તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • In Rajkot, 2 Thousand Traders Have 10 Lakh Pieces Of Old Jewelery, 1500 Hallmarks In 1 Day, If Work Is Done At This Speed, 666 Days Will Go By.

HUID:રાજકોટમાં 2 હજાર વેપારી પાસે 10 લાખ નંગ જૂના દાગીના છે, 1 દિવસમાં 1500માં હોલમાર્ક થાય છે, આ ઝડપે કામ થાય તો 666 દિવસ નીકળી જાય

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • 30 હોલમાર્ક સેન્ટરની જરૂરિયાત સામે હાલમાં 5 જ કાર્યરત
  • 30 નવેમ્બર સુધીની હોલમાર્કિંગની મુદત વધારાઈ પણ પોણા બે વર્ષે કામ પૂરુ થાય તેમ નથી

એચ.યુ.આઈ.ડી.ને કારણે હાલ દરેક હોલમાર્ક સેન્ટર પર સોનાના દાગીના પર હોલમાર્ક કરાવવામાં વેઈટિંગ જોવા મળી રહ્યું છે. ઓનલાઇન પ્રક્રિયાને કારણે અત્યારે એક હોલમાર્ક સેન્ટર પર રોજના માત્ર 300 દાગીના પર જ હોલમાર્ક થાય છે. જ્યારે એચ.યુ. આઇ.ડી. પહેલા રોજના એક હોલમાર્ક સેન્ટર પર રોજના 1000 દાગીના પર હોલમાર્ક લાગી જતા હતા. અત્યારે એક હોલમાર્ક સેન્ટરમાં રોજના 300 દાગીના ઉપર એચ.યુ.આઇ.ડી. લાગે છે. રાજકોટમાં અત્યારે 5 હોલમાર્ક સેન્ટર છે એટલે રાજકોટમાં રોજના 1500 દાગીના પર એચ.યુ.આઈ.ડી.લાગે છે. જો આ જ ઝડપે થાય તો રાજકોટના 2 હજાર સોની વેપારી પાસે રહેલા અંદાજિત 10 લાખ નંગ દાગીના પર એચ.યુ.આઈ.ડી. લગાવવામાં અંદાજિત 666 દિવસ નીકળી જાય. રાજકોટમાં અત્યારે હોલમાર્ક સેન્ટરની સંખ્યા 5 છે. જ્યારે જરૂરિયાત 30 હોલમાર્ક સેન્ટરની છે. આમ, જરૂરિયાત કરતા ઓછી હોલમાર્કિંગ સેન્ટરની સંખ્યા અને બિનજરૂરી ઓનલાઇન પ્રક્રિયાને કારણે મુશ્કેલી વધી રહી છે. નિયમ સામે કોઇ વાંધો નથી પરંતુ કેટલીક પ્રક્રિયા વ્યવહારું અને સરળ બનાવવી જોઇએ તેમ જેમ્સ એન્ડ જ્વેલરી એસોસિએશનના બોર્ડ ઓફ ડિરેક્ટર રમેશભાઈ લોલારિયા જણાવે છે.

રાજકોટમાં દરેક હોલમાર્કિંગ સેન્ટરમાં દાગીના પર એચ.યુ.આઇ.ડી. નંબર લગાવવા માટે 10-10 દિવસનું વેઇટિંગ છે. તેમજ જે કામ પહેલા એક દિવસમાં થઇ જતું હતું તેમાં હવે 8 દિવસનો સમય લાગી રહ્યો છે. જેને કારણે રાજકોટના સોની વેપારીઓ હવે અમદાવાદ, જૂનાગઢ, જામનગર, ગોંડલ જેવા સેન્ટર પર હોલમાર્ક કરાવવા માટે જાય છે. જ્યારે દાગીના સાથે સોની વેપારીઓ જાય છે ત્યારે તેમને સતત ચોરી કે લૂંટફાટનો ભય પણ રહે છે. નિયમ સામે કોઈ વાંધો નથી. હાલ સૌથી વધુ મુશ્કેલી નાના દાગીના માટે થતી હતી. જો કોઇ એક ગ્રામની વીંટી પર ફાયર એસેની મદદથી એચ.યુ.આઈ.ડી. લગાવવામાં આવે તો તેમાંથી સ્ક્રેપ નીકળે છે, કાપકૂપ થવાને કારણે વીંટીનું જે ફિનિશિંગ હોય તે અનફિનિશિંગ થઇ જતું હતું. જોકે હવે નાના દાગીનાને મુક્તિ આપવામાં આવતા હવે આ મુશ્કેલીનો અંત આવશે.

પહેલા એક કલાકમાં કામ થતું હતું હવે તેના માટે પાંચ કલાક થાય છે
જૂની પદ્ધતિ મુજબ હોલમાર્ક લગાવીએ તો દરેક દાગીના પર એક કલાકમાં હોલમાર્ક લાગી જતું હતું. હવે તે જ કામગીરી માટે પાંચ કલાકનો સમય લાગી જાય છે. દરેક સોની વેપારીઓ પાસે કમ્પ્યૂટરની સુવિધા નથી અને તેનું જ્ઞાન નથી. જેથી હેરાનગતિ વધુ થાય છે.

વેપારીને સેન્ટર ખોલવાની મંજૂરી આપી પરંતુ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવામાં એક વર્ષ નીકળશે
નવી જાહેરાત મુજબ સોની વેપારીઓને હોલમાર્ક સેન્ટર ખોલવાની મંજૂરી આપી દેવામાં આવી છે, પરંતુ હોલમાર્ક સેન્ટર ખોલવામાં અંદાજિત એક વર્ષથી વધુ સમય નીકળી જાય. કારણ કે, આ માટે જરૂરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર સહિતની વ્યવસ્થા કરવી પડે. હજુ આ અંગે માત્ર જાહેરાત જ કરવામાં આવી છે પરંતુ કોઇ પરિપત્ર આવ્યો નથી. હાલમાં નિયમ સરળ બનાવી દે તે જરૂરી છે. > રમેશભાઈ લોલારિયા, બોર્ડ ઓફ ડિરેકટર- જેમ્સ એન્ડ જ્વેલરી એસોસિએશન

ક્યારેક આખો દિવસ તો ક્યારેક અડધો દિવસ સર્વર બંધ રહે છે
સમગ્ર પ્રક્રિયા ઓનલાઇન કરી છે પરંતુ સૌથી મોટી મુશ્કેલી સર્વર માટેની છે. ક્યારેક આખો દિવસ તો ક્યારેક અડધો દિવસ સુધી સર્વર બંધ રહે છે. જ્યારે સર્વર બંધ રહે ત્યારે કામ ન થઇ શકે. આમ ,બન્ને રીતે કામ ઓછું થાય છે. એટલે હોલમાર્ક સેન્ટરની કાર્યક્ષમતા ઘટતી જાય. ઓછું કામ થવાને કારણે સામે જે વકરો છે તે પણ ઓછો થઈ જાય. બન્ને રીતે નુકસાન થાય છે. > ભાયાભાઈ સાહોલિયા, પ્રમુખ ગોલ્ડ ડીલર્સ એસોસિએશન, રાજકોટ

અન્ય સમાચારો પણ છે...