હાલ શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે રાજકોટમાં ફરાળી વસ્તુઓ બનાવતા ફરસાણના ધંધાર્થીઓ પર આરોગ્ય વિભાગે ચેકિંગ કર્યું હતું. જેમાં 22 કિલો દાઝ્યું તેલ, 31 કિલો પસ્તી અને 31 કિલો અખાદ્ય પદાર્થનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. શહેરમાં પ્રખ્યાત રસિકભાઇ ચેવડાવાળા સહિત 25 ફરસાણના ધંધાર્થીને ત્યાં ચેકિંગ કરવામાં આવ્યું હતું. તેમજ ફરાળી ખાખરાના બે નમૂના પણ લેવામાં આવ્યા છે. શ્રાવણ માસ દરમિયાન ખાદ્યચીજનો (પ્રિપેર્ડ ફુડ)નો બહોળા પ્રમાણમાં ઉપયોગ થતો હોય પ્રિપેર્ડ ખાદ્યચીજમાં વપરાતા ખાદ્યતેલની TPC વેલ્યુ ચકાસવામાં આવી હતી.
ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ મુજબ નમૂના લેવામાં આવ્યા
1. ટેસ્ટી ફરાળી ખાખરા (200 ગ્રામ પેકેટ)
સ્થળ: પ્લેટીનમ સિંગ, એસ્ટ્રોન ચોક, સરદારનગર મેઇન રોડ
2.સુરજ ખાખરા ફરાળી (200 ગ્રામ પેકેટ)
સ્થળ: પંચનાથ નમકીન, સદર બજાર મેઇન રોડ
25 ફરસાણની દુકાનમાં ચેકિંગ કર્યું
1. જલિયાણ ફરસાણ, ગાયત્રીનગર મેઇન રોડ- 15 કિલો દાઝ્યા તેલનો, 10 કિલો પસ્તી અને 4 કિલો વાસી ખોરાકનો નાશ
2. ઉમિયાજી ફરસાણ, ગાયત્રીનગર મેઇન રોડ- 7 કિલો પસ્તી અને 14 કિલો વાસી ખોરાકનો નાશ
3. ગૌતમ ફરસાણ, સહકાર મેઇન રોડ- 7 કિલો પસ્તીનો નાશ
4. શ્રીરામ સ્વીટ એન્ડ નમકીન, બોલબાલા માર્ગ- 7 કિલો દાઝ્યુ તેલ અને 2 કિલો પસ્તીનો નાશ
5. જલારામ પેટીસ, ગાયત્રીનગર મેઇન રોડ- 10 કિલો વાસી લોટ અને 3 કિલો વાસી પેટીસનો નાશ
6. જય સિયારામ ફરસાણ, સહકાર મેઇન રોડ
7. જય ગોપાલ નમકીન, સહકાર મેઇન રોડ
8. મહાવીર ફરસાણ, સહકાર મેઇન રોડ
9. મારૂતિ ફરસાણ, સહકાર મેઇન રોડ
10. ભાનુભા ફરાળી ભેળ, સહકાર મેઇન રોડ
11. અશોક ડેરી ફાર્મ, સહકાર મેઇન રોડ
12. બલરામ ડેરી ફાર્મ, ત્રિશુલ ચોક
13. શક્તિ વિજય ફરસાણ, ગાયત્રીનગર મેઇન રોડ
14. હરિકૃષ્ણ ફરસાણ એન્ડ સ્વીટ્સ
15. જલિયાણ ફરસાણ, ગાયત્રીનગર મેઇન રોડ
16. મુરલીધર ફરસાણ, ગાયત્રીનગર મેઇન રોડ
17. અક્ષર ગાંઠીયા, ગાયત્રીનગર મેઇન રોડ
18. જય સિયારામ ફરસાણ, ગિતાનગર મેઇન રોડ
19. સમર્પણ યુવા ચેરિટેબલ ટ્રસ્ટ, ગાયત્રીનગર મેઇન રોડ
20. ધારેશ્વર ફરસાણ, ભક્તિનગર સર્કલ
21. રસિકભાઇ ચેવડાવાળા, જ્યુબેલી રોડ
22. ઠા.કાંતીભાઇ ચેવડાવાળા, જ્યુબેલી રોડ
23. યશવંતભાઇ ચેવડાવાળા, જ્યુબેલી રોડ
24. ગોરધનભાઇ ચેવડાવાળા, જ્યુબેલી રોડ
25. પરાગભાઇ ચેવડાવાળા, જ્યુબેલી રોડ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.