કાર્યવાહી:રાજકોટમાં પ્રતિબંધિત ચાઇનીઝ દોરી, ફીરકી અને તુક્કલનું વેચાણ કરતા 2 વેપારી ઝડપાયા,250 નંગ ફિકરી અને 50 નંગ તુક્કલ કબ્જે

રાજકોટ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
આરોપીઓની ફાઈલ તસવીર - Divya Bhaskar
આરોપીઓની ફાઈલ તસવીર
  • પોલીસે ચોક્કસ બાતમીને કોઠારીયા સોલ્વન્ટ અને મોરબી જકાતનાકા પાસે દરોડો પડી બન્ને વેપારીની ધરપકડ કરી

ઉતરાયણના તહેવારને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે રાજકોટ પોલીસ દ્વારા પ્રતિબંધિત દોરી અને તુક્કલોના વેચાણને અટકવાવા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. શહેરના જુદા જુદા પોલીસ સ્ટેશન વિસ્તારમા પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરી ચાઈનીઝ દોરી પકડી પાડવામાં આવે છે. ત્યારે આજે શહેરમાં પ્રતિબંધિત કોઠારીયા સોલ્વન્ટ અને મોરબી જકાતનાકા પાસે પોલીસે ચાઇનીઝ દોરી, ફીરકી અને તુક્કલનું વેચાણ કરતા 2 વેપારીઓની ધરપકડ કરી છે.

બન્ને વેપારી રંગે હાથ ઝડપાયા
પ્રથમ બનાવમાં કોઠારીયા સોલ્વન્ટ પાસે સીઝનલ વેપારી સંજય સરવૈયા પાસેથી રૂ.10 હજારની 50 નંગ ચાઈનીઝ દોરી,રૂ.5 હજારની 250 નંગ ચાઈનીઝ તુક્કલ સહિત પોલીસે રૂ.15 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો જયારે અન્ય કિસ્સામાં મોરબી જકાતનાકા પાસે રૂ.1500ની 10 નંગ ચાઈનીઝ દોરીની રીલ જપ્ત કરી હતી. પોલીસે ચોક્કસ બાતમીને આધારે દરોડો પાડતા બન્ને વેપારી રંગે હાથ ઝડપાયા હતા.

ચાઈનીઝ દોરી પર પ્રતિબંધ મુકાયો છે
ઉત્તરાયણમાં ચાઇનીઝ દોરીના વેચાણ પર, ઉપયોગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ચાઈનીઝ તુક્કલ, ચાઈનીઝ લેટર્નનાં ઉત્પાદન, વેચાણ, ચાઈનીઝ માંઝા, પ્લાસ્ટિકની દોરીનાં ઉત્પાદન અને વેચાણ પર, પતંગ ઉડાડવામાં એનો ઉપયોગ કરવા, સિન્થેટિક માંઝા, સિન્થેટિક કોટિંગ કરેલી હોય અને નોન બાયોડીગ્રેબલ હોય એવી દોરી, ચાઈનીઝ માંઝાનાં ઉત્પાદન, વેચાણ કે ઉપયોગ કરવા પર પ્રતિબંધ મૂક્યો છે તેમજ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ, નવી દિલ્હીના હુકમ અન્વયે પતંગ ચગાવવાના, અન્ય સિન્થેટિક માંઝા, સિન્થેટિક કોટિંગ કરેલી હોય અને નોન બાયોડીગ્રેબલ હોય તેવી દોરી, ચાઈનીઝ માંઝા પર પ્રતિબંધ મુકાયો છે.