ભાજપના MLAના બર્થ ડેની અનોખી ઉજવણી:રાજકોટમાં ઓડી, થાર સહિત 22 લક્ઝરી કારમાં ઝુપડપટ્ટીના બાળકોની શાહી સવારી, ભાવતા ભોજનીયા પીરસાયા

રાજકોટ2 મહિનો પહેલા
બાળકોનો લક્ઝુરીયસ કારોનો કાફલો શહેરમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો. - Divya Bhaskar
બાળકોનો લક્ઝુરીયસ કારોનો કાફલો શહેરમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો.

રાજકોટના મવડી ગામના અગ્રણી ઉદ્યોગપતિ ધીરુભાઈ સોરઠીયાએ રાજકોટ દક્ષિણ બેઠક પરના ભાજપના ધારાસભ્ય ગોવિંદ પટેલના જન્મદિવસની અનોખી ઉજવણી કરી હતી. જેમાં ગરીબ ભૂલકાંઓને ઓડી, રેન્જ રોવર, એન્ડેવર થાર, હેરિયર, ટાટા સફારી, ક્રેટા, થાર, ફોર્ચ્યુનર સહિત 22 લક્ઝુરીયસ કારમાં મવડી ગામથી શાહી સવારીનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. આ ગાડીઓની અંદર કોઠારીયા વિસ્તારના ગરીબ બાળકોને બેસાડી રાજકોટના રેસકોર્સ રોડ સુધી શાહી સવારી કરાવી હતી. તેમજ બાળકોન ભાવતા ભોજનીયા પીરસાયા હતા.

મવડીથી રેસકોર્સ સુધી શાહી સવારી કરાવી
આમ તો લક્ઝુરીયસ કારના કાફલા અને VIP કાફલા સાથે આવી કારમાં બેસવું સૌ કોઈનું સ્વપનું હોય છે. ત્યારે ગરીબ બાળકોનાં આ સ્વપનાને સાકાર કરવા માટે રાજકોટના મવડી વિસ્તારના ધીરુભાઈ સોરઠીયા દ્વારા આ ખાસ આયોજન કરાયું હતું. જેમાં દીપાબેન વઘાસીયાના માર્ગદર્શન અનુસાર લક્ષ્મીનગર, લોહા વિસ્તાર અને કોઠારીયા વિસ્તારના ઝુપડપટ્ટીમાં રહેતા બાળકોને સાડા ત્રણ વાગ્યે મવડીથી પ્રસ્થાન થયેલી કારોમાં રણુજા મંદિર ખાતેથી રેસકોર્સ વિસ્તારમાં અને ત્યારબાદ યાજ્ઞિક રોડ થઈ અને મવડી તરફ પ્રસ્થાન કરી અને શગુન પાર્ટી પ્લોટ ખાતે લઈ જવામાં આવ્યા હતા.

મવડીથી રેસકોર્સ અન પરત મવડી સુધી બાળકોને કારમાં સવારી કરાવી.
મવડીથી રેસકોર્સ અન પરત મવડી સુધી બાળકોને કારમાં સવારી કરાવી.

બાળકોને ભોજન કરાવ્યા બાદ ભેટ આપવામાં આવી
શગુન પાર્ટી પ્લોટમાં ધારાસભ્ય ગોવિંદ પટેલની હાજરીમાં કેક કટિંગ કરાયું હતું અને બાળકોને ભાવતા ભોજન પીરસવામાં આવ્યા હતા. એટલું જ નહીં અંતમાં તમામ બાળકોને સુંદર ભેટ પણ આપવામાં આવી હતી. ગોવિંદ પટેલનાં જન્મદિવસની અનોખી ઉજવણી માટે જાણીતા એન્કર હાર્દિક સોરઠીયા, રાજકોટ શહેર ભાજપ યુવા મોરચા પ્રમુખ અને યુવા આગેવાન કિશનભાઇ ટીલવા, અગ્રણી ઉદ્યોગપતિ વિશાલ સોરઠીયા, મારૂતિ નંદન ચેરીટેબલ મંદિરના પ્રમુખ રાજુ સોરઠીયા, હરસોડા પરિવારના પ્રમુખ જયેશ હરસોડા, વોર્ડ 11ના યુવા મોરચા પ્રમુખ અંકિત સોરઠીયા, અક્ષય સોરઠીયા દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.

બાળકોના ચહેરા પર ખુશી જોવા મળી.
બાળકોના ચહેરા પર ખુશી જોવા મળી.