બાકીદારો પર મનપાની તવાઈ:રાજકોટમાં નાણાવટી ચોક, 80 ફુટ રોડ અને કુવાડવા રોડ પર આવેલી 17 મિલકતો પર મનપાના તાળા લાગ્યા, રૂ.52.60 લાખની રીકવરી

રાજકોટ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • માર્કેટીંગ યાર્ડની 5 દુકાનો સહિત 38 મિલકતો ટાંચમાં, 340 કરોડના લક્ષ્યાંકને હાંસલ કરવા હાર્ડ રિક્વરીનો દોર શરુ

કોર્પોરેશનની વેરા વસૂલાત શાખા દ્વારા 340 કરોડના લક્ષ્યાંકને હાંસલ કરવા માટે હવે જોરશોરથી હાર્ડ રિક્વરીનો દોર શરુ કર્યો છે. જ્યાં આજે નાણાવટી ચોક, 80 ફુટ રોડ અને કુવાડવા રોડ પર આવેલી 17 મિલકતો પર મનપાના તાળા લાગ્યા છે. આ સાથે 38 પ્રોપર્ટીને ટાંચ જપ્તીની નોટીસ આપી કુલ રૂ.52.60 લાખની રીકવરી કરવામાં આવી છે. તેમાં માર્કેટીંગ યાર્ડની પાંચ દુકાનો અને કારખાના પણ સામેલ છે.

જાસલ કોમ્પલેક્ષમાં દુકાનો અને ઓફિસને ટાંચ જપ્તીની નોટીસ અપાઈ
જાસલ કોમ્પલેક્ષમાં આવેલ 20 દુકાનો અને ઓફિસને ટાંચ જપ્તીની નોટીસ આપવામાં આવી છે. વોર્ડ નં.4માં મોરબી રોડ પર આવેલ બે મિલ્કતને પણ આવી જ નોટીસ ફટકારવામાં આવી છે. વોર્ડ નં.5માં આવેલા જુના માર્કેટીંગ યાર્ડમાં પણ પાંચ દુકાનોનો વેરો વર્ષોથી આવતો ન હોય તેને અને કુવાડવા રોડ પર બે દુકાનને જપ્તી નોટીસ ફટકારવામાં આવેલી છે. વોર્ડ નં.6ના મીરા ઉદ્યોગનગરમાં નંદન ટેકનોકાસ્ટ નામના કારખાનાને પણ આવી જ નોટીસ અપાઇ છે.

સેન્ટ્રલ બેંક પાસેથી 2.25 લાખની રીકવરી કરવામાં આવી
વોર્ડ નં.4માં ગાંધી વસાહતમાં 1 અને મોરબી રોડ પર બે યુનિટને જપ્તી નોટીસ અપાઇ હતી. મધ્ય રાજકોટના ર્વોર્ડ નં.7માં આવેલ શ્રીનાથજી કોમ્પ્લેક્ષની 6 અને યોગેશ કોમ્પ્લેક્ષની એક ઓફિસ બાકી માંગણા માટે સીલ કરી દેવામાં આવી હતી. તો પરાબજારમાં આવેલી સેન્ટ્રલ બેંક પાસેથી 2.25 લાખની રીકવરી કરવામાં આવી છે. વોર્ડ નં.14માં 80 ફુટ રોડ પર આવેલ જલારામ ઓટો પોઇન્ટનું બાકી લેણું ન આવતા ટાંચ જપ્તીની નોટીસ આપવામાં આવી છે.

ઇસ્ટ ઝોનમાં પાંચ સીલ અને 14 ટાંચ જપ્તી નોટીસ ફટકારવામાં આવી
અન્ય બે યુનિટ અને શ્રી હરિ ઇન્ડ. એરીયામાં બે કારખાનાને પણ જપ્તી નોટીસ ફટકારવામાં આવી છે. આજે જામનગર રોડ, લાતી પ્લોટ, સંતકબીર રોડ, પંચવટી રોડ, વોર્ડ નં.9માં રૈયા રોડ, ધ એમ્પોરીયા કોમ્પ્લેક્ષ, પુષ્કરધામ રોડ, કણકોટ રોડ, વોર્ડ નં.12માં મવડી, વોર્ડ નં.13માં ઉદ્યોગનગર, વોર્ડ નં.15માં 80 ફુટ રોડ, કોઠારીયા રોડ પર મળી કુલ 52.60 લાખની રીકવરી કરવામાં આવી હતી. એકંદરે સેન્ટ્રલ ઝોનમાં 7 સીલ અને 4 જપ્તી નોટીસ, વેસ્ટ ઝોનમાં પ સીલ અને 20 જપ્તી, ઇસ્ટ ઝોનમાં પાંચ સીલ અને 14 ટાંચ જપ્તી નોટીસ ફટકારવામાં આવી હતી.