તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જીતની પ્રેરણા:રાજકોટમાં લીવર, કિડની અને ફેફસાં સહિતની બીમારીથી પીડાતા 342 બાળકોએ એક મહિનામાં રમતાં-રમતાં કોરોનાને હંફાવ્યો

રાજકોટ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • લીવર, કિડની અને ફેફસાંની ગંભીર બીમારીથી પીડાતા બાળકો પણ રમતાં-રમતાં જીતી ગયા

કોવિડની સાથે બાળકોમાં ઘણી એવી ગંભીર બીમારીઓ જોવા મળે છે, જેની સારવાર કરવી ખૂબજ મુશ્કેલ અને કઠિન હોય છે. ત્યારે કોરોનાકાળમાં આ ચાર કિસ્સા એવા છે કે જે સૌથી વધુ ક્રિટિકલ હતા અને સમયસૂચકતાના પગલે અને યોગ્ય સારવાર આપવામાં આવતા ફરી તેઓ જીવન રાજી-ખુશીથી વિતાવી રહ્યા છે. આ બાળકોની હિંમત આપણને જીતનો વિશ્વાસ આપે છે.

ઉંમર 8 માસ
હિમોગ્લોબિન 5% હતું, કોરોનાને મહાત આપી

રાજકોટમાં રહેતી 8 માસની રિયાંશી નામની બાળકીને માત્ર 5 ટકા જ હિમોગ્લોબિન હતું, તેણે કોરોનાને હરાવ્યો અને અન્ય બીમારી પર જીત મેળવી. તબીબે જણાવ્યું હતું કે, બાળકી જ્યારે સારવાર માટે આવી ત્યારે તે અત્યંત હાંફતી હતી અને સખત તાવ હતો. કોવીડ થતા ફેફસાં પણ 30 ટકા જેટલા ખરાબ હતા. બાળકીના માતા-પિતાની એકજ રજૂઆત હતી કે, બાળકીને દાખલ તો કરશોને? કારણ કે 3 ખાનગી હોસ્પિટલમાંથી તેને વધુ સારવાર આપવાની ના પાડી હતી.

સ્થિતિ અત્યંત ગંભીર હોવાના કારણે ઓક્સિજન, નેબ્યુલાઈઝર શરૂ કરાયું હતું. જોખમ એ હતું કે, રેસ્પિરેટરી રેટ જે 30 હોવો જોઈએ તે 80 સુધી પહોંચી ગયો હતો, જો યથાવત્ રહે તો ફેફસાં થાકી જાય અને હૃદય સપોર્ટ કરવાનું બંધ કરી દયે. જેથી સારવાર દરમિયાન બે વખત બાટલા પણ ચડાવવામાં આવ્યા હતા. 6 થી 7 દિવસ સારવાર લીધા બાદ તેને ડિસ્ચાર્જ કરવામાં આવી હતી. પરિવારને એક ડર એ પણ હતો કે બાળકી બચી નહીં શકે.

ઉંમર 3 વર્ષ
કિડનીની બીમારી, કોરોનાને હરાવ્યો

રાજકોટમાં રહેતા 3 વર્ષના રાકીબે કોવિડની સાથે કિડનીની ગંભીર બીમારી પર જીત મેળવી છે. નેફ્રોટિક સિન્ડ્રોમ એટલે કિડનીની બીમારીથી પીડાતા રાકીબને સતત તાવ, શરીર પર સોજા અને સતત ઊલટી થતી હતી. કિડનીની બીમારી જ્યારે બાળકને થાય ત્યારે તેની ઈમ્યુનિટી ખૂબ ઝડપથી ઘટી જાય છે.

આ બાળકને કોવિડ થતા ઘણી વિપરીત અસર પડી હતી. બોડીમાં સેકન્ડરી ઇન્ફેક્શન વધુ થતા સીઆરપી 2ના બદલે 100 આવ્યું હતું. તબીબો સતર્કતા સાથે સ્ટિરોઈડ આપવામાં આવ્યા અને પ્રોટોકોલ પ્રમાણે સારવાર કરતા બાળક 10 દિવસના અંતે આ બધી બીમારીઓની સાથે કોવિડને પણ મહાત આપી.

ઉંમર 10 વર્ષ
લીવરની બીમારી અને કોરોના વળગ્યો, પણ હિંમત ન હાર્યો

​​​​​​​

​​​​​​​​​​​​​​ગાંધીધામમાં રહેતા જાવેદ નામના 10 વર્ષના બાળકની સ્થિતિ અત્યંત ગંભીર હતી અને તે મોતના મુખમાંથી જતા પણ બચ્યો હતો. પેટમાં દુખાવો અને પ્રવાહી ઓછું થઇ જતા બાળકના લીવર પર ખૂબજ ખરાબ અસર પહોંચી હતી. જેમાં રિપોર્ટમાં ડી-ડાઈમર 10 હજારથી વધુ, એસજીઓ 2 અને એસજીપીટી જે નોર્મલ 40 હોવું જોઈએ તે 10 હજાર આવ્યું હતું, માત્ર એટલું જ નહીં ફેરિટિન પણ 1200થી વધારે હતું. તબીબના સતત 10 દિવસના અથાગ પ્રયત્નો બાદ બાળકની સ્થિતિમાં સુધારો આવ્યો હતો અને તેને કોવિડને પણ હરાવ્યો હતો. સતત 4 સપ્તાહના કાઉન્સેલિંગ બાદ જાવેદનું ડી-ડાઈમર 10 હજારથી ઘટી 600એ પહોંચ્યું છે.

ઉંમર 10 વર્ષ
લીવર પર ગંભીર અસર, કોરોનાને પછડાટ

મોરબીમાં રહેતા 10 વર્ષના બાળક આદિત્ય જે સમયે દાખલ થયો તે પૂર્વેના 6 દિવસ જમવાનું ઓછું કરી નાખ્યું હતું, અને તેને સતત પેટમાં દુખાવો, ઊલટી અને તે સતત પીળો પડી રહ્યો હતો. માતા-પિતાને હાલત અત્યંત ગંભીર જણાતા તેના રિપોર્ટ કરવામાં આવ્યા જે અત્યંત ખરાબ હોવાથી એ વાત સામે આવી કે તેનું લીવર કામ કરતું બંધ થઇ ગયું છે. અને લીવેર ગળી રહ્યું છે.

અધૂરામાં પૂરું સાથે કોવિડ સંક્રમણ પણ લાગ્યું, જેથી કોવિડની સારવાર પહેલા લીવરની સારવાર કરવી ખૂબજ આવશ્યક હતી, પરંતુ સમજદારીપૂર્વક 3 દિવસ સ્ટિરોઈડ, હાઈ-એન્ટિબાયોટિક દવા આપ્યા બાદ રિકવરી શરૂ થઇ અને 10 દિવસના અંતે તે ડિસ્ચાર્જ થયો. દાખલ થયા પૂર્વે બાળકના માતા-પિતાને લાગતું હતું કે, બાળક નહિ બચી શકે પણ સમજદારીપૂર્વકની તબીબી સારવાર મળતા બાળક ફરી હસતું-રમતું થયું અને કોવિડને પણ હરાવ્યું.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

વધુ વાંચો