માંગ:રાજકોટમાં દિવાળી સહિતની જાહેર રજા લેવા મનપા ખાતે 23 UHC ના આરોગ્ય કર્મચારી એકત્ર થયા,તહેવારમાં રજા નહિ આપતા રોષ

રાજકોટ3 મહિનો પહેલા
  • મેડીકલ અને પેરા મેડિકલ સહિતનો સ્ટાફ મનપાએ રજૂઆત માટે પહોંચ્યો

રાજકોટમાં દિવાળી અને નવા વર્ષ સહિતની જાહેર રજા લેવાની માંગ સાથે મનપા ખાતે 23 અર્બન હેલ્થ સેન્ટરના આરોગ્ય કર્મચારી એકત્ર થયા હતા અને તહેવારમાં રજા નહિ આપતા આરોગ્ય કર્મીઓમાં રોષ જોવા મળ્યો હતો. જ્યાં મેડીકલ અને પેરા મેડિકલ સહિતનો સ્ટાફ મનપા ખાતે રજૂઆત કરવા પહોંચ્યો હતો.

સ્ટાફની સાપ્તાહિક રજાઓ નિયમિત થઇ
કોરોના કાળ શરૂ થવાથી આજ સુધી સતત અને ખડેપગે કામ કરનાર મનપાના કર્મચારી અને કોન્ટ્રાકટમાં આરોગ્ય વ્યવસ્થામાં કામ કરતા કર્મચારીઓએ આજે ફરી મહાપાલિકામાં તેમની કેટલીક માંગણી દોહરાવી હતી તાજેતરમાં આરોગ્ય કર્મચારીઓએ કમિશ્નર અને ડે.કમિશ્નરને રજુઆત કર્યા બાદ સ્ટાફની સાપ્તાહિક રજાઓ નિયમિત થઇ છે. ખાસ અભિયાનમાં ભાગ લેનાર કર્મચારીઓને રજાની વ્યવસ્થાની ખાતરી અપાઇ હતી.

આરોગ્યકર્મીઓને મેયરને મળ્યા
100 ટકા વેકસીનેશન બાદ રવિવારે રજા આપવામાં આવે છે. દરમ્યાન આજે ફરી મેડીકલ અને પેરા મેડિકલ સહિતનો સ્ટાફ મનપાએ રજુઆત માટે આવ્યો હતો. તેઓએ સૌ પહેલા આરોગ્ય અધિકારી ડો.લલીત વાંઝાને રજુઆત કરી હતી. સાપ્તાહિક રજા, કેન્દ્રના અને કામગીરીના સમયમાં સ્થિરતા અંગે રજુઆત કરી હતી. બાદમાં આ કર્મચારીઓ મેયરને મળ્યા હતા અને રજુઆત દોહરાવી હતી.