તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વેક્સિન ડ્રાય રન સફળ:રાજકોટમાં 180125 લોકોને 13 દિવસમાં કોરોના રસીકરણ થશે

રાજકોટ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • રાજકોટમાં પાંચ સ્થળે 117 હેલ્થ વર્કર પર ટ્રાયલ કરાઇ, એક વ્યક્તિ પાછળ 35 મિનિટનો સમય

કોરોના વેક્સિન માટે રાજકોટમાં પાંચ સ્થળોએ અને રાજકોટ જિલ્લામાં ગોંડલમાં ડ્રાય રન (મોકડ્રિલ)નું આયોજન કરવામાં આવ્યું હતું. રાજકોટ શહેરમાં 125 હેલ્થ વર્કરને બોલાવાયા હતા તેમાંથી 117 હાજર રહ્યા હતા. જેમના પર મોકડ્રિલ કરતા એક વ્યક્તિને રસીકરણ કરવા માટે 35થી 40 મિનિટનો સમય થાય છે. જેમાં વ્યક્તિની એન્ટ્રીથી લઇને બહાર નીકળવા સુધીનો સમય થાય છે. આ મુજબ રાજકોટમાં 180125 વ્યક્તિને કોરોના રસી આપવા પાછળ 13થી 14 દિવસનો સમય થશે. રાજકોટમાં પદ્મકુંવરબા હોસ્પિટલ, સ્ટર્લિંગ હોસ્પિટલ, શ્યામનગર આરોગ્ય કેન્દ્ર, શેઠ હાઇસ્કૂલ 80 ફુટ રોડ અને શાળા નં.32 ખાતે કોરોના વેક્સિન અંગે મોકડ્રિલ યોજાઇ હતી.

મેડિકલ ઓફિસર અને સુપરવાઇઝરને એસએમએસ ન મળ્યા
રાજકોટ શહેરમાં પાંચ સ્થળ પર કોરોના વેક્સિન ડ્રાય રનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કોઇ વિશેષ મુશ્કેલી થઇ હોય તેવું થયું નથી, પરંતુ સોફ્ટવેરમાં જ્યારે રસીકરણ માટે આવેલા વ્યક્તિનો ડેટા અપલોડ કરવામાં આવે છે તેની વિગત તેમજ જ્યારે રસીકરણ કેન્દ્ર પરથી ઓનલાઇન સોફ્ટવેર શરૂ કરવામાં આવે છે તેનો એસએમએસ મેડિકલ ઓફિસર અને સુપરવાઇઝરને મળવો જોઇએ તે મળતો નથી. આ અંગે રાજકોટ મનપાના અધિકારીઓએ કેન્દ્રના આરોગ્ય વિભાગને જાણ કરી દીધી છે.

આ રીતે સમજો 13 દિવસની ગણતરી

 • રાજકોટમાં કોરોના વેક્સિન માટે સરવે થયો તેમાં 50 વર્ષથી મોટી ઉંમરના 177874 અને 18થી 50 વર્ષના પરંતુ કોમોર્બિડ કન્ડિશનવાળા 2251 લોકોના નામની નોંધણી થઇ છે.
 • આજે ડ્રાય રનમાં એક વ્યક્તિને કોરોનાની રસીકરણ પાછળ 10થી 12 મિનિટ થાય છે અને ત્યાર બાદ તેને ઓબ્ઝર્વેશનમાં 25થી 30 મિનિટ રાખવામાં આવે છે.
 • આમ એક વ્યક્તિને રસીકરણ કેન્દ્રમાં પ્રવેશથી લઇ બહાર નીકળવા સુધીનો સમય 35થી 40 મિનિટ થાય છે.
 • સરવેમાં કુલ 180125 લોકોને રસીકરણ કરવાનું નક્કી થયું છે, તેથી આ તમામ લોકોને રસીકરણ માટે 6304375 કલાકનો સમય થાય
 • રાજકોટમાં એક બૂથ પર સવારે 8થી સાંજના 5 સુધી રસીકરણ થાય તો ત્યાં એક દિવસમાં 13થી 14 લોકોને રસી આપી શકાય
 • 958 બૂથ છે તેથી એક દિવસમાં 13134 લોકોનું રસીકરણ થાય
 • 180125 લોકોને રસીકરણ કરવા માટે 13થી 14 દિવસનો સમય થાય
 • ઉપરોક્ત તમામ ગણતરી 958 બૂથ પર આધારિત છે, જો બૂથની સંખ્યામાં વધારો કરે તો દિવસ ઘટી શકે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો