બંનેની ધરપકડ:રાજકોટમાં 3 માસ અને 8 દી’ પૂર્વે ચેઇન તફડાવનાર બેલડી પકડાઇ

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક

સોની બજારમાં બે શખ્સ શંકાસ્પદ ઘરેણાં વેચવા આવ્યાની માહિતીના આધારે પોલીસે સોની બજારમાં દોડી જઇ બંને આરોપીને સકંજા લઇ પૂછપરછ કરતા એક કનકનગર-7માં રહેતો રાહુલ ઉર્ફે ઇટળી સિદ્ધાર્થ બોહકિયા અને બીજો પાંજરાપોળ-5માં રહેતો શૈલેષ ધર્મેશ ઝાપડિયા હોવાનું જણાવ્યું હતું. બંનેની તલાશી લેતા એક અડધા લાખની કિંમતનો સોનાનો ચેઇન મળી આવ્યો હતો.

બંનેએ આઠ દિવસ પહેલા પંચનાથ પ્લોટમાં વૃદ્ધાના ગળામાંથી ચેઇન તફડાવ્યાની અને 3 મહિના પહેલા રાહુલ ઉર્ફે ઇટળીએ સવારના સમયે લાખાજીરાજ રોડ, સાંગણવા ચોક પાસેથી પ્રૌઢાનું ગળું અડવું કર્યાની કબૂલાત આપી છે. ભોગ બનેલા પંચનાથ પ્લોટ-10માં રહેતા લીલાબેન પ્રફુલ્લભાઇ ધાંધાની અને 3 મહિના પહેલાના બનાવમાં અમદાવાદના તૃપ્તિબેન પ્રકાશભાઇ મહેતા નામના પ્રૌઢાની ફરિયાદ નોંધી બંનેની ધરપકડ કરી છે.

અન્ય સમાચારો પણ છે...