વધીને 413 થઈ છે. ડિસ્ચાર્જની આ સંખ્યા કેસ કરતા વધતા તેની અસર હોસ્પિટલમા બેડની સંખ્યા પર આવી છે અને બેડ પણ ખાલી થવા લાગ્યા છે. જ્યાં સૌથી વધુ દર્દીઓ દાખલ રહેતા તે સિવિલ હોસ્પિટલમાં 66 વેન્ટિલેટર સહિત 175 બેડ ખાલી છે. આ કારણે ત્યાંથી સમરસમાં દર્દીઓનું શિફ્ટિંગ ઓછું થયું છે તેમજ સમરસમાંથી ડિસ્ચાર્જ ચાલુ રહેતા 421 બેડ ખાલી થયા છે. એક મહિના બાદ પ્રથમ વખત એવું બન્યું છે જ્યારે સમરસમાં ખાલી બેડની સંખ્યા દાખલ દર્દીઓ કરતા વધી ગઈ હોય. રાજકોટના કુલ 5170 બેડમાંથી 3477 ઓક્સિજન બેડ છે આ બેડની ખૂબ અછત હતી જોકે હવે 1187 ઓક્સિજન બેડ ખાલી છે.

જ્યારે સૌથી ગંભીર દર્દીઓને વેન્ટિલેટરની જરૂર પડે તેવા 91 બેડ પણ ખાલી છે. 104માં ફોન ઘટ્યા છે અને 108માં પણ કોરોના સિવાય ઈમરજન્સી માટે સમય મળી રહ્યો છે. જોકે હજુ ગ્રામ્ય વિસ્તારમાં ચિંતાનો માહોલ છે કારણ કે, કેસ વધ્યા છે અને ટેસ્ટ પણ ઘટ્યા છે. આ મામલે આરોગ્ય તંત્ર કહે છે કે, મોટાભાગના કેસ એસિમ્ટોમેટિક છે અને દાખલ થવાની જરૂર નથી તેથી સ્થિતિ કાબૂમાં જ છે.

બીજા ડોઝની સમયમર્યાદા 28 દિવસને બદલે 42 કરી નાખતા ઘણા લોકોને પરત ફરવું પડ્યું, 19556 લોકોને કોરોનાથી રક્ષિત થવા રાહ જોવી પડશે
​​​​​​​રાજકોટ | રાજકોટમાં વહેલી સવારથી જ લોકો વેક્સિન લેવા માટે લાઈનમાં ઊભા હતા. વારો આવ્યો ત્યાં ખબર પડી કે બીજા ડોઝમાં 28 દિવસ થયા હોય તો રજિસ્ટ્રેશન થતું નથી અને સોફ્ટવેરમાં નવી અપડેટ મુજબ 42 દિવસ બાદ જ હવે બીજો ડોઝ લેવાનો થાય છે તેવું આવ્યું છે. આ કારણે ઘણા લોકોને પરત ફરવું પડ્યું હતું. માત્ર રાજકોટ જ નહિ બધી જ જગ્યાએ આ નિર્ણય લાગુ કરાયો છે જેથી જે લોકો વેક્સિનની કોરોના સામે રક્ષિત થવાના હતા તેઓને હજુ રાહ જોવી પડશે.
વેક્સિનની ગાઈડલાઈન મુજબ બે ડોઝ લેવાઈ ગયા હોય ત્યારબાદ જ કોરોના સામે સુરક્ષા મળે છે. આ માટે 28 દિવસથી 56 દિવસનો ગાળો બે ડોઝ વચ્ચે રખાયો હતો પણ મોટાભાગના લોકો 1 મહિનો થાય ત્યારે જ રસી મુકાવી લે છે જેથી ઝડપથી સુરક્ષા કવચ મળે. રાજકોટની વાત કરીએ તો એપ્રિલના પ્રથમ સપ્તાહ પછી જેણે પ્રથમ ડોઝ લીધો હોય તેઓને અત્યારે એક મહિનો પૂરો થયો છે અને તેવા 19556 લોકો છે જેમણે રસી લીધી હતી આ તમામ આ સપ્તાહમાં લઈ શકતા હતા પણ નવા નિયમને કારણે તેમને હજુ 12 દિવસ રાહ જોવી પડશે અને ત્યારબાદ કોરોનાથી સુરક્ષિત થશે. નવા નિયમ બાદ રાજકોટમાં 18થી 44 વર્ષના 4712ને પ્રથમ ડોઝ અપાયા છે તેમજ 45 કરતા વધુની ઉંમર સહિત કુલ 9748 રસીના ડોઝ અપાયા છે.

અન્ય સમાચારો પણ છે...