તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તબીબો બન્યા રાજકારણી:રાજકોટમાં 4 મહિલા ડોક્ટર ઉમેદવાર, એપ્રોન છોડી ભાજપનો ખેસ પહેર્યો, ટ્રીટમેન્ટને બદલે મતદારોને રીઝવવા પ્રયાસ

રાજકોટ11 દિવસ પહેલાલેખક: રક્ષિત પંડ્યા
રાજકોટની ચાર મહિલા ઉમેદવાર ડોક્ટર.
  • વોર્ડ નં. 2માંથી ડો.દર્શિતા શાહ અને વોર્ડ નં. 8માંથી ડો.દર્શના પંડ્યા
  • વોર્ડ નં. 15માંથી ડો.મેઘાવી સિંધવ અને વોર્ડ નં.10માંથી રાજેશ્રી ડોડીયા

રાજકોટ મનપાની ચૂંટણીમાં આ વર્ષે ભાજપે 4 તબીબોને ટિકિટ આપી છે. રાજકોટના જાણિતા ગાયનેકોલોજીસ્ટ ડો.દર્શના પંડ્યા, ડો.મેઘાવી સિંધવ, ડો.દર્શિતા શાહ અને ડો.રાજેશ્રી ડોડીયાએ ચૂંટણી મેદાનમાં ઝંપલાવ્યું છે. હાલ 4 મહિલા ડોક્ટર ઉમેદવાર ચૂંટણી જીતવા માટે પોતાના વિસ્તારમાં દર્દીની ટ્રીટમેન્ટને બદલે મતદારો પાસે મત માંગવા ઘરે ઘરે જઇ પદયાત્રા કરી પૂરજોશથી પ્રચારમાં લાગી ગયા છે. ચારેય મહિલા તબીબ સમાજને સારૂ શિક્ષણ આપવા અને યુવા પેઢીને સારા જ્ઞાન અને શિક્ષણ સાથે આગળ વધારવા જીતના સંકલ્પ તરફ આગળ વધી રહ્યાં છે. એપ્રોન છોડી ભાજપનો ખેસ ધારણ કર્યો છે.

ડો. દર્શના પંડ્યા જાણિતા ગાયનેકોલોજીસ્ટ
ડો.દર્શના પંડ્યા જાણિતા ગાયનેકોલોજીસ્ટ છે અને તેઓ વર્ષોથી ગાયનેકને લગતી તમામ સારવાર કરવામાં નિષ્ણાંત તબીબ તરીકે રાજકોટમાં જાણિતા છે. તેઓ આ ચૂંટણીમાં વોર્ડ નંબર 8માંથી ઉમેદવારી કરી છે અને પ્રચાર પ્રસાર પૂર જોશમાં કરી જીતનો વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે. ડો. દર્શના પંડ્યાએ જણાવ્યું હતું કે, હું શિક્ષણને મહત્વ વધારે આપીશ.

ડો. દર્શના પંડ્યા પ્રચારમાં નીકળ્યાં.
ડો. દર્શના પંડ્યા પ્રચારમાં નીકળ્યાં.

ડો. દર્શિતા શાહ જાણિતા MD (પેથોલોજીસ્ટ)
ડો.દર્શિતા શાહ જાણિતા MD છે અને તેઓ વર્ષોથી ન્યુબર્ગ લેબોરેટરીમાં કન્સલટન્ટ પેથોલોજીસ્ટ તરીકે સેવા આપી રહ્યા છે. તેઓ આ ચૂંટણીમાં વોર્ડ નંબર 2માંથી ઉમેદવારી કરી છે અને પ્રચાર પ્રસાર પૂરજોશમાં કરી જીતનો વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે તેઓ ગત ટર્મમાં પણ વોર્ડ નંબર 2માંથી ચૂંટાય આવ્યા હતા અને કોર્પોરેટર બન્યા હતા. સાથે પ્રથમ અઢી વર્ષની ટર્મ દરમિયાન ડેપ્યુટી મેયર તરીકેની જવાબદારી નિભાવી ખૂબ સારા કામો કર્યા છે.

ડો.મેઘાવી સિંધવને આવકારતા લોકો.
ડો.મેઘાવી સિંધવને આવકારતા લોકો.

ડો. મેઘાવી સિંધવ ડેન્ટિસ્ટ
ડો. મેઘાવી સિંધવ જાણિતા ડેન્ટિસ્ટ છે અને તેઓ નાની ઉંમરના એટલે કે આ વર્ષની ચૂંટણીમાં સૌથી નાની ઉંમરના તબીબ ઉમેદવાર છે. તેમની ઉંમર 26 વર્ષ છે. તેઓ દાંતને લગતી તમામ સારવાર કરવામાં તબીબ તરીકે રાજકોટમાં જાણિતા છે. તેઓ આ ચૂંટણીમાં વોર્ડ નંબર 15માંથી ઉમેદવારી કરી છે અને પ્રચાર-પ્રસાર પૂરજોશમાં કરી કોંગ્રેસના ગઢને તોડવાના સંકલ્પ સાથે આગળ વધી જીતનો વિશ્વાસ વ્યક્ત કરી રહ્યાં છે.

ડો.મેઘાવી સિંધવ પ્રચારમાં નીકળ્યાં.
ડો.મેઘાવી સિંધવ પ્રચારમાં નીકળ્યાં.

પહેલા હું કોર્પોરેટર તરીકેની જવાબદારી નિભાવીશ- ડો.મેઘાવી સિંધવ
ડો.મેઘાવી સિંધવે જણાવ્યું હતું કે મારી ઉંમર 26 વર્ષ છે અને ડેન્ટિસ્ટ છું. રાજકોટના વોર્ડ નં.15માંથી ચૂંટણી લડી રહી છું. હું સૌથી વધારે શિક્ષણને પ્રાથમિકતા આપીશ. વોર્ડ નં.15માં સામાન્ય લોકોનાં બાળકોને શિક્ષણ મળે એ વિશે વાત કરવી બહુ જ જરૂરી છે. બીજી સમસ્યા સફાઈની છે, તો એના પર હું કામ કરીશ. રાજકોટની વાત કરીએ તો શિક્ષણ અને સફાઇ પર આપણે કામ કરવાની જરૂર છે. જો હું કોર્પોરેટર બની જઇશ તો મારી જવાબદારી ન ભૂલું અને ડેન્ટિસ્ટ તરીકેની પણ હું ફરજ નિભાવીશ, પરંતુ પહેલી પ્રાથમિકતા મારી કોર્પોરેટર તરીકેની રહેશે.

ડો.રાજેશ્રી ડોડીયા.
ડો.રાજેશ્રી ડોડીયા.

ડો.રાજેશ્રી ડોડિયા ડેન્ટિસ્ટ
ડો.રાજશ્રીબેન કિશોરભાઇ ડોડિયા પણ જાણિતા ડેન્ટિસ્ટ છે. તેઓએ જણાવ્યું હતું કે મારી ઉંમર 29 વર્ષ છે. કોરોના મહામારીમાં મેં સેવા આપી હતી, આથી મારી સેવા બિરદાવીને મને પાર્ટીએ તક આપી છે. હું વોર્ડ નં.10માં ચૂંટણી લડી રહી છું. હું પૂરી રીતે કોર્પોરેટર તરીકેની ગર્વથી જવાબદારી નિભાવીશ તેમજ આગળ જતાં હું વોરિયર્સ તરીકે કામ કરીશ. મારા વોર્ડમાં ટ્રાફિકની સમસ્યા પર વધુ ભાર મૂકીશ. બાંધકામનાં કામો તો બહુ સારી રીતે થયા છે, પરંતુ ટ્રાફિકની સમસ્યા પર હું પ્રકાશ પાડવા
માગીશ.

ડો.દર્શિતા શાહ સમર્થકો સાથે પ્રચારમાં નીકળ્યાં.
ડો.દર્શિતા શાહ સમર્થકો સાથે પ્રચારમાં નીકળ્યાં.
ડો.મેઘાવી સિંધવ ભાજપમાં સૌથી નાની વયના ઉમેદવાર.
ડો.મેઘાવી સિંધવ ભાજપમાં સૌથી નાની વયના ઉમેદવાર.
ડો.દર્શિતા શાહ પેથોલોજીસ્ટ છે.
ડો.દર્શિતા શાહ પેથોલોજીસ્ટ છે.
અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

વધુ વાંચો