તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મનપાની મેગા ડ્રાઇવ:રાજકોટમાં વહેલી સવારથી સફેદ દૂધનો કાળો કારોબાર અટકાવવા મનપા દૂધના વાહનો પર ત્રાટકી, 22માંથી 4માં પાણીની ભેળસેળ મળી

રાજકોટએક મહિનો પહેલા
ટેસ્ટીંગ દરમિયાન હાલ 4 વાહનમાંથી પાણીની ભેળસેળ સામે આવી
  • શહેરમાં નકલી દૂધનો બેફામ વેપલો અટકાવવા માટે સ્થળ પર નમૂના લઇને તેનું ટેસ્ટીંગ કરાયું

રાજકોટ શહેરમાં ઘણા સમયથી નકલી અને અખાદ્ય દૂધ ઠાલવવાનું કૌભાંડ ચાલી રહ્યું છે. દૈનિક 10,000 લિટરથી વધુ દૂધ આવે છે અને ઘણા વાહનો વહેલી સવારથી જ રાજકોટ શહેરની હદમાં આવી અલગ અલગ ડેરીઓમાં દૂધ ઠાલવે છે. દૂધની આ ભેળસેળને અટકાવવા મનપાની ફૂડ શાખા દ્વારા આજે વહેલી સવારથી મેગા ડ્રાઇવ યોજાઈ છે. જેમાં ગોંડલ ચોકડી પર આવતા દૂધ ભરેલા વાહનોમાં તપાસ હાથ ધરાઇ હતી. જ્યાં 22 જેટલા વાહનોમાંથી સ્થળ પર નમૂના લઇને તેનું ટેસ્ટીંગ કરાયું હતું. આ ટેસ્ટીંગ દરમિયાન હાલ 4 વાહનમાંથી પાણીની ભેળસેળ સામે આવી હતી. અને સ્થળ પર 228 લીટર ભેળસેળ યુક્ત દૂધનો નાશ કરાયો હતો.ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા ઉપલેટા પંથકમાંથી ભેળસેળયુક્ત અને નકસી દૂધ આવતું હોવાનું સામે આવ્યું હતું. ત્યારથી તંત્ર દ્વારા ચેકીંગ અને દંડની કાર્યવાહી હાથ ધરાઈ છે.

ફૂડ સેફટી ઓન વહીલ્સમાં તાત્કાલિક દૂધનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું
ફૂડ સેફટી ઓન વહીલ્સમાં તાત્કાલિક દૂધનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું

અમારી પાસે ખાસ ટેસ્ટિંગ વ્હીકલ છે : નાયબ આરોગ્ય અધિકારી
આ અંગે મનપાના નાયબ આરોગ્ય અધિકારી પી.પી.રાઠોડે જણાવ્યું હતું કે, આજે અમે વહેલી સવારે 4 વાગ્યાથી દૂધમાં થતી ભેળસેળ કરવા માટે શહેરના એન્ટ્રી પોઈન્ટ પર મેગા ડ્રાઇવ યોજી હતી. જ્યાં ગોંડલ ચોકડી પાસે દૂધ ભરેલા વાહનો ચેકિંગ કર્યું હતું. અને તેમાંથી દૂધ ભરેલા વાહનોમાંથી દૂધ લઈને અમે સ્થળ પર જ મેં તેનું ટેસ્ટિંગ કર્યું હતું. તો અમે તહેવારને અનુલક્ષીને અને આ મેગા ડ્રાઇવનું આયોજન કર્યું છે. જેમાં અમે 22 જેટલા વાહનોમાં ટેસ્ટિંગ હાથ ધર્યુ હતું.જેમાં છકડો રિક્ષા, ટેન્કર વગેરેનો સમાવેશ થાય છે. અમારી પાસે ગાંધીનગરથી ફાળવેલી ગુજરાત સરકારના ફૂડ વિભાગની ફૂડ સેફટી ઓન વહીલ્સ છે. જેમાં તાત્કાલિક દૂધનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું અને દૂધના સેમ્પલ લેવામાં આવ્યા છે. આ સેમ્પલમાં દૂધના ફેટનું પ્રમાણ, FSNનું પ્રમાણ અને દૂધમાં યુરિયા ભેળવેલ છે કે પાણી તેની ચકાસણી કરવામાં આવી છે.

મનપાના નાયબ આરોગ્ય અધિકારી પી.પી.રાઠોડ
મનપાના નાયબ આરોગ્ય અધિકારી પી.પી.રાઠોડ

દુધને ઉકાળી મલાઈ કાઢી ફેટ 6માંથી 3 કરી નાંખે પછી નાંખે તેલ
સામાન્ય રીતે પશુઓમાંથી 5થી 6.5 ફેટનું દૂધ આવતું હોય છે. 6 ફેટનું દૂધ હોય તો તેના એક લિટર દૂધમાંથી 100 ગ્રામ જેટલી મલાઈ ઉતારી લેવાતી હોય છે જેનું ઘી બને છે. જોકે નફાખોરો આવું દૂધ સતત ઉકાળ્યા બાદ 6 ફેટનું હોય તો 3 કરતા પણ ઓછું ફેટ કરી નાંખે. ત્યારબાદ આ દૂધમાં ફેટ વધારવા માટે તેલ અથવા તો વેજિટેબલ ઘી નાંખે જેથી ફરી દૂધનું ફેટ 6.5 જેટલું થઈ જાય છે. જોકે તેનો સ્વાદ તૂરો થઈ જાય છે તેથી તેને દબાવવા માટે પાઉડર પણ ઉમેરાય છે. આવા દૂધમાં 7 ફેટ હોય તો પણ ઉકાળવામાં આવે તો 60 ગ્રામ પણ મલાઈ થતી નથી.

ટેસ્ટીંગ દરમિયાન હાલ 4 વાહનમાંથી પાણીની ભેળસેળ સામે આવી
ટેસ્ટીંગ દરમિયાન હાલ 4 વાહનમાંથી પાણીની ભેળસેળ સામે આવી

ડેરીના પેકેજ્ડ દૂધમાં તારીખ ન નીકળી
રાજકોટના રૈયા સર્કલ પાસે આવેલી જનતા ડેરીમાંથી તેમની જ બ્રાન્ડના જનતા ડેરી ગોલ્ડ પેસ્ટ્યુરાઈઝ્ડ દૂધના નમૂના ગત વર્ષે લેવાયા હતા જેમાં મેન્યુફેક્ચરિંગ તારીખ દર્શાવેલી ન હોવાથી નમૂના મિસબ્રાન્ડ થયા હતા. આ મામલાને એક વર્ષ વિત્યું હોવા છતાં હજુ પણ અધિક કલેક્ટરની કોર્ટમાં કેસ ચાલી રહ્યા છે.

શંકાસ્પદ દૂધના લીધેલ નમૂનાની વિગત
1 ) Meera Pastaurised Homogenised Standardised Chai Masti Milk (from 1 ltr pkd)
સ્થળ: ગોંડલ રોડ હાઇવે, ક્રિષ્ના પાર્ક ચોકડી

2 ) સ્વરાજ પેક્ડ મિલ્ક સ્થળ : ગોંડલ રોડ હાઇવે, ક્રિષ્ના પાર્ક ચોકડી

3 ) શિતલ પેક્ડ મિલ્ક સ્થળ: ગોંડલ રોડ હાઇવે, ક્રિષ્ના પાર્ક ચોકડી

4 ) ગાયનું દૂધ (લુઝ) સ્થળ : ગોંડલ રોડ હાઇવે, ક્રિષ્ના પાર્ક ચોકડી

સફેદ ટાંકાઓમાં બનાવટી દૂધ ભરી રાજકોટમાં ઠાલવતા તત્ત્વો ભૂગર્ભમાં
દિવ્ય ભાસ્કરે નકલી અને અખાદ્ય દૂધનો વેપલો કરતા સપ્લાયર પર નજર રાખીને 17 ઓગસ્ટે સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો અને 18મીએ અહેવાલ પ્રસિદ્ધ કર્યો હતો. આ પહેલા શહેરમાં વહેલી સવારે 5 વાગ્યાથી 8 વાગ્યા સુધી પ્લાસ્ટિકના સફેદ પાણીના ટાંકા ધરાવતા સફેદ બોલેરો વાહન અનેક જગ્યાએ જોવા મળતા હતા. આ વાહનોમાં જ કેમિકલ અને તેલ મિશ્રિત અખાદ્ય દૂધ આવતું હોય છે. જોકે ભાસ્કરના અહેવાલ બાદ આ તમામ વાહનો અચાનક જ ગાયબ થઈ ગયા છે. જે સાબિત કરે છે કે આવા તમામ વાહનોમાં આવતું દૂધ અખાદ્ય હતું.

ગોંડલ રોડ ચોકડી તેમજ 150 ફૂટ રિંગ રોડ પરથી આવા 15 વાહનો સ્ટોપ કરતા હતા જે પૈકી એકપણ વાહન હવે આવતું નથી અને ડેરીઓ પણ આવા વાહનોમાં દૂધ લેવાની ના પાડી રહી છે. સવારે 4 વાગ્યાથી મોડી સવાર સુધીમાં હાઈવે પર એકપણ વાહન દેખાયું ન હતું. બીજી તરફ ઉપલેટાના ઢાંકમાં કે જ્યાં વિજય માંકડ નામનો શખ્સ દૂધ બનાવતો હતો તે પણ હજુ ફરાર છે અને તેની સાથે સાથે જામકંડોરણા પાસેના ગામોના ઘણા દૂધના નામે અખાદ્ય પ્રવાહીનો વેપલો કરનારાઓ નાસી ગયા છે.

અન્ય સમાચારો પણ છે...