તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના અપડેટ:રાજકોટમાં કોરોનાથી 4નાં મોત, નવા 197 પોઝિટિવ કેસ નોંધાયા

રાજકોટએક મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • શનિવારે 6 દર્દીનાં મોત થયા પણ કોરોનાથી એક પણ નહીં: કમિટી

રાજકોટ શહેરમાં કોરોના સારવાર દરમિયાન વધુ ચાર દર્દીનાં મોત થયા છે. શનિવારે છ દર્દીનાં મોત થયાનું જાહેર કરવામાં આવ્યું હતું, પરંતુ ડેથ ઓડિટ કમિટીએ રવિવારે આ છ પૈકી એક પણ દર્દીનાં મોતનું કારણ કોરોના ન હોવાનું જાહેર કર્યું છે. રાજકોટ શહેરમાં રવિવારે 159 વ્યક્તિના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે જ્યારે ગ્રામ્યમાં 38 વ્યક્તિના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. રાજકોટ શહેર અને ગ્રામ્યમાં કુલ 197 પોઝિટિવ કેસ નોંધાયા છે. રાજકોટ શહેરમાં રવિવારે 159 વ્યક્તિનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેના પગલે શહેરમં કુલ કેસની સંખ્યા 18559 થઇ છે.

રવિવાર સુધીમાં 789 એક્ટિવ કેસ નોંધાયેલા છે અને 98 દર્દીનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવતા તેમને રજા આપવામાં આવી છે. રાજકોટ જિલ્લા આરોગ્ય વિભાગમાંથી મળતી માહિતી મુજબ જિલ્લામાં 38 દર્દીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જિલ્લામાં કુલ કેસ 7473 નોંધાયા છે તેમજ અત્યાર સુધીમાં 298684 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રવિવારની સ્થિતિએ જિલ્લામાં 172 એક્ટિવ કેસ છે જેમાં 45 દર્દી સારવાર હેઠળ હોસ્પિટલમાં દાખલ છે તેમજ 92 દર્દી ઘરે સારવાર મેળવી રહ્યા છે.

ડીસીએચસી અને સીસીસી ખાતે 35 દર્દી સારવાર હેઠળ છે. રાજકોટમાં કોરોના સંક્રમણ અટકાવવા માટે મનપાની 488 ટીમે 28850 ઘરમાં સર્વેલન્સની કામગીરી કરી હતી. જેમાં 217 લોકોમાં શરદી, ઉધરસ, તાવના લક્ષણો જોવા મળતા સારવાર કરવામાં આવી છે. જ્યારે રાજકોટ જિલ્લામાં 542 સર્વેલન્સની ટીમે 23463 ઘરમાં સરવેની કામગીરી કરતા 86 લોકો શરદી, તાવના લક્ષણો વાળા મળી આવ્યા હતા.

રાજકોટ શહેરમાં 48 અને ગ્રામ્યમાં 44 ધન્વંતરિ રથના માધ્યમથી 10900 જેટલા લોકોની સારવાર કરવામાં આવી હતી.

ધુળેટીએ આજી-ન્યારી ડેમે ફરવા નહીં જઈ શકાય
રાજકોટ શહેરમાં કોરોના સંક્રમણ અટકાવવા માટે ધુળેટીની જાહેરમાં ઉજવણી કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ ઉપરાંત જાહેર રજાના દિવસોમાં લોકો આજી ડેમ, ન્યારી ડેમ ખાતે ફરવા ઊમટી ન પડે તે માટે તે વિસ્તાર બંધ કરી દીધો છે અને સિક્યુરિટી ગાર્ડ પણ મૂકવામાં આવ્યા છે. આજી ડેમના એન્ટ્રી ગેટને મનપાએ તાળું મારી દીધું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો