આરોગ્ય દરોડા:રાજકોટમાં હરભોલે ડેરીમાંથી 4 કિલો હાનિકારક શ્રીખંડ મળતા સ્થળ પર નાશ, દરોડામાં મનપાનો હોકર્સ ઝોન પણ ઝપટે ચડયો

રાજકોટ8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • માહિર ચાઇનીઝમાંથી સડેલી બ્રેડ, નુડલ્સ, ગ્રેવી અને જે. કે.દાબેલીમાંથી સ્ટોરેજ કરેલા ભજિયા-સમોસાનો જથ્થો ઝડપાયો
  • કોઠારીયા રોડ ઉપર પણ ચેકીંગ, કુલ 43 કિલો અખાદ્ય જથ્થાનો નિકાલ

રાજકોટમાં મહાપાલિકા દ્વારા ભરઉનાળે લોકોના આરોગ્ય સાથે ચેડા થાય તેવા ખાદ્ય પદાર્થોનું વેચાણ રોકવા અને કડક પગલા લેવા ચાલી રહેલી ઝુંબેશ દરમ્યાન હરભોલે ડેરી ફાર્મમાંથી 4 કિલો હાનિકારક શ્રીખંડ મળતા તેના નાશ કરાયો છે. શ્રીખંડ ઉપરાંત નુડલ્સ, બ્રેડ, દાળ, લોટ, ફરસાણ સહિતના કુલ 43 કિલો ખાણીપીણીનો નાશ કરીને શ્રીખંડના નમુના પણ લેવામાં આવ્યા છે. તો અનેક જગ્યાએ ફૂડ સ્ટોરેજ બેદરકારીથી કરવામાં આવ્યું હોય, નોટીસો ફટકારવામાં આવી છે. આ ચેકીંગ ડ્રાઇવમાં ખુદ મનપાનો હોકર્સ ઝોન પણ ઝપટે ચડયો છે.

નુકસાનકારક 4 કિલો શ્રીખંડ મળ્યો
વન વીક વન રોડ અંતર્ગત ફૂડ વિભાગ દ્વારા શહેરના હનુમાનમઢી ચોક થી રૈયા ચોકડી -રૈયા રોડ વિસ્તારમાં આવેલ ખાણી-પીણીના 31 ધંધાર્થીઓને ત્યાં ચેકીંગ કરાતા 4 કિલો વાસી શ્રીખંડ મળ્યો હતો. હરભોલે ડેરી ફાર્મમાંથી આરોગ્યને નુકસાનકારક 4 કિલો શ્રીખંડ મળતા ફેંકી દેવાયો હતો અને મઢી પાસેની આ ડેરીમાંથી ફ્રુટ શિખંડનો નમુનો પણ લેવાયો હતો. તો લાયસન્સ બાબતે જય સિયારામ હોટેલ, સુપર શ્યામ ડીલક્ષ પાન કોલ્ડ્રિંક્સ, જલારામ રેસ્ટોરન્ટને નોટિસ આપવામાં આવેલ છે.

આ સ્થળો પર તપાસ કરવામાં આવી
આ ઉપરાંત આઈ શ્રી ખોડિયાર ભેળ, આશિષ ભજીયા, રવેચી દુગ્ધાલય, શ્રીનાથજી પ્રોવિઝન સ્ટોર, રામદેવ દુગ્ધાલય, રાજ એન્ટરપ્રાઇઝ, જય જલારામ પ્રોવિઝન સ્ટોર, જલારામ જનરલ સ્ટોર, બાલાજી મેડિકલ, આસ્થા બેકરી (તાશી કેક શોપ), ભગવતી પ્રોવિઝન સ્ટોર, અરિહંત પ્રોવિઝન સ્ટોર, હરભોલે ટ્રેડિંગ, મુરલીધર ફરસાણ, પારસ સ્વીટ ફરસાણ, સમ્રાટ ખીરું, કુમાર ખમણ, એન. બી. બ્રધર્સ , રામજીભાઈ અનાનસવાળા, મનમંદિર કોલ્ડ્રિંક્સ, જલારામ ફરસાણ, ઠક્કર સ્વીટ નમકીન, બાલાજી ફરસાણ, ભગવતી ઢોસા પાંવભાજી, ગંગોત્રી ડેરી આઇસક્રીમ, બાલાજી ફાસ્ટ ફૂડ અને ભગવતી રેસ્ટોરન્ટમાં તપાસ કરાઇ હતી.

25 કિલો વાસી ખોરાક મળ્યો
કાલાવડ રોડ, પ્રેમ મંદિર સામેના કોર્પો.ના હોકર્સ ઝોનમાં આવેલ ખાણી-પીણીના 26 ધંધાર્થીને ત્યાં ચેકીંગ કરાતા 25 કિલો વાસી તથા એક્સપાયરી થયેલ પેક ખાધ્ય ખોરાકનો નાશ કરીને 7 પેઢીને લાયસન્સ તથા સ્ટોરેજ બાબતે નોટીસ અપાઇ છે. જય ભવાની દાળ પકવાનમાંથી વાસી દાળ 3 કી.ગ્રા., શ્રી રામ ચાઇનીઝ પંજાબીમાંથી વાસી નુડલ્સ 3 કી.ગ્રા., રાજુ પાઉંભાજી એન્ડ પુલાવમાંથી વાસી બ્રેડ પેકેટ 10, માહિર ચાઇનીઝ એન્ડ પંજાબીમાંથી 5 કી.ગ્રા. ગ્રેવી તથા વાસી મંચુરિયન 5 કી.ગ્રા., કિગ કુલ્ચામાંથી બાંધેલો વાસી લોટ 5 કી.ગ્રા સ્થળ પર નાશ કરીને નોટીસ અપાઇ હતી.

વાસી પાણીપૂરી તથા 4 લીટર ચટણીનો નાશ
આ ઉપરાંત હર હર મહાદેવ ચાઇનીઝ એન્ડ પંજાબી, દેવ મદ્રાસ કાફે, જલારામ કોલ્ડ્રિંક્સ એન્ડ લચ્છી, ઉસ્તાદ લાઈવ કઠિયાવાડી અને પિથાડ ચાઇનીજ પંજાબીને પણ નોટીસ અપાઇ હતી. ફૂડ વિભાગ દ્વારા મારુતિનગર મેઇન રોડ- કોઠારીયા રોડ વિસ્તારમાં આવેલ ખાણી-પીણીના 18 ધંધાર્થીઓની ચકાસણી કરીને 14 કિલો વાસી ખાધ્ય ખોરાકનો નાશ કરી 9 પેઢીને લાયસન્સ તથા સ્ટોરેજ બાબતે નોટીસ અપાઇ છે. તેમાં સદગુરુ ફરસાણમાંથી વાસી ફરસાણ 4 કી.ગ્રા., જે. કે. કચ્છી દાબેલીમાંથી વાસી પકોડા, સમોસા, ભજીયા 3 કી.ગ્રા., જે. કે. વડાપાવમાંથી વાસી ભજીયાનું ખીરું 3 કી.ગ્રા., મધુરમ પાણીપૂરીમાંથી વાસી પાણીપૂરી તથા 4 લીટર ચટણીનો નાશ કરાયો હતો

શ્રીખંડનો નમુનો લઇ લેબોરેટરીમાં મોકલાયો
​​​​​​​આ ઉપરાંત બંસીધર સેલ્સ, બંસીધર સોડા, હરિઓમ આઇસગોલા, ઉમિયાજી પ્રોવિઝન સ્ટોર, જલારામ આઇસક્રીમ કોલ્ડ્રિંક્સ, ક્રિશ્ના રસ ડીપોને પણ લાઇસન્સ માટે નોટીસ ફટકારવામાં આવી છે. ફુડ તંત્ર દ્વારા હુડકો કવાર્ટર નં.બી-19માં આવેલ સુધાંગ ડેરીમાંથી કેસર શિખંડ, સમ્રાટ ઇન્ડ. એરીયા-9માંથી કૃપા નીધિ સ્વીટમાંથી ફ્રુટ શિખંડ અને સિંદુરીયા શોપીંગ સેન્ટરની દુકાન નં.37, 38ના નિલકંઠ ડેરીમાંથી મેંગો શ્રીખંડનો નમુનો લઇ લેબોરેટરીમાં મોકલાયો છે.