તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • In Rajkot, 18 Cases Were Reported Till 12:00 Noon Today, The Total Number Of Cases Reached 16276, Corona Knocked In Civil Hospital, 5 Students Of Medical College Infected With Corona.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના રાજકોટ LIVE:રાજકોટમાં આજે બપોરે 12 વાગ્યા સુધીમાં 18 કેસ નોંધાયા, કુલ કેસની સંખ્યા 16276 પર પહોંચી, સિવિલ હોસ્પિટલમાં કોરોનાની દસ્તક, મેડિકલ કોલેજના 5 વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત

2 મહિનો પહેલા
ફાઈલ તસવીર
  • અન્ય વિદ્યાર્થીઓના કોરોના ટેસ્ટ કરાયા
  • પાર્ટ એન્ડીંગની પરીક્ષા યોજાઇ તે પહેલા કોરોના ફેલાયો

રાજકોટમાં કોરોના કેસની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. આજે બપોરે 12 વાગ્યા સુધીમાં નવા18 કેસ નોંધાયા છે. આથી શહેરમાં કુલ કેસની સંખ્યા 16276 પર પહોંચી છે. જયારે રાજકોટમાં મહાપાલિકાની ચૂંટણી બાદ કોરોના કેસો વધી રહ્યા છે ત્યારે આજે રાજકોટ સિવિલ હોસ્પિટલની મેડીકલ કોલેજમાં કોરોનાનો ફફડાટ ફેલાયો છે. ફર્સ્ટ યરના પાંચ વિદ્યાર્થીઓ કોરોનાગ્રસ્ત થયા છે. ઉલ્લેખનીય છે કે તેમની સાથે અન્ય વિદ્યાર્થીઓના ટેસ્ટીંગ કરવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે.

પાર્ટ એન્ડીંગની પરીક્ષા યોજાઇ તે પહેલા કોરોના ફેલાયો
હાલ મેડિકલના વિદ્યાર્થીઓની પાર્ટ એન્ડીંગની પરીક્ષા યોજાનાર છે. તે પહેલા જ કોરોનાએ તરખાટ મચાવતા વિદ્યાર્થીઓમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. આ સાથે જ અન્ય વિદ્યાર્થીઓના ટેસ્ટીંગ કરવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે.સિવિલની મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થતા જ આરોગ્ય તંત્ર હરકતમાં આવી ગયું છે. કોરોના પોઝિટિવ આવેલા વિદ્યાર્થીઓના સંપર્કમાં આવેલા અન્ય વિદ્યાર્થીઓ અને અન્ય લોકોનો કોરોના ટેસ્ટ કરવામાં આવશે.

વિજય સરઘસના રૂપમાં કોરોના ફેલાયો હતો
રાજકોટમાં છેલ્લા અઠવાડિયામાં કેસની સંખ્યા વધતી ગઇ છે. રાજકોટ મહાપાલિકાની ચૂંટણી માટે ગત તા.21ના રોજ મતદાન હતું. તે બાદના દિવસથી એટલે કે તા.22 થી 28માં કેસની સંખ્યા ખુબ વધી છે. તા.23ના રોજ પરિણામના દિવસે પણ વિજય સરઘસના રૂપમાં નેતાઓ અને વિજેતાઓ ખુબ ફર્યા હતા. તા.22 થી 28ના માત્ર 7 દિવસના આંકડા પર નજર કરીએ તો આ સપ્તાહમાં નવા 317 કેસ નોંધાઇ ગયા છે તો તે સામે ડિસ્ચાર્જ દર્દીની સંખ્યા માત્ર 223 રહી છે.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

વધુ વાંચો