• Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • In Rajkot, 25 Shops Including Veronica Italia, Momai Fast Food Were Raided, 17 Kg Of Stale Potatoes, Water, Manchurian Were Destroyed On The Spot.

ચેકીંગ:રાજકોટમાં વેરોનિકા ઇટાલીયા,મોમાઇ ફાસ્ટફુડ સહિત 25 દુકાનો આરોગ્યના દરોડા, 17 કિલો વાસી બટેટા, પાણી, મન્ચુરીયનનો સ્થળ પર નાશ

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રઘુવીરપરા, સત્યસાંઇ રોડ પરથી ડ્રાયફ્રુટ, અશોક ગાર્ડન સામેથી ફરસાણના નમુના લેવાયા

રાજકોટ મહાપાલિકાની આરોગ્ય અને ફૂડ શાખાના ચેકીંગમાં રોજેરોજ આરોગ્યને નુકસાનપ્રદ વાસી ફૂડ મળતું હોય, બજારમાં વેચાતા ખાદ્ય પદાર્થોની ગુણવતા સામે સવાલો થવા લાગ્યા છે. વેરોનિકા ઇટાલીયા,મોમાઇ ફાસ્ટફુડ સહિત 25 દુકાનો પર ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાંથી 17 કિલો વાસી બટેટા, પાણી, મન્ચુરીયન મળી આવતા તેનો સ્થળ પર જ નાશ કરાયો હતો.

3 કિલો વાસી સંભારાનો નાશ કરવામાં
ફૂડ તંત્ર દ્વારા દિવાળીના તહેવાર પર યુનિ. રોડના ભગતસિંહ ગાર્ડન, રોયલપાર્ક, જુના માર્કેટીંગ યાર્ડમાં 25 ધંધાર્થીઓને ત્યાં ચેકીંગ કરવામાં આવ્યું હતું. માર્કેટ યાર્ડના ગોકુલ ગાંઠીયામાંથી 4 કિલો અને મોમાઇ ફાસ્ટ ફૂડમાંથી 3 કિલો વાસી સંભારાનો નાશ કરવામાં આવ્યો હતો. તો આકાશવાણી ચોકના વેરોનિકા ઇટાલીયામાંથી પણ બે કિલો વાસી મન્ચુરીયન મળી આવતા તેનો નાશ કરાયો હતો.

વાસી પાણીપુરીનું 3 લીટર પાણી મળ્યું
રોયલપાર્ક મેઇન રોડ પર આવેલી ગીરીરાજ પાણીપુરીમાં ચેકીંગ કરાતા વાસી પાણીપુરીનું 3 લીટર પાણી મળ્યું હતું. તો યુનિ. રોડના ભગતસિંહ ગાર્ડન પાસે શંકર પાણીપુરીમાંથી બે કિલો વાસી બટેટા, બોમ્બે પાણીપુરીમાંથી 3 કિલો વાસી બટેટા મળતા તેનો પણ નાશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત રોયલ પાર્ક મેઇન રોડના શિવમ ફરસાણ, ઉમિયાજી પાન, આકાશવાણી ચોકના સેલીબે્રશન રેસ્ટોરન્ટ, આદર્શ ગૃહ, બોકસ બાઇટ, સંતુષ્ટી, ટી સ્ટેશન, પાંડેજી ફૂડ પાર્સલ, વર્લ્ડ ઓફ વેફલ્સ, જય ભવાની વડાપાઉં, જુના યાર્ડના ખોડીયાર ટી સ્ટોલ, શ્રી શિવશકિત, જય ખોડીયાર પાન એન્ડ કોલ્ડ્રીંકસ, સંજય પાન હાઉસ, એવન પાન એન્ડ કોલ્ડ્રીંકસ, જય ઠાકર પાઉંભાજી, જય ઠાકર રેસ્ટોરન્ટ, જોગણીમાં રેસ્ટોરન્ટ, મોમાઇ ટી સ્ટોલ ખાતે પણ ચેકીંગ કરાયું હતું. પરંતુ આ તમામ જગ્યાઓ પરથી કોઇ અખાદ્ય પદાર્થ ન મળ્યાનું ફૂડની ટીમે જણાવ્યું હતું.