• Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • In Rajkot, 313 Cases Of Whooping Cough, 4 Cases Of Dengue, 1 Case Of Malaria And 2 Cases Of Chickenpox Were Reported In A Week Amid Heavy Rains.

રોગચાળો વકર્યો:રાજકોટમાં વરસાદી ઝાપટા વચ્ચે એક સપ્તાહમાં શરદી ઉધરસના 313, ડેન્ગ્યુના 4, મેલેરિયાનો 1 અને ચિકનગુનિયાના 2 કેસ નોંધાયા

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

રાજકોટ મહાનગર પાલિકાના આરોગ્ય તંત્ર દ્વારા ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકુનગુનિયા જેવા રોગોને નિયંત્રિત કરવા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જો કે આમ છતાં પણ છેલ્લા એક અઠવાડિયામાં ડેન્ગ્યુ , મેલેરિયાના એક-એક અને ચિકનગુનિયાના બે કેસ નોંધાયા છે. આ ઉપરાંત મિશ્ર વાતાવરણને કારણે શરદી-ઉધરસના 313, તાવના 68 અને ઝાડા-ઊલટીના 92 કેસ નોંધાયા હતા. ચાલુ વર્ષમાં ડેન્ગ્યુના 18, મેલેરિયાના 9 અને ચિકનગુનિયાના 9 કેસ નોંધાયા છે.

249 ઘરોમાં ફોગિંગ કરવામાં આવ્યું
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા 4 જુલાઇથી 10 જુલાઇ દરમિયાન પોરાનાશક કામગીરી હેઠળ 16,463 ઘરોમાં પોરાનાશક કામગીરી કરવામાં આવી હતી. તેમજ 249 ઘરોમાં ફોગિંગ કરવામાં આવ્યું હતું. ઉપરાંત મચ્છરની ઘનતા વધુ હોય તેવા વિસ્તારોને વ્હીકલ માઉન્ટેન ફોગિંગ મશીનથી ફોગીંગ કરવામાં આવ્યા હતા. આ કામગીરી હેઠળ કૃષ્ણનગર સોસાયટી, શાસ્ત્રીનગર, ભવાનીનગર, રામનાથપરા સહીત 10થી વધુ વિસ્તારોમાં ફોગિંગ કામગીરી કરવામાં આવી હતી.

મચ્છર ઉત્પતિ બદલ 376 વ્યક્તિને નોટિસ અપાઇ
​​​​​​​ડેન્‍ગ્‍યુ રોગ અટકાયતીના ભાગરૂપે શહેરી વિસ્તારમાં રહેણાંક મકાન, દુકાન, એપાર્ટમેન્ટ, કોર્મશિયલ કોમ્પલેક્સ, ઔદ્યોગિક એકમો, વ્યાપાર-ધંધાના સ્થળ તેમજ રહેણાંક મકાનની આસપાસના વિસ્તારોમાં મચ્છરોના ઉત્પતિ સ્થાનો જોવા મળશે તો જગ્યાના માલિક કે ભોગવટો કરનાર કે જવાબદાર વ્યક્તિ સીધી રીતે જવાબદાર ગણી બાયલોઝ અંતર્ગત તેની વિરૂદ્ધ મચ્છર ઉત્પતિ બદલ નોટિસ તથા વહિવટી ચાર્જ વસુલાતની કામગીરી કરવામાં આવે છે. આ કામગીરી હેઠળ રહેણાંક સિવાય અન્ય 438 બાંધકામ સાઇટ, સ્‍કૂલ, હોસ્પિટલ, હોટેલ, ઇન્ડસ્ટ્રીઝ, હોસ્ટેલ, કોમ્પ્લેક્ષ, ભંગારના ડેલા, સેલર, હોલ, વાડી, પાર્ટીપ્લોટ, ધાર્મિકસ્થળ, પેટ્રોલ પંપ, સરકારી કચેરીએ મચ્છર ઉત્પતિ બદલ તપાસ કરવામાં આવી હતી. જેમાં રહેણાંક સહિત મચ્છર ઉત્પતિ બદલ 376 વ્યક્તિને નોટિસ આપવામાં આવી હતી

અન્ય સમાચારો પણ છે...