• Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • In Rajkot, 22 Properties Located At Diwanpara, Mansatirth, Chandreshnagar Were Locked By The Tax Collection Branch, Recovery Of Rs.27.79 Lakh.

ટેક્સ બ્રાન્ચે ધોકો પછાડ્યો:રાજકોટમાં દિવાનપરા, મનસાતીર્થ, ચંદ્રેશનગર પર આવેલી 22 મિલકતો પર વેરા વસુલાત શાખાના તાળા લાગ્યા, રૂ.27.79 લાખની વસૂલાત

રાજકોટ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
ભૂતખાના પાસે પેટ્રોલ પંપની ઓફિસ સીલ - Divya Bhaskar
ભૂતખાના પાસે પેટ્રોલ પંપની ઓફિસ સીલ
  • એક લાખથી વધુ મિલકત વેરો બાકી હોય તેવા બાકીદારો વિરૂધ્ધ મનપાની ઝુંબેશ
  • સેન્ટ્રલઝોનમાં 11 મિલકત સિલ કરી રૂ. 22.18 લાખ, વેસ્ટ ઝોન દ્વારા 6 મિલકત સિલ કરી રૂ. 2.59 લાખ અને ઇસ્ટ ઝોન દ્વારા 5 મિલકત સિલ કરી રૂ.3.02 લાખની વસુલાત કરાઈ છે

રાજકોટમાં મ્યુનિ. કોર્પોરેશનની ટેકસ શાખાના રીકવરી સેલ દ્વારા જુદા જુદા વોર્ડમાં મિલકતોના સીલીંગ ચાલુ રાખવામાં આવ્યા છે. તેમાં આજે દિવાનપરા, મનસાતીર્થ, ચંદ્રેશનગર સહિત 22 મિલકતને સીલ કરી રૂા.27.79 લાખની રીકવરી કરવામાં આવી હતી.

બાકી વેરા માટે સ્કુલની ઓફિસ સિલ કરવામાં આવી
સેન્ટ્રલ ઝોનના વોર્ડ નં.3ના રેલનગર વિસ્તારમાં શિવકુંજ વિદ્યામંદિર આવેલ છે. બાકી વેરા માટે સ્કુલની ઓફિસ સિલ કરવામાં આવી હતી. શાળામાં શિક્ષણ કાર્ય ચાલુ રહેવા દેવામાં આવ્યું હતું. તો વોર્ડ નં.14માં ભુતખાનાથી કેનાલ રોડ તરફના રસ્તે આવેલા ભાડલાવાળા પેટ્રોલીયમ (બીપીસીએલ)ના રૂ.55 લાખના બાકી લેણા બદલ ઓફિસ સિલ કરાઇ હતી ત્યાં પણ પેટ્રોલનું વેચાણ ચાલુ રાખવા દેવાયું હતું.

7 દુકાનો સિલ કરાઇ હતી
આ જ વોર્ડમાં ભકિતનગર પાસેના મનસા તીર્થ એપાર્ટમેન્ટમાં 7 દુકાનો સિલ કરાઇ હતી.વોર્ડ નં.7ના દિવાનપરાના ધાધલ કોમ્પલેક્ષમાં એક ઓફિસ અને વોર્ડ નં.13ના ચંદ્રેશનગર મેઇન રોડ પર આવેલ દુકાનના 1.62 લાખના બાકી માંગણા બદલ સીલ કરાયેલ છે.

નોટીસ ફટકારવામાં આવી
વોર્ડ નં.4ના કારખાના, વોર્ડ નં.પમાં દુકાનો, વોર્ડ નં.7માં ધનરાજ હોટલ અને દુકાનો, વોર્ડ નં.10માં કાલાવડ રોડ પર બે દુકાનો, વોર્ડ નં.13 અને 15માં કારખાનાઓમાંથી રીકવરી થઇ હતી તો વોર્ડ નં.6ના દિનદયાળ ઇન્ડ. એરીયામાં કારખાનાના બાકી રૂા. 78 હજાર માટે નોટીસ ફટકારવામાં આવી હતી.

કુલ રૂ.27.79 ની વસુલાત કરાઈ
આમ સેન્ટ્રલઝોનમાં 11 મિલકત સિલ કરી રૂ. 22.18 લાખ, વેસ્ટ ઝોન દ્વારા 6 મિલકત સિલ કરી રૂ. 2.59 લાખ અને ઇસ્ટ ઝોન દ્વારા 5 મિલકત સિલ કરી રૂ.3.02 લાખ સહિત કુલ રૂ.27.79 ની વસુલાત કરાઈ છે.