તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

SSCનું પરિણામ:રાજકોટમાં ધો.10ના 2056 વિદ્યાર્થીને A1 ગ્રેડ અને 5270ને A2 ગ્રેડ મળ્યો

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • સૌથી વધુ A1 ગ્રેડ મેળવવામાં રાજકોટ રાજ્યમાં બીજા ક્રમે રહ્યું

કોરોના મહામારીને કારણે ચાલુ વર્ષે ધો.10ની બોર્ડની પરીક્ષા રદ કરવામાં આવી હતી અને ધો.9 તેમજ ધો.10ની એકમ કસોટીના આધારે શિક્ષણબોર્ડે આપેલી ફોર્મ્યુલા મુજબ તૈયાર કરાયેલું પરિણામ મંગળવારે સાંજે જાહેર કરી દેવામાં આવ્યું હતું. જેમાં રાજકોટમાં કુલ 41739 વિદ્યાર્થી નોંધાયેલા હતા જેમાંથી 2056 વિદ્યાર્થીઓને A1 ગ્રેડ પ્રાપ્ત થયો છે જ્યારે 5270 વિદ્યાર્થીને A2 ગ્રેડ પ્રાપ્ત થયો છે.

રાજ્યમાં સૌથી વધુ એ-1 ગ્રેડ મેળવવામાં 2991 વિદ્યાર્થીઓ સાથે સુરત પ્રથમ નંબરે જ્યારે રાજકોટ 2056 વિદ્યાર્થી સાથે રાજ્યમાં બીજા ક્રમે રહ્યું છે. રાજકોટના કુલ નોંધાયેલા વિદ્યાર્થીઓ પૈકી 7482 વિદ્યાર્થીને બી-1, 8815 વિદ્યાર્થીઓને બી-2, 8061 વિદ્યાર્થીને સી-1 ગ્રેડ, 5817 વિદ્યાર્થીએ સી-2 ગ્રેડ અને 4238 વિદ્યાર્થીને ડી ગ્રેડ પ્રાપ્ત થયો છે.

આ વર્ષે કોરોના મહામારીને કારણે તમામ નોંધાયેલા રેગ્યુલર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન અપાતા તમામ ગ્રેડના વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો નોંધાયો છે. રાજ્યમાં કુલ 8,57,204 ઉમેદવાર નોંધાયા હતા જેમાંથી 4,90,482 વિદ્યાર્થી અને 3,66,722 વિદ્યાર્થિની નોંધાઇ હતી.

રાજકોટમાં A1 ગ્રેડ મેળવનાર ગયા વર્ષ કરતા 9 ગણા વધુ

ગ્રેડ20212020વધ-ઘટ
A12056231+1825
A252702524+2746
B174824801+2681
B288157076+1739
C180618317-256
C25817413+1704
D4238244+3994
અન્ય સમાચારો પણ છે...