• Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • In Rajkot, 1,500 To 2,000 Business People, Including Restaurant Managers, Are Currently 'in Disarray', He Said If This Continues, The Business Will Have To Close.

રાત્રી કર્ફ્યુનો વિરોધ:રાજકોટમાં રેસ્ટોરન્ટ સંચાલકો સહિત 1500થી 2000 ધંધાર્થીના હાલ ‘બેહાલ’, કહ્યું - જો આમ જ ચાલશે તો ધંધા બંધ કરવા પડશે

રાજકોટ7 મહિનો પહેલા
  • વેપારીઓમાં આક્રોશ જોવા મળી રહ્યો છે

રાજ્યમાં સતત વધતા કોરોનાનાં સંક્રમણને રોકવા ગુજરાત સરકાર દ્વારા રાત્રી કરફ્યુ અમલમાં છે. અને ગઈકાલે રાત્રી કર્ફ્યુ આગામી 15 એપ્રિલ સુધી લંબાવવાની જાહેરાત કરવમાં આવી છે. જેમાં શહેરમાં રાત્રી કર્ફ્યુનો સમય રાત્રે 10 થી 6 ને બદલે 9 થી 6 નો કરવામાં આવ્યો છે. ત્યારે સરકારના આ નિર્ણયથી રેસ્ટોરન્ટ સંચાલકો સહિત 1500થી 2000 ધંધાર્થીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. તેમણે આ અંગે પત્રકાર પરિષદ યોજી જણાવ્યું હતું કે, જો આમ જ ચાલશે તો ધંધા બંધ કરવા પડશે.

રાત્રી કફર્યૂ પડ્યા પર પાટુ સમાન
રાજકોટમાં આવતીકાલથી 9 વાગ્યાથી રાત્રી કર્ફ્યુ લાગુ થનાર છે. ત્યારે કરફ્યુનો સમય 9 વાગ્યાનો થતા ધંધાર્થીઓમાં ભારે કચવાટ જોવા મળી રહ્યો છે. અને રાજકોટ ફૂડ એન્ડ બેવરેજીસ એસોસીએશને ભારે વિરોધ પ્રગટ કર્યો છે. એસો.નાં પ્રમુખના કહેવા મુજબ, આજ રીતે ચાલે તો ધંધા બંધ કરવા પડે અને કારીગરો છુટા કરવા પડે તેવી સ્થિતિનું નિર્માણ થશે. 3 મહિનાના લોકડાઉનમાં વેપાર ઉદ્યોગ બંધ રહ્યા હતા જેને કારણે વેપારમાં પારાવાર મુશ્કેલી પડી. હજુ આ મંદીમાંથી બહાર નીકળ્યા નથી એવામાં 9 વાગ્યાનો રાત્રી કફર્યૂ લાદી દેવામાં આવ્યો છે જે પડ્યા પર પાટુ સમાન છે. શું રાત્રિના 3 કલાક સુધી જ કોરોના ફેલાય છે?

રાજકોટ શહેરમાં રાત પડે અને દિવસ ઉગે તેવી સ્થિતિ હોટેલમાં જોવા મળતી હોય છે
રાજકોટ શહેરમાં રાત પડે અને દિવસ ઉગે તેવી સ્થિતિ હોટેલમાં જોવા મળતી હોય છે

વેપારીઓમાં આક્રોશ જોવા મળી રહ્યો છે
વધુમાં જણાવ્યું હતું કે, રાજકોટમાં ઘણી બજારો છે કે જ્યાં દિવસે પણ ભીડ થતી હોય છે. લોકડાઉન અને અનલોક બાદ હોટેલ અને રેસ્ટોરન્ટ સંચાલકોની હાલત કફોડી બની ગઇ છે. હવે ધીમે ધીમે ધંધા સેટ થઇ રહ્યાં છે ત્યારે હવે આ ધંધાને ઉભો કરવા સરકાર મદદ કરે તેવી આશા રાખીએ. તેઓને રાત્રે ઘરે પહોંચવામાં મુશ્કેલી પડી રહી છે. ઉલ્લેખનીય છે કે અગાઉ કર્ફ્યુનો સમય 10 વાગ્યાનો હતો, ત્યારે પણ વેપારીઓએ વિરોધ નોંધાવ્યો હતો. ત્યારે હવે 9 વાગ્યાનો સમય થતા વેપારીઓમાં આક્રોશ જોવા મળી રહ્યો છે.

રાત્રિ કર્ફ્યુમાં 9ના બદલે 12 વાગ્યાનો સમય કરવા માંગ
વધુમાં હોટેલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિએશનના પ્રમુખએ Divyabhaskar સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, રાજકોટમાં નાના-મોટા રેસ્ટોરન્ટ, ફૂડ ટ્રક, આઈસ્ક્રિમ પાર્લર મળી 2000 જેટલા ધંધાર્થી છે જેને આ રાત્રિ કર્ફ્યુની સીધી અસર થશે અને તેને સીધું નુકસાન થશે. હોટેલ સંચાલકો સરકારને સવાલ કરી રહી છે કે શું રાત્રિના 3 કલાક સુધી જ કોરોના ફેલાય છે? રાજકોટમાં ઘણી બજારો છે કે જ્યાં દિવસે પણ ભીડ થતી હોય છે. લોકડાઉન અને અનલોક બાદ હોટેલ અને રેસ્ટોરન્ટ સંચાલકોની હાલત કફોડી બની ગઇ છે. હવે ધીમે ધીમે ધંધા સેટ થઇ રહ્યાં છે ત્યારે હવે આ ધંધાને ઉભો કરવા સરકાર મદદ કરે તેવી આશા રાખીએ.

અન્ય સમાચારો પણ છે...