રખડતા પશુ ડબ્બે પુરાયા:રાજકોટમાં શાસ્ત્રીનગર, આજીડેમ અને ગોકુલધામ સહિતના વિસ્તારોમાંથી અડચણરૂપ 284 પશુઓ પાંજરે પુરાયા

રાજકોટ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસવીર
  • શહેરમાં રખડતાં પશુ મામલે પ્રજાનાં આક્રોશનાં પગલે મનપા તંત્ર એક્શનમાં આવ્યું

રાજકોટ શહેરમાં જ્યાં જુઓ ત્યાં માર્ગ વચ્ચે અડીંગો જમાવીને બેસતા રઝળતા ઢોરની સમસ્યા વિકટ બનતી હોય છે. અત્ર તત્ર સર્વત્ર ઢોરના અડીંગા વાહન ચાલકો માટે તો અવરોધરૂપ બને છે પણ ચાલીને જતા રાહદારી માટે જોખમરૂપ છે. કયારેક તો બે આખલાની લડાઇનો નિર્દોષ લોકો ભોગ બનતા હોય છે જેથી મનપા તંત્રએ આ ઢોરોને યોગ્ય જગ્યાએ મોકલવાની અને જનતાને ઢોરના ત્રાસમાંથી મુકત કરવાની ઝુંબેશ શરુ કરી છે. જેના ભાગરૂપે તા.25-04થી 03-05-2022 સુધીના એક સપ્તાહમાં રખડતા અને અડચણરૂપ 284 પશુઓને પકડવામાં આવ્યા છે.

શાસ્ત્રીનગરમાંથી 37 પશુઓને પકડવામાં આવ્યા હતા
રાજકોટ શહેરમાં સતગુરુ પાર્ક, જય જવાન જય કિશાન, સેટેલાઈટ ચોક, આર્ય નગરમાંથી 9 પશુઓ, ન્યુ મહાવીર, અક્ષરનગર, ગાંધીગ્રામ, ભારતીનગર, કષ્ટભંજન સોસાયટી, શાસ્ત્રીનગર, શ્યામનગર, વિગેરે વિસ્તારોમાંથી 37 પશુઓ, ખોડીયારનગર, આંબેડકરનગર તથા આજુબાજુમાંથી 12 પશુઓ અને રૈયાધાર, મફતીયાપરા તથા આજુબાજુમાંથી 16 પશુઓને પકડવામાં આવ્યા છે.

આજી ડેમ પાસેથી 13 પશુઓ ઝડપાયા
જયારે આજીડેમ, અનમોલપાર્ક, માનસરોવરમાંથી 13 પશુઓ, ગ્રીનલેન્‍ડ ચોકડી, શિવમપાર્ક, શિવનગરમાંથી 16 પશુઓ, ભક્તિનગર, રેલવે સ્ટેશન, નવલનગર, ગોકુલધામમાંથી 6 પશુઓ, કણકોટપાટીયા તથા આજુબાજુમાંથી 6 પશુઓ, નંદાહોલ, શિતલપાર્ક, કોઠારીયા ગામ, ઘનશ્યામનગર તથા આજુબાજુમાંથી 20 પશુઓ, કોઠારીયા સોલવન્‍ટ, કિશાનપરા મેઈન રોડમાંથી 20 પશુઓ, માંડાડુગર, માનસરોવર, વેલનાથ, જડેશ્વમાંથી 16 પશુઓ, મનહરપુરમાંથી 8 પશુઓ, રામનગરમાંથી 10 પશુઓ તથા અન્ય વિસ્તારોમાંથી મળી કુલ 284 પશુઓ પકડવામાં આવેલ છે.