રખડતા પશુ ડબ્બે પુરાયા:રાજકોટમાં ગ્રીનલેન્‍ડ ચોકડી, પ્રદ્યુમનપાર્ક અને વિજય પ્લોટ સહિતના વિસ્તારોમાંથી 193 પશુઓ પાંજરે પુરાયા

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસવીર
  • શહેરમાં રખડતાં પશુ મામલે પ્રજાનાં આક્રોશનાં પગલે મનપા તંત્ર એક્શનમાં આવ્યું

રાજકોટ શહેરમાં જ્યાં જુઓ ત્યાં માર્ગ વચ્ચે અડીંગો જમાવીને બેસતા રઝળતા ઢોરની સમસ્યા વિકટ બનતી હોય છે. અત્ર તત્ર સર્વત્ર ઢોરના અડીંગા વાહન ચાલકો માટે તો અવરોધરૂપ બને છે પણ ચાલીને જતા રાહદારી માટે જોખમરૂપ છે. કયારેક તો બે આખલાની લડાઇનો નિર્દોષ લોકો ભોગ બનતા હોય છે જેથી મનપા તંત્રએ આ ઢોરોને યોગ્ય જગ્યાએ મોકલવાની અને જનતાને ઢોરના ત્રાસમાંથી મુકત કરવાની ઝુંબેશ શરુ કરી છે. જેના ભાગરૂપે તા.09-05થી 15-05-2022 સુધીના એક સપ્તાહમાં રખડતા અને અડચણરૂપ 193 પશુઓને પકડવામાં આવ્યા છે.

મોરબી રોડમાંથી 46 પશુઓને પકડવામાં આવ્યા હતા
રાજકોટ શહેરમાં મનહરપુર, ઘંટેશ્વર, રૈયાધાર, શાંતીનગર, સાધુવાસવાણી રોડ, વિગેરે વિસ્તારોમાંથી 28 પશુઓ, ઉદ્યોગનગર, વિજય પ્લોટ, વિદ્યાનગરમાંથી 6 પશુઓ, સવગુણ સોસાયટી, આકાશવાણી ચોકમાંથી 5 પશુઓ,નરસિંહનગર, શીલનગર, ગ્રીનલેન્‍ડ ચોકડી, જય જવાન જય કિશાન, શક્તિ સોસાયટી, રણછોડનગર, રામાણીપાર્ક, તિરૂપતિપાર્ક, મોરબી રોડમાંથી 46 પશુઓને પકડવામાં આવ્યા છે.

નાના મૌવામાંથી 11 પશુઓને પકડવામાં આવ્યા હતા
જયારે કણકોટ પાટીયા, નાના મૌવા ગામમાંથી 11 પશુઓ, સંજયનગર, શ્રીરામ સોસાયટી, પ્રદ્યુમનપાર્ક, શિવમનગરમાંથી 5 પશુઓ, વિવેકાનંદનગર, રાજલક્ષ્મી સોસાયટી, નંદાહોલમાંથી 10 પશુઓ, ભોજલરામ સોસાયટી, સહકાર રોડમાંથી 6 પશુઓ, દિવાનપરામાંથી 7 પશુઓ, કોઠારીયા સોલવન્‍ટમાંથી 15 પશુઓ તથા અન્ય વિસ્તારોમાંથી મળી કુલ 139 પશુઓ પકડવામાં આવેલ છે.

પાણીચોરી બદલ 12 લોકોને રૂ.18,750ની પેનલ્ટી ફટકારાઇ
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પાણીના નળમાં ઇલેક્ટ્રિક મોટર મૂકતા કે અન્ય કોઈ અનઅધિકૃત રીતે ડાયરેકટ પંપિંગ કરતા લોકો સામે પગલાં લેવાની ઝુંબેશ શરૂ કરવામાં આવેલ છે. જેમાં શહેરના 1043 ઘરોની ચકાસણી કરવામાં આવી હતી. જ્યાં ડાયરેક્ટ પમ્પીંગ કરતા કુલ 12 કિસ્સાઓ મળેલ હતા. 5 લોકોને નોટીસ અને 03 લોકોની ઇલેક્ટ્રિક મોટર જપ્ત કરવામાં આવી હતી. ડાયરેક્ટ પમ્પીંગ અને ફળિયા ધોવા બાબતે રૂ. 18,750ની પેનલ્ટી વસુલ કરવામાં આવી હતી.