તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • In Rajkot, 4 Persons Stabbed A Mechanical Engineer In The Chest And Robbed Him Of A Mobile Phone And A Wallet Full Of Cash Amounting To Rs 39,000

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:રાજકોટમાં મિકેનિકલ એન્જિનિયરને છાતીમાં છરી ઝીંકી 4 શખ્સોએ 39 હજારનો મોબાઇલ અને રોકડ રકમ ભરેલું પાકીટ લૂંટ્યું

રાજકોટ2 મહિનો પહેલા
  • ઇજાગ્રસ્ત યુવાનને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો

રાજકોટમાં લૂંટ અને હત્યાના બનાવો દિવસેને દિવસે વધી રહ્યા છે ત્યારે ફરી શહેરના રેલનગરમાં એક યુવાનની સોનાની ઘડિયાળ અને સોનાના કડાની લૂંટની ઘટના બની છે. હજુ ગઈકાલે સવારે જ લીંબુડીવાડી જેવા પોશ વિસ્તારમાં મહિલાના ગળામાંથી ચેઇનની ચીલઝડપ કરવાનો પ્રયાસ થયો હતો. ત્યારે ગત રાત્રે માલધારી ફાટક પાસે ચારેક શખ્સોએ એક મિકેનિકલ એન્જિનિયરને છાતીમાં છરીનો ઘા ઝીંકી 39 હજારનો મોબાઇલ ફોન અને રોકડ ભરેલા પાકીટની લૂંટ ચલાવી હોવાની ઘટના સામે આવી છે.

પાટા ઓળંગતી વખતે લૂંટારું ટોળકી આવી હતી
બનાવની પ્રાપ્ત વિગત અનુસાર મોરબીની એ ટુ ઝેડ એન્જિનિયરિંગ કંપનીમાં કામ કરતા અને કોઠારીયા ગામે રહેતા દિલીપભાઈ જગદીશભાઈ મોડાસીયા રાત્રે નવેક વાગ્યે નોકરીમાંથી ઘરે પરત ફરી રહ્યાં હતા. ત્યારે ચાલીને રેલવેના પાટા ઓળંગતી વખતે લૂંટારું ટોળકી આવી હતી અને છરીનો ઘા મારી લૂંટ ચલાવી ફરાર થઈ ગઈ હતી. ઈજાગ્રસ્ત યુવાનને તત્કાલ સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.

સ્વાતિ રેસિડેન્સીમાં મારા પરિવાર સાથે રહું છું - ભોગ બનારના મોટાભાઈ
સ્વાતિ રેસિડેન્સીમાં મારા પરિવાર સાથે રહું છું - ભોગ બનારના મોટાભાઈ

પોલીસે ફરિયાદને આધારે તપાસ હાથ ધરી
ફરિયાદમાં ભોગ બનનાર દિલીપ મોડાસીયાએ જણાવ્યું હતું કે, હું સ્વાતિ રેસિડેન્સીમાં મારા પરિવાર સાથે રહું છું અને છેલ્લા એક માસથી મોરબીમાં એ ટુ ઝેડ એન્જિનિયરિંગ કંપનીમાં હાલમાં મેનેજમેન્ટ તરીકે કામ કરું છું. આ કારખાનું મારા મિત્ર મહેશભાઈ કછોટનુ છે અને હું રાજકોટથી મોરબી જવા માટે ડેઇલી અપડાઉન કરું છું. જેમાં સવારે આઠ વાગ્યાથી ઘરેથી નીકળી દોઢ સો ફૂટ રોડ ઉપર બાલાજી હોલ પાસેથી લીયોની કંપનીની બસ મોરબી જતી હોય છે તેમાં બેસી મોરબી કામ ઉપર જાવ છું અને સાંજના આઠ વાગ્યે ઉપરોક્ત બસમાં બેસી મોરબીથી પરત રાજકોટ આવી બાલાજી હોલે ઉતરી રિક્ષામાં બેસી ઘરે પહોંચું છું પરંતુ ગઇકાલે પરત આવતી વખતે ગોંડલ ચોકડીની આગળ નાલા પાસે આ ઘટના બની હતી. આ અંગે આજીડેમ પોલીસે ફરિયાદ દાખલ કરતા PI વિક્રમસિંહ ચાવડાએ વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસે ફરિયાદને આધારે તપાસ હાથ ધરી
પોલીસે ફરિયાદને આધારે તપાસ હાથ ધરી
અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

વધુ વાંચો