તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનાનો અજગર ભરડો:રાજકોટમાં કોરોના બેકાબૂ, 20માંથી 19 કોવિડ હોસ્પિટલમાં બેડ ફૂલ, કોંગી કોર્પોરેટરે CMને પત્ર લખી કહ્યું- સિવિલમાં સ્ટાફની ઘટ

રાજકોટએક મહિનો પહેલા
ફાઇલ તસવીર.
  • રાજકોટ સિવિલ હોસ્પિટલના ICU અને જનરલ વોર્ડમાં 50 તબીબોની ઘટ

રાજકોટમાં કોરોનાની સ્થતિ વણસી છે. કોરોના કેસની સંખ્યામાં ધરખમ વધારો થઇ રહ્યો છે. ત્યારે 20 કોવિડ હોસ્પિટલમાંથી 19 હોસ્પિટલમાં એક પણ બેડ ખાલી નથી. આથી નવા દાખલ થનાર દર્દીઓ માટે મુશ્કેલી ઉભી થઇ રહી છે. બીજી તરફ રાજકોટના કોંગ્રેસના કોર્પોરેટર મકબુલ દાઉદાણીએ મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખી જણાવ્યું છે કે, રાજકોટ સિવિલ હોસ્પિટલના ICU અને જનરલ વોર્ડમાં 50 તબીબોની ઘટ છે.

50 ડોક્ટરોની ઘટ, દર્દીઓને પુરતી સારવાર મળતી નથી
મકબુલ દાઉદાણીએ મુખ્યમંત્રીને લખેલા પત્રમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સ્ટાફની અછત હોવાનો આરોપ લગાવ્યો છે. આથી સિવિલ હોસ્પિટલમાં તાત્કાલિક અસરથી સ્ટાફથી ભરતી કરવામાં આવે તેવી માગ કરી છે. પત્રમાં વધુમાં જણાવ્યું છે કે, કોવિડ 19 વોર્ડમાં અલગ અલગ પ્રકારના 50 ડોક્ટરોની ઘટ હોવાથી દર્દીઓને પુરતી સારવાર મળતી નથી. સમગ્ર સૌરાષ્ટ્રમાંથી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ દાખલ થાય છે. તેમજ રાજકોટ શહેરના દર્દીઓ પણ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થાય છે.

કોંગ્રેસના કોર્પોરેટરે મુખ્યમંત્રીને લખેલો પત્ર.
કોંગ્રેસના કોર્પોરેટરે મુખ્યમંત્રીને લખેલો પત્ર.

કલેક્ટર દિવસમાં બે ટાઇમ રાઉન્ડ મારે તેવી માગ
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ICU અને જનરલ વોર્ડમાં ડોક્ટરોની ખાસ ઘટ લાગી રહી છે. સિવિલ હોસ્પિટલનું મેનેજમેન્ટ નબળુ જણાય છે. ઘટતો સ્ટાફ વધારવા માટે અલગ અલગ પ્રકારના 50 ડોક્ટરોની ભરતી કરવી પડે તેવી સ્થિતિ છે. સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. સિવિલ હોસ્પિટલમાં બેડની સંખ્યા વધારવા જરૂરી પગલા લેવા સાથે રેમડેસિવિર ઇન્જેક્શનનો સ્ટોક પુરતા પ્રમાણમાં નથી. સિવિલ હોસ્પિટલમાં દર્દીઓએ મેનેજમેન્ટની અવ્યવસ્થાને કારણે ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. કલેક્ટર દ્વારા રોજ દિવસમાં સિવિલ હોસ્પિટલમાં બે ટાઇમ રાઉન્ડ લેવામાં આવે તો સુધારો થઇ શકે તેમ છે.

રાજકોટની કોવિડ હોસ્પિટલનું લિસ્ટ

ક્રમહોસ્પિટલનું નામ
1સ્ટાર સિનર્જી હોસ્પિટલ
2ક્રાઇસ્ટ હોસ્પિટલ
3પરમ હોસ્પિટલ
4સેલસ હોસ્પિટલ
5પીડીયુ સિવિલ હોસ્પિટલ
6રંગાણી હોસ્પિટલ
7સત્કાર હોસ્પિટલ
8વેદાંત હોસ્પિટલ
9સદભાવના હોસ્પિટલ
10સ્ટર્લિંગ હોસ્પિટલ
11વોકહાર્ટ હોસ્પિટલ
12પ્લેક્સક્ષ હોસ્પિટલ
13ક્રિષ્ના હોસ્પિટલ
14મેડિકેર એન્ડ ક્યોર હોસ્પિટલ
15એચ.જે. દોશી હોસ્પિટલ
16કુંદન હોસ્પિટલ
17ઓલમ્પસ હોસ્પિટલ
18જલારામ હોસ્પિટલ
19જસદણ સરકારી હોસ્પિટલ
20ધોરાજી સરકારી હોસ્પિટલ
અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

વધુ વાંચો