• Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • In Rajkot, 2 New Cases Of Dengue Were Reported, The Total Number Of Patients In The Season Exceeded 433, Notices Were Issued For Finding Mosquito Origin In 854 Places.

રોગચાળો વકર્યો:રાજકોટમાં ડેંગ્યુના નવા 2 કેસ નોંધાતા સિઝનના કુલ દર્દીઓ 433ને પાર, 854 જગ્યાએ મચ્છર ઉત્પત્તિ મળતા નોટિસ ફટકરવામાં આવી

રાજકોટ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
15,164 ઘરોમાં પોરાનાશક કામગીરી કરાઇ - Divya Bhaskar
15,164 ઘરોમાં પોરાનાશક કામગીરી કરાઇ
  • શરદી-ઉધરસના 359 અને શ્વાન કરડવાના 347 કેસ નોંધાયા

રાજકોટમાં એક તરફ ઓમીક્રોનની દહેશત ફેલાઈ રહી છે ત્યારે મચ્છરજન્ય ડેંગ્યુ સહિતના રોગચાળાએ હાહાકાર મચાવવાનું ચાલુ રાખ્યું છે. છેલ્લા સપ્તાહમાં ખતરનાક ડેંગ્યુ તાવના વધુ 2 દર્દી નોંધાતા સિઝનના કુલ દર્દીઓનો 433ને પાર થઇ ગયો છે. તો મેલેરીયાના 1 અને ચિકનગુનિયાના 2 કેસ નોંધાયા છે. આ દરમ્યાન ચકાસણીમાં ઠેર ઠેર મચ્છરોના ઉપદ્રવ જોવા મળતા અઠવાડિયામાં આવી 854 જગ્યાઓના સંચાલકોને મળતા નોટિસ ફટકરવામાં આવી છે. આ આંકડા મનપા દ્વારા જાહેર કરવામાં આવ્યા છે અને 20થી 26 ડિસેમ્બર સુધીના છે.

એક અઠવાડિયામાં નોંધાયેલા મચ્છરજન્ય રોગની સંખ્યા

રોગનું નામઅઠવાડિક કેસની સંખ્યાસિઝનના કેસની સંખ્યા
ડેન્ગ્યુ2433
મેલેરિયા159
ચિકુનગુનિયા242

એક અઠવાડિયામાં નોંધાયેલા અન્ય રોગચાળાના કેસની સંખ્યા

રોગનું નામકેસની સંખ્યા
શરદી–ઉધરસ359
સામાન્ય તાવ20
ઝાડા–ઉલટી58
ટાઈફોઈડ તાવ0
ડોગ બાઈટ347
કમળો0
મરડો0

15,164 ઘરોમાં પોરાનાશક કામગીરી કરાઇ
આ રોગચાળા દ્વારા ઉભા થતા જાહેર આરોગ્ય પડકારને પહોંચી વળવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વાહક નિયંત્રણની કામગીરી હેઠળ એક અઠવાડિયામાં પોરાનાશક કામગીરી હેઠળ 15,164 ઘરોમાં પોરાનાશક કામગીરી કરી છે અને 1,686 ઘરોમાં ફોગિંગ કામગીરી કરી છે. મચ્છરની ઘનતા વધુ હોય તેવા વિસ્તારોને વ્હિકલ માઉન્ટેન ફોગિંગ મશીન ફોગિંગ કામગીરી કરવામાં આવે છે. આ કામગીરી હેઠળ આજી નદીની આસપાસનો વિસ્તાર, જજ કોલોની, હરિદ્વાર ચોક રાજેન્દ્ર પ્રસાદ રોડ, પોલીસ ભરતી ગ્રાઉન્ડ, માઉન્ટેન પોલીસ લાઈન, સર્કિટ હાઉસ, કેવડાવાડી, વિક્રમ સારાભાઇ સ્કૂલ, ગાયત્રીનગર, બહુમાળીભવન પાછળ સરકારી વસાહત, માઉન્ટેન પોલીસ લાઈન વગેરે વિસ્તારોમાં ફોગિંગ કામગીરી કરવામાં આવી છે.

મચ્છરના બ્રિડિંગ મળતા 516 આસામીને નોટિસ આપી
ડેન્‍ગ્‍યુ રોગ અટકાયતીના ભાગરૂપે શહેરી વિસ્તારમાં રહેણાંક મકાન, દુકાન, એપાર્ટમેન્ટ, કોર્મશિયલ કોમ્પલેક્સ, ઔદ્યોગિક એકમો, વ્યાપાર ધંધાના સ્થળ તેમજ રહેણાંક મકાનની આસપાસના વિસ્તારોમાં મચ્છરોના ઉત્પતિ સ્થાનો જોવા મળશે તો જગ્યાના માલિક કે ભોગવટો કરનાર કે જવાબદાર આસામી સીધી રીતે જવાબદાર ગણી બાયલોઝ અંતર્ગત તેની વિરૂદ્ધ મચ્છર ઉત્પતિ અંગે નોટિસ અને વહિવટી ચાર્જ વસુલાતની કામગીરી કરવામાં આવી છે. આ કામગીરી હેઠળ રહેણાંક સિવાય અન્ય 854 પ્રીમાઇસીસ (બાંધકામ સાઇટ, સ્‍કૂલ, હોસ્પિટલ, હોટેલ, ઇન્ડસ્ટ્રીઝ, હોસ્ટેલ, કોમ્પ્લેક્ષ, ભંગારના ડેલા, સેલર, હોલ / વાડી / પાર્ટી પ્લોટ, ધાર્મિક સ્થળ, પેટ્રોલ પં૫, સરકારી કચેરી વગેરે)નો મચ્છર ઉત્પતિ અંગે તપાસ કરી રહેણાંક સહિત મચ્છર ઉત્પતિ અંગે 854 આસામીને નોટિસ આપવામાં આવી છે.