તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રિયલ હીરો:રાજકોટમાં કોરોનાને હરાવી 108ના 3 પાયલોટ ફરજ પર, સ્ટ્રેચર અને વ્હિલચેરમાં દર્દીઓને લાવવા અને લઇ જવા સુધીનું કામ કરી પરિવારને ધરપત આપે છે

રાજકોટ8 દિવસ પહેલા
108ના પાયલોટ કોરોનાને હરાવી ફરી ફરજ પર હાજર.
  • એપ્રિલ મહિનામાં સરેરાશ દરેક પાયલોટે 200 જેટલા દર્દીઓને સારવાર માટે હોસ્પિટલ સુધી સમયબદ્ધ પહોંચાડ્યા

‘અમે ભલે કોરોનગ્રસ્ત થઈએ, કોરોનની પરિસ્થિતિ ગમે તેટલી ગંભીર હોય, અમારે તો ખુદ કે પરિવારની ચિંતા કર્યા વગર 108ના પૈડાં સતત દોડતા રાખવા પડે.... આ શબ્દો છે રાજકોટમાં 108માં ફરજ બજાવતા કોર્ડિનેર અને પાયલોટના. જો 108 થંભી જાય તો અનેક દર્દીઓની સારવાર અટકી પડે, હાલ રાજકોટ જિલ્લામાં 25થી વધુ 108 દિવસ-રાત દોડતી રહે છે. કોરોનાના દર્દીઓને હોસ્પિટલ સુધી પહોંચાડવાનો શ્રેય સમગ્ર ટીમ અને પાયલોટને જાય છે. કોરોનાના દર્દીઓના વહન સાથે પાયલોટ પણ કોરોનગ્રસ્ત થાય છે. રાજકોટના આવા જ ત્રણ પાયલોટ કોરોનાગ્રસ્ત થયા હતા અને કોરોનાને હરાવી હવે ફરી ફરજ પર હાજર થયા છે. પાયલોટ સ્ટ્રેચર અને વ્હિલચેરમાં દર્દીઓને લાવવા અને લઇ જવા સુધીનું કામ કરી પરિવારને ધરપત આપે છે.

ત્રણ પાયલોટ કોરોનાને માત આપી ફરી ફરજ પર હાજર
રાજકોટના 108ના ઇમરજન્સી મેનેજમેન્ટ એક્ઝિક્યુટિવ વિરલ ભટ્ટ સહિત ત્રણ પાયલોટ સંક્રમિત થયા બાદ પુનઃ ફરજ પર હાજર થઈ ચૂક્યા છે. વિરલભાઈ જણાવે છે કે, મને ગત 18 એપ્રિલના રોજ કોરોના થયો હતો. હોમ આઇસોલેશનમાં સારવાર લીધી. આ દરમિયાન પણ જરૂરી સંકલન તો કરવાનું જ. અમારા ત્રણ પાયલોટ બીમાર પડતા તેમની તબિયત જલ્દી સુધારા પર આવી જાય તે માટે પણ અમે ખાસ કાળજી લીધી છે. 108ના એક પાયલોટ પ્રકાશભાઈ ડાંગરને ગત 23 એપ્રિલના કોરોના થયો હતો. પરિવારમાં પત્ની અને એક વર્ષનો પુત્ર છે. તેનાથી સાવધાનીપૂર્વક દૂર રહી કોરોનાને માત આપી ફરીથી 108નું સ્ટિયરિંગ સંભાળી લીધું છે. એવા જ અન્ય કર્મી અમિતગીરી ગોસ્વામી પણ ગત 21 એપ્રિલના રોજ સંક્રમિત થતા ઘરે જ સારવાર કરાવી. તેમના પત્ની વંથલી સી.એચ.સી.માં નર્સિંગ તરીકે ફરજ બજાવે છે. ફરજ સાથોસાથ તેમના પતિ અને બાળકો સહિત ઘર પરિવારની જવાબદારી પણ સંભાળી તેમના પતિને મદદરૂપ બન્યા છે.

એપ્રિલમાં સરેરાશ દરેક પાયલોટે 200 દર્દીને સારવાર માટે હોસ્પિટલ પહોચાડ્યા
જ્યારે અન્ય એક પાયલોટ ભાવેશભાઈ રાઠોડ ધોરાજીથી જૂનાગઢ દર્દીઓના ફેરા કરે છે. થોડા દિવસ પહેલા ફરજ બજાવતા બજાવતા તેઓ સંક્રમિત થયા હતા. સાજા થઈ ફરી કોરોનગ્રસ્ત દર્દીઓની સારવાર્થે સેવામાં જોડાઈ ચુક્યા છે. આ પાયલોટ માત્ર ગાડી જ ચલાવે તેટલું નહીં, જરૂરિયાતમંદ દર્દીઓને સ્ટ્રેચર, વ્હીલચેરમાં બેસાડી ગાડીમાં ચડાવવા-ઉતારવાની ફરજ પણ અદા કરે છે. એપ્રિલ માસમાં એવરેજ દરેક પાયલોટે 200 જેટલા દર્દીઓને સારવાર માટે હોસ્પિટલ સુધી સમયબદ્ધ પહોંચાડ્યા છે.

108ના પાયલોટ ફરી ફરજ પર હાજર.
108ના પાયલોટ ફરી ફરજ પર હાજર.

સેવાભાવી સંસ્થા ફૂડપેકેટ આપે તે જમી લેવાનું
સૌથી કપરો સમય ઓક્સિજન સાથે ગંભીર દર્દીઓને જ્યાં સુધી બેડ ન મળે ત્યાં સુધી માનસિક ધરપત આપવાનો હોવાનુ તેઓ જણાવે છે. ક્યારેક અન્ય દર્દીઓને પરિવારજનોને પણ તેઓ મદદરૂપ બને છે. કોઈને ઓક્સિજન માસ્ક લગાડી દેવા, ખાનગી વાહનો કે જેમાં પેશન્ટ આવ્યા હોય તેમની ગાડી બગડી હોય તો તેમાં પણ હાથ અજમાવી જુએ છે. 108ના પાયલોટ આ સમય દરમિયાન ઘરનું કે સેવાભાવી સંસ્થા દ્વારા ફૂડ પેકેટ આપે તે જ જમી લેવાનું. 12 કલાકની ફરજમાં આળસ, કંટાળો કે થાક્યા વગર દર્દી સુખરૂપ દાખલ થઈ જાય તે જ ધ્યેય સાથે તેઓ તેમની ફરજ મોતને મુઠીમાં રાખી નિભાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

વધુ વાંચો