તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
રાજકોટમાં કોરોનાની સ્થતિ વણસી છે. કોરોના કેસની સંખ્યામાં ધરખમ વધારો થઇ રહ્યો છે. ત્યારે 20 કોવિડ હોસ્પિટલમાંથી 19 હોસ્પિટલમાં એક પણ બેડ ખાલી નથી. આથી નવા દાખલ થનાર દર્દીઓ માટે મુશ્કેલી ઉભી થઇ રહી છે. બીજી તરફ રાજકોટના કોંગ્રેસના કોર્પોરેટર મકબુલ દાઉદાણીએ મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખી જણાવ્યું છે કે, રાજકોટ સિવિલ હોસ્પિટલના ICU અને જનરલ વોર્ડમાં 50 તબીબોની ઘટ છે.
50 ડોક્ટરોની ઘટ, દર્દીઓને પુરતી સારવાર મળતી નથી
મકબુલ દાઉદાણીએ મુખ્યમંત્રીને લખેલા પત્રમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સ્ટાફની અછત હોવાનો આરોપ લગાવ્યો છે. આથી સિવિલ હોસ્પિટલમાં તાત્કાલિક અસરથી સ્ટાફથી ભરતી કરવામાં આવે તેવી માગ કરી છે. પત્રમાં વધુમાં જણાવ્યું છે કે, કોવિડ 19 વોર્ડમાં અલગ અલગ પ્રકારના 50 ડોક્ટરોની ઘટ હોવાથી દર્દીઓને પુરતી સારવાર મળતી નથી. સમગ્ર સૌરાષ્ટ્રમાંથી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ દાખલ થાય છે. તેમજ રાજકોટ શહેરના દર્દીઓ પણ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થાય છે.
કલેક્ટર દિવસમાં બે ટાઇમ રાઉન્ડ મારે તેવી માગ
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ICU અને જનરલ વોર્ડમાં ડોક્ટરોની ખાસ ઘટ લાગી રહી છે. સિવિલ હોસ્પિટલનું મેનેજમેન્ટ નબળુ જણાય છે. ઘટતો સ્ટાફ વધારવા માટે અલગ અલગ પ્રકારના 50 ડોક્ટરોની ભરતી કરવી પડે તેવી સ્થિતિ છે. સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. સિવિલ હોસ્પિટલમાં બેડની સંખ્યા વધારવા જરૂરી પગલા લેવા સાથે રેમડેસિવિર ઇન્જેક્શનનો સ્ટોક પુરતા પ્રમાણમાં નથી. સિવિલ હોસ્પિટલમાં દર્દીઓએ મેનેજમેન્ટની અવ્યવસ્થાને કારણે ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. કલેક્ટર દ્વારા રોજ દિવસમાં સિવિલ હોસ્પિટલમાં બે ટાઇમ રાઉન્ડ લેવામાં આવે તો સુધારો થઇ શકે તેમ છે.
રાજકોટની કોવિડ હોસ્પિટલનું લિસ્ટ
ક્રમ | હોસ્પિટલનું નામ |
1 | સ્ટાર સિનર્જી હોસ્પિટલ |
2 | ક્રાઇસ્ટ હોસ્પિટલ |
3 | પરમ હોસ્પિટલ |
4 | સેલસ હોસ્પિટલ |
5 | પીડીયુ સિવિલ હોસ્પિટલ |
6 | રંગાણી હોસ્પિટલ |
7 | સત્કાર હોસ્પિટલ |
8 | વેદાંત હોસ્પિટલ |
9 | સદભાવના હોસ્પિટલ |
10 | સ્ટર્લિંગ હોસ્પિટલ |
11 | વોકહાર્ટ હોસ્પિટલ |
12 | પ્લેક્સક્ષ હોસ્પિટલ |
13 | ક્રિષ્ના હોસ્પિટલ |
14 | મેડિકેર એન્ડ ક્યોર હોસ્પિટલ |
15 | એચ.જે. દોશી હોસ્પિટલ |
16 | કુંદન હોસ્પિટલ |
17 | ઓલમ્પસ હોસ્પિટલ |
18 | જલારામ હોસ્પિટલ |
19 | જસદણ સરકારી હોસ્પિટલ |
20 | ધોરાજી સરકારી હોસ્પિટલ |
પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.