આરોગ્યના દરોડા:રાજકોટમાં 'મહાકાલ પાન'માંથી 3 કિલો હાનિકારક મુખવાસ મળ્યો, મોદક અને મોતીચુરના લાડુના નૂમના લેવાયા

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક

રાજકોટમાં ગણેશ ઉત્સવ શરૂ થતા આરોગ્ય વિભાગ તહેવાર હરકતમાં આવ્યો છે. શહેરમાં લાડુ બનાવતી મીઠાઈની દુકાનોમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યુ છે. આ ઉપરાંત કિશાનપરા ચોક પાસે બાલભવન ખાતે ચાલી રહેલા ખાનગી મેળામાં 10 ફૂડ સ્ટોલમાં દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં 'મહાકાલ પાન' નામના સ્ટોલમાંથી 3 કિલો હાનિકારક મુખવાસ મળી આવ્યો હતો. જેથી તેનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો.

આ વેપારીઓને ત્યાં દરોડા પડ્યા
આ તપાસ અંગે ડેપ્યુટી કમિશનર આશિષ કુમારે મીડિયાને જણાવ્યું હતું કે, ગણેશ ઉત્સવમાં મોતી ચુરના લાડુ અને અન્ય લાડુનુ મોટાપાયે વેચાણ થતુ હોય છે,જેથી ઉત્પાદકો કોઈ અખાદ્ય વસ્તુનો ઉપયોગ કરી રહ્યા છે કે કેમ તેની તપાસ કરવામાં આવી છે. હાલ ઇન્‍દ્રપ્રસ્થ સોસાયટી મેઇન રોડ પર આવેલ 'જય અંબે જાંબુ' નામની દુકાનમાંથી મોદક અને ન્યુ સુર્યોદય શેરી નં-5માં આવેલ 'શિવશક્તિ ગૃહ ઉદ્યોગ' માંથી મોતીચુરના લાડુનો નમૂનો લેવામાં આવ્યો છે. આ ઉપરાંત ફૂડ વિભાગની ટીમ દ્વારા ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ વાન સાથે યુનિવર્સિટી રોડ, વિમલ નગર, પુષ્કરધામ મેઇન રોડ, સાધુ વાસવાણી રોડ પર આવેલ મીઠાઇ, મોદકનું વેચાણ કરતા ધંધાર્થિઓની ચકાસણી કરવામાં આવી હતી.

મોદક ખરીદતા પહેલા આટલું ધ્યાન રાખો
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, મોદક ખરીદતી વખતે કેટલીક બાબતોની ખાસ તકેદારી રાખવી જોઇએ જેમકે મોદક તૈયાર કરવામાં કયું ધી અને ક્યું તેલ વાપરવામાં આવ્યું છે. જે મોદક તૈયાર કર્યા છે તે કેટલા દિવસ પહેલાના છે. મોદકમાં કોઇ કલરનું મિશ્રણ તો નથી ને અને જે સ્થળે એટલે કે જે દુકાને આ મોદક તૈયાર કરવામાં આવ્યા છે ત્યાં કેવી સ્વચ્છતા છે. તેમજ વધુ કલરફૂલ જોવા મળતા મોદક ક્યારેય પણ ન ખરીદવા જોઇએ.

અન્ય સમાચારો પણ છે...